બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Saurashtra surat coronavirus positive case gujarat 29 march 2020

કોરોના વાયરસ / સુરતમાં 1 અને સૌરાષ્ટ્રમાં 3 કોરોનાના પોઝિટિવ કેસ, રાજ્યમાં આંકડો 63 પર પહોંચ્યો

Hiren

Last Updated: 08:49 PM, 29 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. દરરોજ નવા દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. દેશના અંદાજિત દરેક રાજ્યમાંથી દર્દીઓ સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1000ને પાર થઇ ચૂકી છે. જ્યારે મૃતકોની સંખ્યા 27 સુધી પહોંચી છે. જ્યારે ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 64 થઇ છે. જ્યારે મૃતકોની સંખ્યા 5 થઇ છે.

  • ગુજરાતમાં કોરોનાના કુલ 64 પોઝિટિવ કેસ
  • કોરોનાથી અત્યાર સુધીમાં 5 લોકોના મોત
  • એક જ દિવસમાં સૌરાષ્ટ્રના 3 કેસ નોંધાયા

રાજ્યમાં 24 કલાકમાં કુલ 5 કેસ પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે અમદાવાદ બાદ ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર અને સુરતમાં 1-1 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 22 થઈ છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાના કુલ 64 કેસ થઇ છે.

સુરતમાં કોરોનાના કુલ 8 કેસ થયા

રાજ્યમાં અમદાવાદ બાદ વધુ ચાર કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરતમાં 26 વર્ષીય યુવકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ સામે આવ્યો છે. અન્ય 5ના રિપોર્ટ નેગેટિવ છે. જેમાંથી એકનું મોત નિપજ્યું છે. યુવક 21મી UAEથી ભારત આવ્યો હતો. સુરત સમરસ હોસ્ટેલમાં કોરોન્ટાઈનમાં હતો. લક્ષણો દેખાતા 28મીએ આઇસોલેશનમાં મુકાયો હતો. અત્યાર સુધી 81 દર્દી કોરોનાના લક્ષણ સાથે નોંધાયા છે. 81 પૈકી 71 ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. સુરતના ત્રણ રિપોર્ટ પેન્ડિંગ છે. સુરતમાં અત્યાર સુધીમાં કુલ 8 કેસ નોંધાયા છે.

એકજ દિવસમાં સૌરાષ્ટ્રમાં કોરોનાના 3 પોઝિટીવ કેસ

પોરબંદર, ગીર સોમનાથ અને રાજકોટમાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયો છે. પોરબંદરમાં 48 વર્ષીય મહિલાનો કેસ પોઝિટિવ આવ્યો છે. આ પોરબંદર જિલ્લામાં પ્રથમ કેસ છે. રાજકોટ(ગ્રામ્ય)ના મુંજામાં ફ્રાન્સમાંથી આવેલા 36 વર્ષીય યુવકનો કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો છે. રાજકોટમાં કોરોનાના કુલ 9 પોઝિટિવ કેસ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 64 કોરોનાના કેસ નોંધાયા છે.

ગાંધીનગરમાં વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ

ગાંધીનગરમાં પણ વધુ એક કોરોનાનો પોઝિટીવ કેસ નોંધાયો છે. જેથી ગાંધીનગરમાં કોરોનાના પોઝીટીવ કેસની સંખ્યા 10 પહોંચી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ