બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / બોલિવૂડ / sanjay dutt went to beat rishi kapoor he had doubt actor having affair with tina munim

બર્થ ડે સ્પેશ્યલ / ટીના અંબાણી માટે ઋષિ કપૂરને મારવા પહોંચી ગયો હતો સંજય દત્ત, આ રીતે બચ્યો હતો જીવ, જાણો કેમ થઈ હતી બબાલ

Arohi

Last Updated: 04:47 PM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sanjay Dutt: સંજય દત્ત એવા એક્ટર છે જે પોતાની પર્સનલ લાઈફને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે. ક્યારેક ડ્રગ્સ, ક્યારેક અફેર તો ક્યારેક જેલ. સંજય દત્તના ઘણા અફેર પણ રહ્યા છે અને આ વાતને તેમણે પોતે કબુલી છે.

  • પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે સંજય દત્ત 
  • સંજય દત્તના ઘણા અફેર પણ રહ્યા છે 
  • ટીના અંબાણી માટે ઋષિ કપૂરને મારવા પહોંચ્યો હતો સંજય

સંજય દત્ત આજે 64 વર્ષનો થઈ ગયો છે. સંજય લાઈફમાં જેટલો પોતાના પ્રોફેશનને લઈને ચર્ચામાં રહે છે તેટલો જ તે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. ઘણા એક્ટ્રેસ અને મોડલ્સની સાથે તેમનું અફેર થઈ ચુક્યું છે અને તે પોતે આ વાતને કબૂલ કરી ચુક્યા છે. જણાવી દઈએ કે એક વખત તો તે પોતાની ગર્લફ્રેન્ડ માટે ઋષિ કપૂરને પણ મારવા જતા રહ્યા હતા. અમે જે ગર્લફ્રેન્ડની વાત કરી રહ્યા છીએ તે હતી ટીના મુનીમ જે હવે ટીના અંબાણી છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sanjay Dutt (@duttsanjay)

ટીનાને પ્રેમ કરતા હતા સંજય 
એક સમય હતો જ્યારે સંજય, ટીનાને ખૂબ પ્રેમ કરતા હતા. બન્ને થોડા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા પરંતુ પછી સંજયને શંકા થઈ કે ટીનાનું ઋષિ કપૂરની સાથે અફેર ચાલી રહ્યું છે. હકીકતે સંજયે પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ રોકીથી કરી હતી જે વર્ષ 1981માં આવી હતી. 

આ ફિલ્મમાં સંજયની સાથે ટીના લીડ રોલમાં હતી. એવું કહેવામાં આવે છે કે આ ફિલ્મ બાદ બંન્નેનું રિલેશનશીપ શરૂ થઈ ગયું હતું. જોકે બાદમાં સંજયની ડ્રગ્સની લતમાં ડૂબવા બાદ બન્ને અલગ થઈ ગયા હતા. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sanjay Dutt (@duttsanjay)

ટીના-ઋષિના અફેરની હતી શંકા 
આ વચ્ચે ટીનાએ ઋષિ કપૂરની સાથે અમુક ફિલ્મો કરી હતી જેમાં સુપરહિટ ફિલ્મ કર્જ પણ શામેલ હતી. બન્નેની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી ફેન્સને ખૂબ જ પસંદ આવી હતી. જોકે આ ક્લીયર હતું કે બન્ને ઓફસ્ક્રીન ફક્ત સારા મિત્રો હતા. પરંતુ સંજયને કંઈક બીજુ લાગી રહ્યું હતું. 

તેને લાગ્યું કે ટીના અને ઋષિનું અફેર ચાલી રહ્યું છે અને તેજ ગુસ્સામાં તે ઋષિ કપૂરને મારવા જતા રહ્યા હતા. તેનો ઉલ્લેખ ઋષિ કપૂરે પોતાની બાયોગ્રાફીમાં કર્યો છે. તેમણે જણાવ્યું કે કેવી રીતે સંજય નશાની હાલતમાં ઋષિને મારવા જતા રહ્યા હતા. ગુલશન ગ્રોવર જે તે સમયે સંજયના મિત્ર હતા તેમણે આ વાતને માની હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sanjay Dutt (@duttsanjay)

ઋષિ કપૂરને મારવા પહોંચ્યા હતા સંજય 
આ કિસ્સા વિશે જણાવતા ગુલશને જણાવ્યું હતું કે આ હકીકત છે સંજૂનું ટીનાની સાથે અફેર ચાલી રહ્યું હતું અને તે સમયે સંજૂને લાગ્યું કે ટીના અને ચિંટૂજીનું અફેર ચાલી રહ્યું છે. સંજૂ અને હું મિત્ર હતા.

એક દિવસ સંજૂએ કહ્યું કે મારે ચિંટૂજીના ઘરે જવું છે અને તેમને મારવા છે. અમે ત્યાં ગયા પરંતુ તે સમયે તેમની મંગેતર નીતૂ કપૂરે અમને જણાવ્યું કે એવું કંઈ નથી. તે અને ચિંટૂ લગ્ન કરી રહ્યા છે. તેના બાદ સંજૂને બધુ સમજ આવ્યું અને તે ત્યાંથી જતા રહ્યા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ