બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / Salangpur Temple Controversy: Big decision taken in Ahmedabad Sant Sammelan

BIG BREAKING / સાળંગપુર ભીંતચિત્ર વિવાદમાં સનાતન સંતોનું મોટું એલાન: સ્વામિનારાયણ સંપ્રદાયના બહિષ્કારની પ્રતિજ્ઞા, મંદિરે કે કોઈ કાર્યક્રમમાં નહીં જવા લોકોને અપીલ

Malay

Last Updated: 01:04 PM, 3 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Salangpur Temple Controversy: સાળંગપુરમાં હનુમાનજીના અપમાન મુદ્દે સાધુ-સંતોમાં આક્રોશ, સનાતન ધર્મમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયનો કર્યો બહિષ્કાર.

  • સાળંગપુર મંદિર ભીંતચિત્ર વિવાદ ઉગ્ર બન્યો
  • હનુમાનજીના અપમાન મુદ્દે સાધુ-સંતોમાં આક્રોશ
  • સંત સંમેલનમાં સાધુ-સંતોએ કેટલાંક નિર્ણય લીધા 

Salangpur Temple Controversy:  સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભીંતચિત્રોનો વિવાદ વકર્યો છે. આજે અમદાવાદના લંબે નારાયણ આશ્રમ ખાતે સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંત સંમેલનમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો હાજર છે. સંત સંમેલનમાં સાધુ-સંતો દ્વારા માટો નિર્ણય લેવામાં આવ્યો છે. સાધુ-સંતો દ્વારા સનાતન ધર્મમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. સાધુ-સંતોએ નિર્ણય લીધો છે કે તેઓ હવે સ્વામિનારાયણ મંદિર ખાતે જશે નહીં અને સાધુ સંતોની સાથે સ્ટેજ પર પણ બેસશે નહીં. 

સાધુ સંતોની યોજાઈ બેઠક
સાળંપુરમાં હનુમાનજીના ભીંતચિત્રોને લઈને અમદાવાદ-સાણંદ હાઈવે પર આવેલા લંબે નારાયણ આશ્રામ ખાતે સાધુ સંતોની બેઠક યોજાઈ છે. જેમાં રાજ્યભરના મોટી સંખ્યામાં સાધુ-સંતો હાજર છે. જેમાં મહામંડલેશ્વર માં વિશ્વેશ્વરી ભારતીજી માતા, મહામંડલેશ્વર શ્રી કલ્યાણનંદ ભારતી બાપુ, મહામંડલેશ્વર ઋષિભારતી બાપુ સરખેજ, મહામંડલેશ્વર મહેન્દ્રગીરી બાપુ જૂનાગઢ, મોહનદાસ બાપુ, દિલીપ દાસ બાપુ, જ્યોતિ નાથ બાપુ, દેવનાથ બાપુ કચ્છ, મહામંડલેશ્વર પ્રેમાનંદ બાપુ, રાજાશાસ્ત્રી બાપુ દાહોદ, હર્ષદ ભારતી બાપુ નાસિક સહિત મોટી સંખ્યામાં સંતો હાજર છે. 

સાધુ-સંતોની બેઠકમાં સાધુ-સંતોએ શપથ લીધા
જેમાં લંબે નારાયણ આશ્રમમાં સાધુ-સંતોએ શપથ લીધા છે. સાધુ-સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કર્યો છે. સાધુ-સંતોએ સ્વામિનારાણના સંતોના કાર્યક્રમમાં ન જવા શપથ  લીધા છે.

શું છે સમગ્ર વિવાદ?
આ સમગ્ર વિવાદની શરૂઆતની વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર બોટાદ સ્થિત સાળંગપુરમાં આવેલા કષ્ટભંજન મંદિરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમાની તસવીરો વાયરલ થઇ રહી છે. આ પ્રતિમાની નીચે કેટલાક ભીંતચિત્રો દોરવામાં આવ્યા છે. આ ચિત્રોમાં નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) સમક્ષ હનુમાનજી નમસ્કાર કરતી મુદ્રામાં દેખાઇ રહ્યાં છે. સંતોનું કહેવું છે કે આ હનુમાનજીનું અપમાન છે અને સ્વામીનારાયણ સંતોને હનુમાનજી કરતાં મહાન દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે અયોગ્ય છે. વાયરલ થઇ રહેલા આ ફોટામાં જોઈ શકાય છે કે, ભગવાન હનુમાનજીને સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ ચિતરવામાં આવ્યા છે, જે ચિત્રો વાયરલ થતાં સાધુ સંતો અને ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ