બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Salman Khan got angry When fan came to shake hands people said Bishnoi gang fear is visible on his face

મનોરંજન / ફેન્સ હાથ મેળવવા આવ્યો તો ભડક્યો 'ભાઈજાન', સલમાન ખાનનો VIDEO જોઇને લોકો બોલ્યા 'ઘમંડ તો જુઓ'

Megha

Last Updated: 11:40 AM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાનનો મુંબઈ એરપોર્ટનો એક વીડિયો ચર્ચામાં આવ્યો છે. જેમાં ભીડથી ઘેરાયેલો સલમાન ખાન કંઈક અંશે ગુસ્સામાં જોવા મળી રહ્યો છે અને તેની સાથે તેનો બોડીગાર્ડ શેરા પણ છે.

  • સલમાનનો મુંબઈ એરપોર્ટનો એક વીડિયો ચર્ચામાં આવ્યો
  • ભીડથી ઘેરાયેલો સલમાન ખાન કંઈક અંશે ગુસ્સામાં જોવા મળી રહ્યો છે
  • આ વીડિયો પર લોકો વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે

સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન હાલ થિયેટરમાં રિલીઝ થઈ ચૂકી છે અને લોકોને પસંદ પણ આવી રહી છે. એવામાં આ બધા વચ્ચે સલમાનનો મુંબઈ એરપોર્ટનો એક વીડિયો ચર્ચામાં આવ્યો છે. જણાવી દઈએ કે એ વિડીયોમાં ભીડથી ઘેરાયેલો સલમાન ખાન કંઈક અંશે ગુસ્સામાં જોવા મળી રહ્યો છે અને તેની સાથે તેનો બોડીગાર્ડ શેરા પણ છે.તે ચાહકોને સલમાનથી દૂર લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો છે.આ વીડિયો પર લોકો વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે અને ઘણા લોકોએ સલમાનને ઘમંડી ગણાવ્યો છે. 

સલમાન ખાન બુધવારે સાંજે દુબઈથી પરત ફર્યો હતો અને તે મુંબઈ એરપોર્ટ પર ભીડથી ઘેરાઈ ગયો હતો. વિડીયોમાં જોઈ શકાય છે કે ત્યાં સલમાનના કેટલાક ચાહકોએ તેને ઘેરી લીધો હતો.આ દરમિયાન એક ફેને સલમાન સાથે હાથ મિલાવવાનો પ્રયાસ કર્યો હતો.સલમાને ગુસ્સાથી તેની સામે જોયું અને શેરા તરફ ઈશારો કર્યો.શેરાએ તે માણસને દૂર ધકેલી દીધો.આ વીડિયો વાયરલ થયો છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Voompla (@voompla)

આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ વિડીયો પર અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે આટલો ઘમંડ કઈ વાતનો છે?, તો બીજા એ કહ્યું કે 'લોરેન્સ ગેંગનો ડર દેખાઈ રહ્યો છે'

જણાવી દઈએ કે સલમાન ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનના પ્રમોશન માટે દુબઈ ગયો હતો. આ દરમિયાન તે એક ઈવેન્ટમાં પહોંચ્યો હતો, જ્યાં તેણે ફેન્સ સાથે વાતચીત પણ કરી હતી. બીજી તરફ સલમાન બુધવારે દુબઈથી મુંબઈ પરત ફર્યો હતો ત્યારનો આ વિડીયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ