બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Samosas are distributed free in Botad as a prasadi of Ganapati Bapa

બોટાદ / શું વાત છે.! દર મહિનાની ચોથના દિવસે ફ્રીમાં સમોસા, બોટાદના દુકાનદારે શરૂ કરી સમોસા પ્રસાદી, લોકોને દાઢે વળગી

Kishor

Last Updated: 10:20 PM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગણપતિ બાપા પર અખૂટ શ્રદ્ધાને લઈને બોટાદમાં આવેલી સુરેન્દ્રનગરના પ્રખ્યાત સમોસા નામની દુકાનમાં દર મહિનાની ચોથના દિવસે ફ્રીમાં સમોસાનું વિતરણ કરવામાં આવે છે.

  • બોટાદમાં સુરેન્દ્રનગરના પ્રખ્યાત સમોસાના માલિકને ગણપતિ દાદા પર અનોખી શ્રદ્ધા
  • દર મહિનાની ચોથના દિવસે પ્રસાદીરૂપે સમોસાનું વિતરણ
  • 12 હજાર નંગ સમોસાનું પ્રસાદીરૂપે વિતરણ

બોટાદમાં એક એવી ફરસાણની દુકાન આવેલી છે. જેમાં મહિનાના ચોથના દિવસે ફ્રીમાં સમોસાનું વિતરણ કરવામાં આવે છે. ગણપતિ દાદા પર અખૂટ શ્રદ્ધા ધરાવતા દુકાનના માલિક આ સમોસા પ્રસાદીરૂપે વેંચે છે. દર મહિનાની ચોથના દિવસે 12 હજાર નંગ સમોસા ગણપતિ બાપાને પ્રસાદરૂપે વેંચાઈ જાય છે. 

Samosas are distributed free in Botad as a prasadi of Ganapati Bapa

ભગવાન ગજાનનની પ્રસાદ રૂપે ફ્રીમાં સમોસા 
સુરેન્દ્રનગર સમોસાના માલિક અને વર્ષોથી બોટાદમાં ફરસાણના વ્યવસાય કરતા વેપારી મુકેશભાઈ નગીનદાસને ગણપતિ બાપા પર અખૂટ શ્રદ્ધા અને આસ્થા છે.  મુકેશભાઈ ને દર મહિનાની ચોથ ના દિવસે બપોર પછી સમોસા, ચટણી સાથે ભગવાન ગજાનનની પ્રસાદ રૂપે ફ્રીમાં પીરસી રહ્યા છે. એક ચોથના દિવસે જ 12 હજાર નંગ સમોસા બોટાદવાસીઓ પ્રસાદ રૂપી આરોગે છે. જેનો પ્રસાદ રૂપી આરોગનારા લોકો પણ ગણપતિ ભક્તની ભાવનાની વાહ વાહ કરી રહ્યા છે. 

Samosas are distributed free in Botad as a prasadi of Ganapati Bapa

શ્રધ્ધા હોય તા પુરાવાની જરૂર  હોતી નથી

ગણપતિ દાદાની દયા અને ભાવથી તેઓનો ધંધો રોજગાર ધમધોકાર ચાલે છે. આભાર વ્યક્ત કરતા દુકાનદાર મુકેશભાઈ નગીનદાસ પણ આ ગણપતિ બાપાની અસીમ કૃપા જણાવે છે.એટલે જ કહેવાય છે કે જ્યા શ્રધ્ધા હોય તા પુરાવાની જરૂર  હોતી નથી. આ વાતને તેઓ સાર્થક કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ