બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / મૂવી સમીક્ષા / Salaar broke the record of dunki jawan pathaan, highest box office earning of this year on opening day

બોલિવૂડ / પ્રભાસે તો શાહરુખને પણ પછાડ્યો: સાલારે તોડી નાંખ્યા 2023ના તમામ રેકોર્ડ, જવાન-પઠાન કરતાં વધુ કમાણી કરી, જાણો ક્યાં પહોંચી ડંકી

Vaidehi

Last Updated: 07:04 PM, 23 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રભાસની ફિલ્મ સલારે શાહરૂખની ડંકી સહિત આ વર્ષની તમામ ફિલ્મોનો રેકોર્ડ બ્રેક કર્યો. રિલીઝ થયાં પહેલા અને બાદ સૌથી વધુ કમાણી કરી.

  • પ્રભાસની ફિલ્મ સલારે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ
  • ડંકી સહિત શાહરૂખ ખાનની તમામ ફિલ્મોનો રેકોર્ડ બ્રેક
  • એડવાંસ બુકિંગ અને ઓપનિંગ ડે પર જોરદાર કમાણી

પ્રભાસની ફિલ્મ સલાર ગઈકાલે એટલે કે 22 ડિસેમ્બરનાં રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. સલારે પોતાના ઓપનિંગ ડે પર દુનિયાભરમાંથી 178.7 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. તેમાંથી 90 કરોડ ઈન્ડિયન બોક્સ ઓફિસનાં છે. 

રેકોર્ડ બ્રેક
શાહરૂખ ખાનની ફિલ્મ પઠાન-જવાન , બધાંનાં રેકોર્ડસ્ આ ફિલ્મે બ્રેક કરી દીધાં છે. સલાર આ વર્ષની સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મ બની ગઈ છે. તો બીજી તરફ શાહરુખ ખાનની ફિલ્મ ડંકીએ 29.20 કરોડથી ઓપનિંગ કરી જ્યારે બીજા દિવસે 20.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ડંકીએ બંને દિવસોમાં માત્ર 50 કરોડ જ ભેગા કર્યાં છે.

સૌથી વધુ એડવાંસ બુકિંગવાળી ફિલ્મ
માત્ર કલેક્શનની દ્રષ્ટિએ જ નહીં પણ એડવાંસ બુકિંગનાં મામલામાં પણ પ્રભાસની સલારે શાહરૂખ ખાનની ડંકીને પાછળ મૂકી દીધી છે. USAમાં તો આ વર્ષની સૌથી વધુ એડવાંસ બુકિંગ કરવામાં આવેલ પહેલી ભારતીય ફિલ્મ બની ગઈ છે. ભારતમાં એડવાંસ બુકિંગની મદદથી આ ફિલ્મે આશરે 49 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું... આ આંકડો ડંકીનાં પ્રથમ દિવસની બોક્સ ઓફિસ કમાણીથી પણ વધારે છે.

સલાર રિવ્યૂ
ભાસની આ ફિલ્મમાં પૃથ્વીરાજની એક્ટિંગ તમારું દિલ જીતી લેશે પણ તેમને જોવા માટે તમારે રાહ જોવી પડશે. સલારની સ્ટોરી કંઈ નવી નથી..2 મિત્રોની વચ્ચેની સ્ટોરી કે જે આપણે વર્ષોથી સાંભળતા આવ્યાં છીએ એવું જ કંઈક છે. પણ આ સ્ટોરીને જે ટ્રીટમેંટ આપવામાં આવી છે તે જોવા માટે તમારે જરૂરથી જવું જોઈએ. જો તમે KGF ફ્રેંચાઈઝીનાં ફેન છો તો તમને હોમબ્લેની આ ફિલ્મ સલાર પણ ખુબ ગમશે. 

એક્ટિંગ 
પ્રભાસે આ ફિલ્મને પોતાની એક્ટિંગથી ન્યાય અપાવવાનો પ્રયાસ કર્યો છે. એક્શન સીનમાં તેઓ નેચરલ દેખાયા. પૃથ્વીરાજ હંમેશાની જેમ જ શાનદાર દેખાયા છે. પેન ઈન્ડિયા ઓડિયંસે અત્યાર સુધી તેમને હીરો તરીકે જ જોયા છે પણ આ ફિલ્મમાં તેમનો કેરેક્ટર બ્લેક એન્ડ વાઈટ છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Box Office Dunki Salaar ડંકી બોક્સ ઓફિસ સલાર Salaar Box Office
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ