બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Saurashtra's tallest 250 feet long tricolor was installed in Rajkot

મેરા ભારત મહાન / સૌરાષ્ટ્રનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ : રાજકોટમાં લહેરાયો 250 ફૂટ લાંબો તિરંગો, 1 કિમી દૂરથી જ જોઈ શકાય

Dinesh

Last Updated: 04:39 PM, 13 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા માટે રાજકોટની સિલ્વર હાઈટ્સ સોસાયટીના બિલ્ડિંગ ઉપર 250 ફૂટ લાંબો તિરંગો લહેરાવવામાં આવ્યો

  • રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી ઉંચો તિરંગો લગાવાયો 
  • રાજકોટમાં 250 ફૂટ લાંબો તિરંગો લાગ્યો 
  • 22 માળના બિલ્ડિંગ પર લગાવાયો તિરંગો


સમગ્ર દેશમાં આજથી હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત થઈ છે.  સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા 13થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનનું એલાન કરવામાં આવ્યું હતું. જેને લઈ ગુજરાતના દરેક જિલ્લાઓના લોકો આ અભિયાનમાં ઉત્સાહ પૂર્વક ભાગ લઈ દેશભક્તિના રંગે રંગાયા છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરમાં લોકોએ ઘરો તેમજ ઓફિસ અને બિલ્ડિંગો ઉપર તિરંગો લહેરાવ્યો છે. ત્યારે રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી ઉંચો તિરંગો લગાવાયો છે. 

તિરંગાની પહોળાઈ 24 ફૂટ 
રાજકોટમાં 250 ફૂટ લાંબો તિરંગો લહેરાવવામાં આવ્યો છે. આ તિરંગાની પહોળાઈ 24 ફૂટ છે તેમજ 22 માળના બિલ્ડિંગ પર લગાવાયો છે. જે 1 કિમી દૂરથી પણ જોઈ શકાય છે. રાજકોટ શહેરના નાના મવા રોડ પર આવેલી સિલ્વર હાઈટ્સ સોસાયટીના બિલ્ડિંગ ઉપર આ તિરંગો લહેરાવવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જે સૌરાષ્ટ્રની સૌથી ઊંચી બિલ્ડિંગ છે.

સોસાયટીના પ્રમુખનું નિવેદન
સોસાયટીના પ્રમુખ મુકેશ શેઠએ જણાવ્યું હતું કે, અમારી સોસાયટીના એસોસિએશનએ સાથે મળી નક્કી કર્યું હતું કે આપણે સૌ પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાશું. જેને લઈ  250 ફૂટ લાંબો અને 24 ફૂટ પહોળો તિરંગો ગત વર્ષે તૈયાર કરી બિલ્ડિંગ ઉપર લગાવ્યો હતો. 

અમદાવાદમાં તિરંગા યાત્રા
અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન દ્વારા આજે ઘાટલોડિયા ચાણક્યપુરીથી નિર્ણયનગર સુધીની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રાનું શહેરના ઘાટલોડિયા ચાણક્યપુરી વિસ્તારથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલે ફ્લેગ ઓફ કરાવ્યું હતું. આ તિરંગા યાત્રામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી સહિતના રાજકીય નેતાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ