બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Scam in the damage survey caused by unseasonal rain?

રિયાલિટી ચેક / કમોસમી વરસાદથી થયેલા નુકસાની સર્વેમાં ધાંધિયા?, ખેડૂતોએ કહ્યું એક ગામમાં આવી રફુચક્કર થયા, તાત્કાલિક સહાય ચૂકવવા માંગ

Vishal Khamar

Last Updated: 06:57 PM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકશાન થવા પામ્યું છે. હજુ સુધી સર્વેની કામગીરી શરૂ શરૂ કરવામાં આવી નથી. ખેડૂતોએ તાત્કાલિક સરવે કરીને સહાય ચૂકવવાની માંગ કરી છે.

  • કમોસમી વરસાદથી તાલાળાના ખેડૂતોને નુકસાન
  • તાલાળા તાલુકાના 14 ગામમાં કેરીના પાકમાં નુકસાન
  • ખેડૂતોએ તાત્કાલિક સરવે કરીને સહાય ચૂકવવા કરી માગ
  • કેરીમાં નુકસાન અંગે ખેડૂતોનું નિવેદન
  • કમોસમી વરસાદથી કેરીના પાકમાં 40થી 50 ટકા નુકસાન- ખેડૂત

ગીર સોમનાથ જિલ્લાના ગીર પંથકના, જ્યાં મોટા પ્રમાણમાં કેસર કેરીનું ઉત્પાદન થાય છે.હજારો હેક્ટર જમીનમાં આંબાના બગીચાઓ આવેલા છે. પરંતુ આ કેસરી કેરીના પાક પર છેલ્લા ઘણા વર્ષોથી ગ્લોબલ વોર્મિંગ નામનું ગ્રહણ લાગ્યું છે.એવામાં છેલ્લા બે ત્રણ વર્ષની વાત કરીએ તો અરબી સમુદ્રમાંથી ઉદ્ભવતા વાવાઝોડાના કારણે પણ કેસર કેરી પર માઠી અસર પડી છે. 3 વર્ષ પહેલા તૌકતે વાવાઝોડાએ ગીર પથંકમાં તબાહી મચાવી હતી અને ગીરમાં હજારો એકર જમીનમાં આંબા ના પાકને તહસ-નહસ કરી દીધો હતો. જેમાં ઉના,ગીરગઢડા અને કોડીનાર પંથકમાં મોટા પ્રમાણમાં કેસર કેરી સહિત અન્ય  બાગાયતી પાકોને નુકસાન થયુ હતું.ચાલુ વર્ષે કેસર કેરીના બગીચા ઓમાં મોટા પ્રમાણમાં રોગચાળો આવતા ખેડૂતોને મોટું નુક્સાન જવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. ત્યારે ગીરના તાલાલા તાલુકાના જાવંત્રી ગામના હિરેનભાઈ ઝાલા નામના ખેડૂતે પોતાના આંબાના બગીચામાં ગત વર્ષે હાર્વેસ્ટિંગ બાદ યોગ્ય માવજત કરતાં ચાલુ વર્ષે જ્યાં કેસર કેરી હજુ એકાદ મહિનો મોડી આવવાની સંભાવનાઓ છે ત્યાં આ ખેડૂતે પોતાના કેસર કેરીના બગીચા માંથી કેસર કેરી માર્કેટમાં મોકલવાનું ચાલુ કરી દીધું છે. સાથે જ વહેલા કેસર કેરી બજારમાં આવવાને કારણે ખેડૂતને  વધુ ભાવ પણ મળી રહ્યા છે. ખેડૂતનું માનીએ તો તેઓની કેસર કેરી 10 કિલોના બોક્સ  1500 રૂપિયા થી પણ વધુના ભાવે વેચાઈ રહી છે.તેની પાછળનું કારણ છે તેઓની યોગ્ય સમયે મહેનત અને ઓર્ગેનિક રીતે જતન.

ગીરની કેસર કેરી વિશ્વ વિખ્યાત છે.સાથે લજામણી ના છોડ જેવી છે.વાતાવરણ સ્હેજ પણ ફર્યું કે તે કરમાઈ જાય છે. વાતાવરણની વિષમતાએ કેસરને માફક આવતી નથી.ગીર વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષથી ગ્લોબલ વોર્મિંગને કારણે કેસરને માર પડતો રહ્યો છે.આ ઉપરાંત ત્રણ તબક્કામાં ફલાવરિંગ આવતું રહ્યું છે.જે ખેડૂતોએ પૂર્ણ માવજત લીધી છે. તેવા ખેડૂતોના બગીચામાં આવરણ પ્રથમ તબક્કામાં આવ્યું અને કેસર સારી રીતે ઉજરી પણ ખરી.બીજા તબક્કાના આવરણ ઉપર રોગ,જીવાતોનું ગ્રહણ લાગ્યું અને કમૌસમી વરસાદે દાટ વાળી દીધો.ત્રીજા તબક્કાનું આવરણ ફૂટીને મગીયો બંધાયો છે ત્યારે ફરી કમૌસમી વરસાદની આગાહી છે! માવઠા સામે કદાચ કેસર ઝીંક ઝીલી લે..પરંતુ કરા કેસરનો કાળ બન્યા છે.ખુબજ માવજત અને મહેનત કરનાર ખેડૂતને ભાગ્યે જ કેસરના મીઠા ફળ ચાખવા મળે છે.પ્રથમ તબક્કાની કેસર સો એ પાંચ ટકા પણ બજારમાં નથી આવી.ત્યારે આવી અમૃત રૂપી કેસરનો ભાવ હાલ મહેનતુ અને ભાગ્યશાળી ખેડૂતને 10 કિલોના 1200 થી 2 હજાર રૂપિયા મળી રહ્યો છે. હજુ કેસરની કાયદેસરની સિઝન ગીરમાં શરૂ થતા 15 દિવસ જેટલો સમય લાગશે. 

ત્યારે આગોતરી કેસરનો પાક જે ખેડૂતો પાસે તૈયાર થયો છે તેને ચાંદી જ ચાંદી છે. આમ્રફળ રોકડી કરાવી રહ્યું છે.પરંતુ 50 ટકાથી વધુ ગીરના ખેડૂતો કે જે કેસરનો બાગાયતી પાક લે છે. તેઓની સ્થિતિ તો કફોડી જ છે. ગીરના આંબા વાડિયાઓમાં ઘણો ખરો કેસરનો પાક ખરી ગયો છે.જે છે તેનો ભાવ શુ મળશે તે નક્કી નથી.તાલાળા મેંગો માર્કેટમાં ક્યારે હરાજી શરૂ થશે તે પણ નક્કી નથી.માલ એક સાથે બજારમાં આવતો થશે તો સારી કેસરના 10 કિલોના એક બોક્સની કિંમત ન્યૂનતમ 500 રૂપિયા અને મહત્તમ 1000 રૂપિયા રહેશે તેવું બજારના નિષ્ણાતો કહી રહ્યા છે. બાગાયતી પાકમાં સવિશેષ કાળજી લેવી પડતી હોય છે.મહેનત પણ વધુ રહે છે ત્યારે માવઠાનો માર અને કમૌસમી કરા ને કારણે કેસરમાં જે મોટી નુકશાની આવી છે તે બાબતે સરકાર યોગ્ય સહાય કરે તો ખેડૂતો આંબા ન કાપે અન્યથા આંબા કટિંગ કરી મૌસમી ખેતી તરફ પાછા વળવાનું ગીરના ખેડૂતો વિચારી રહ્યા છે.

ખેડૂતોએ તાત્કાલિક સરવે કરીને સહાય ચૂકવવા કરી માગ
કમોસમી વરસાદથી તાલાળાનાં ખેડૂતોને નુકશાન પહોંચવા પામ્યું છે. તાલાળા તાલુકાના 14 ગામમાં કેરીના પાકમાં નુકશાન થવા પામ્યું છે. ખેડૂતોએ તાત્કાલિક સર્વે કરીને સહાય ચૂકવવા માંગ કરી છે. ત્યારે કેરીમાં નુકશાન અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદથી કેરીના પાકમાં 40 થી 50 ટકા નુકશાન થવા પામ્યું છે. નુકશાનીનો સર્વે કરવા અનેક વખત કરી રજૂઆતો. અનેક રજૂઆત બાદ પણ સર્વે કરવામાં આવતો નથી. 


ચાલુ વર્ષે સરહદી બનાસકાંઠા જિલ્લામાં પડેલા ક-મોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટાભાગના પાકમાં મોટુ નુકસાન થયું હતું જે બાદ નુકસાનીના વળતર માટે ખેડૂતોએ સરકારમાં રજૂઆત કરી હતી પરંતુ બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ વિસ્તારમાં સરકાર દ્વારા સર્વે કરવામાં આવ્યું છે પરંતુ અન્ય તાલુકામાં ખેડૂતોને નુકસાન થયું હોવા છતાં પણ સર્વે ન કરવામાં આવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી. 

 

કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે મોટાભાગના જિલ્લાઓમાં ક-મોસમી વરસાદ ખાબક્યો હતો જેના કારણે સૌથી મોટો નુકસાન ખેડૂતના પાકને લઈ જોવા મળ્યું હતું ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લાના પણ મોટાભાગના તાલુકાઓમાં કરા સાથે ક-મોસમી વરસાદ પડ્યો હતો જેના કારણે જિલ્લામાં ખેડૂતોને સૌથી મોટું નુકસાન જોવા મળ્યું હતું. ચાલુ વર્ષે પડેલા વરસાદના પગલે ખેડૂતોને જીરું, વરિયાળી,એરંડા, રાજગરો, બાજરી, દાડમ, સક્કરટેટી, તડબૂચ,ઇસબગુલ,ઘઉં,રાજગરો સહિતના પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું એક તરફ ખેડૂતોએ સારા ભાવની આશાએ મોંઘા બિયારણો લાવી આ વર્ષે વાવેતર કર્યું હતું પરંતુ તેમની આ આશા પર કુદરતી આપત્તિએ મોટું નુકસાન કર્યું હતું.ત્યારે ડીસા તાલુકામાં પણ મોટાભાગના ગામડાઓમાં કરા સાથે પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયુ છે. 

અસરગ્રસ્ત ખેડૂતોમાં સરકાર સામે રોષ ફેલાયો

ડીસા પંથકમાં આ વખતે વારંવાર કમોસમી વરસાદ થયો હતો તો કેટલીક જગ્યાએ કરા સાથેનો વરસાદ થયો હતો તેના કારણે ડીસા પંથકમાં અનેક જગ્યાએ નુકસાન થયું છે ખાસ કરીને ડીસા તાલુકાના વડનોડા, રાણપુર, વાસડા, નાણી, કમોડી, રામપુરા, કરસનપુરા, યાવરપુરા સહિત દસથી વધુ ગામમાં નુકસાન થયું હતું.ખેડૂતોએ બે મહિના સુધી સતત કાળી મજૂરી કરી તૈયાર કરેલો ઘઉં,તમાકુ, રાજગરો, બટાટા, બાજરી અને એરંડા સહિતના પાકને વ્યાપક નુકસાન થયું હતું ત્યારે ખેડૂતોને આશા હતી કે સરકાર તાત્કાલિક સર્વેની કામગીરી શરૂ કરી અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવશે પરંતુ નુકસાન થયાના એક મહિના બાદ હજુ પણ સર્વેની કામગીરી શરૂ થઈ નથી જેના કારણે અસરગ્રસ્ત ખેડૂતોમાં સરકાર સામે રોષ ફેલાયો છે.

આ અંગે આજે અમારી VTV ન્યૂઝની ટિમ વરનોડા ગામના અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાતે પહોંચી હતી.જ્યાં ખેડૂતોએ જણાવ્યું હતું કે વરનોડા ગામમાં વારંવાર કમોસમી માવઠું થવાના કારણે અનેક ખેડૂતોને નુકસાન થયું છે જેમાં એરંડા, બાજરી, રાજગરો અને ઘઉંના પાકને મોટું નુકસાન થયું છે કેટલા ખેડૂતોને તો 40 થી 50 ટકા જેટલો તૈયાર થયેલો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો જે અંગે અસરગ્રસ્ત ખેડૂતોએ વારંવાર તંત્રમાં રજૂઆત કરી હતી તેમ છતાં પણ હજુ સુધી ગામમાં કોઈ જ સર્વેની કામગીરી થઈ નથી ત્યારે આ વિસ્તારના ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા તાત્કાલિક નુકસાનગ્રસ્ત વિસ્તારનો સર્વે કરાવી ખેડૂતોને રાહત આપે તેવી ખેડૂતોની માંગ છે.

 

 

પાક વીમો બંધ કરતા ખેડૂતો નિરાધાર બન્યા છેઃકિસાન સંઘના નેતા વિઠ્ઠલ દુધાત્રા

કમોસમી વરસાદથી ખેડૂતોના  ખેતરમાં ઉભા પાકને મોટુ નુક્શાન થયુ છે. જે નુક્સાની અંગે વળતર માંગવા ખેડૂતોનો અવાજ બનીને કિસાન સંઘના નેતા વિઠ્ઠલ દુધાત્રાએ નિવેદન આપ્યું છે.. તેમણે કહ્યું કે.. પાક વીમો બંધ કરતા ખેડૂતો નિરાધાર બન્યા છે. પાક નુક્સાનીનો હજુ સરવે થયો નથી.. જો સરકાર તરફથી સહાય થાય તો પણ અધિકારીઓની લાપરવાહી અને ત્રુટીઓને કારણે ખેડૂતો સુધી યોજનાની સહાય પહોંચતી નથી.

માવઠું પડતા ખેડૂતોનો પાક પલળી જતા જગતનો તાત મુશ્કેલીમાં

અમરેલી જિલ્લામાં ઘણા સમયથી કમોસમી માવઠું પડી રહ્યું છે જેને લઇને ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રવિ પાકમાં ઘઉં ચણા ડુંગળી તલ વગેરે પાકોનું ઉત્પાદન ખેડૂતોએ લીધું હતું પરંતુ માવઠું પડતા ખેડૂતોનો પાક પલળી જતા ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અહીં જિલ્લા 125 ગામમાં નુકશાની થઈ હતી જેમાં 32 ટીમો એ સર્વે કર્યો હતો અને સરકાર માં રજૂ કર્યો હતો 

અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માવઠું થતા ખેડૂતોની માઠી દશા બેઠી છે વારંવાર કમોસમી વરસાદ આવતા ખેડૂતોનો પાક બગડી ગયો છે ત્યારે પાક બગડી જવાથી ખેડૂતોએ માંગણી કરી હતી કે સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરવામાં આવે અને ખેડૂતોને નુકસાની નું વળતર આપવામાં આવે સરકાર દ્વારા સર્વે તો થઈ ગયો છે પરંતુ હજુ સુધી ખેડૂતોને વળતર મળ્યું નથી આથી ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા તાત્કાલિક વળતર આપવામાં આવે ખેડૂતોને બિયારણ ખાતર તેમજ મજૂરીના ખર્ચના પૈસા પણ પાક બગડી જવાથી ઊભા થઈ શકે તેમ નથી. હાલ તો ખેડૂતોને ઉનાળુ પાક લેવો છે પરંતુ કમોસમી વરસાદને લઈને પાક બગડી જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.

વરસાદથી ઘઉં, ચણા, તલ ધાણા સહિતનો પાક બગડી ગયો

ઉનાળાની સિઝનમાં જાણે ચોમાસુ બેસી ગયું હોય તે રીતે અમરેલી જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે અને કરા સાથે વરસાદ પડ્યો છે આ વરસાદથી ઘઉં, ચણા, તલ ધાણા સહિતનો પાક બગડી ગયો છે ત્યારે ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર દ્વારા સર્વે થઈ ગયો છે પરંતુ હજુ સુધી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી નથી આથી સરકાર દ્વારા તાત્કાલિક ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

કેરી ,ઘઉં અને લીંબુ સહિતના પાકો ને ભારે નુકશાન
ભાવનગર જિલ્લમાં બે વખત થયેલા કમોસમી વરસાદ અને માવઠાના કારણે કેરી ,ઘઉં અને લીંબુ સહિતના પાકો ને ભારે નુકશાન થવા પામ્યું હતું આ સમયે સરકારે સર્વે કરવાની જાહેરાત કર ઇહટ ઈણે સર્વે ની કામગીરી પણ પૂર્ણ થી ચુકી છે ત્યારે ભાવનગર જિલ્લમાં 85000 ખેડૂતો પૈકી માત્ર 2550 ખેડૂતો ને નુકશાન થયું છે તેવો સર્વે કરવામાં આવ્યો છે જો કે ખેડૂતો નો આક્ષેપ છે કે સર્વે કરનારા હોઈ અધિકારી ગામડા  માં ખેડૂતના ખેતરમાં સર્વે માટે આવ્યા જ નથી 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ