બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / salman khan angry on paparazzi sohail khan birthday celebration video gone viral

મનોરંજન / 'પીછે હટો સબ...', ભાઇ સોહેલની બર્થડે પાર્ટીમાં સલમાન ખાનનો પારો આસમાને, Video વાયરલ

Manisha Jogi

Last Updated: 03:39 PM, 20 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોહેલ ખાનના જન્મદિવસની પાર્ટી રાખવામાં હતી, જેમાં આખો પરિવાર સાથે જોવા મળ્યો હતો. સલમાન ખાનની સાથે સલીમ ખાન, હેલન તથા આખો પરિવાર હતો. સોહેલ ખાનના જન્મદિવસની પાર્ટીમાંથી બહાર નીકળતા સલમાન ખાનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

  • સોહેલ ખાનના જન્મદિવસની પાર્ટીનો વિડીયો
  • સલમાન ખાનનો વિડીયો વાયરલ
  • પૈપરાજી પર ગુસ્સે થયા ભાઈજાન

બોલીવુડ એક્ટર સલમાન ખાનના નાના ભાઈ સોહેલ ખાનનો 19 ડિસેમ્બરે જન્મદિવસ હતા. સોહેલ ખાન 53 વર્ષના થઈ ગયા છે. મુંબઈના એક રેસ્ટોરન્ટમાં સોહેલ ખાનના જન્મદિવસની પાર્ટી રાખવામાં હતી, જેમાં આખો પરિવાર સાથે જોવા મળ્યો હતો. સલમાન ખાનની સાથે સલીમ ખાન, હેલન તથા આખો પરિવાર હતો. સોહેલ ખાનના જન્મદિવસની પાર્ટીમાંથી બહાર નીકળતા સલમાન ખાનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં સલમાન ખાન પૈપરાજી પર ગુસ્સો કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે. 

સલમાન ખાનનો પૈપરાજી પર ગુસ્સો
સલમાન ખાન ગુસ્સામાં પૈપરાજીને દૂર રહેવાનો ઈશારો કરી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલ આ વિડીયો પર ફેન્સ અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે. વિડીયોમાં સલમાન ખાન બર્થ ડે પાર્ટીમાંથી બહાર નીકળીને તેમના માતા પિતાને ગાડીમાં બેસાડી રહ્યા છે અને ત્યારપછી તેમની ગાડી પાસે જાય છે. ભીડનો અવાજ સાંભળીને સલમાન ખાન પૈપરાજીની સામે ગુસ્સાથી જોઈ રહ્યા છે. ત્યારપછી દૂર ખસવાનો ઈશારો કરે છે અને કહે છે ‘પીછે હટો સબ’.

યૂઝર્સનું રિએક્શન
સલમાન ખાનનો આ વિડીયો જોઈને યૂઝર્સ સોશિયલ મીડિયા પર અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે. એક યૂઝરે કમેન્ટ કરીને જણાવ્યું કે, ‘શાહરૂખ ખાન ક્યારેય પણ ગુસ્સો કરતા નથી, બંનેમાં આ જ ફરક છે.’ અન્ય યૂઝરે કમેન્ટ કરી કે, ‘સલમાન ભાઈ તો આંખોથી પૈપરાજીને ડરાવી રહ્યા છે.’

અન્ય યૂઝરે કમેન્ટ કરી કે, ‘ભાઈ તેમના પરિવારની સાથે છે અને તેમની માતાને ગાડીમાં બેસાડી રહ્યા છે. અમને ખબર છે કે, ભાઈજાન કેટલા પ્રોટેક્ટીવ છે.’ કેટલાક યૂઝર્સ મજાક ઉડાવી રહ્યા છે કે, ફિલ્મ ‘ટાઈગર 3’ ફ્લોપ થતા સલમાન ખાનને ગુસ્સો આવી રહ્યો છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ