બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / વિશ્વ / russia ukraine america denes on using indian civilians as human shields by ukraine

યુદ્ધ / યુક્રેન દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને બંધક બનાવવાના રશિયાના આરોપો મુદ્દે અમેરિકાએ શું કહ્યું, જુઓ

Dhruv

Last Updated: 09:31 AM, 3 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીયોને બંધક બનાવી યુક્રેનનો ઢાલ તરીકે ઉપયોગ કરવાના રશિયન સરકારના નિવેદન પર અમેરિકાએ મહત્વની પ્રતિક્રિયા આપી છે.

  • રશિયાએ યુક્રેન પર લગાવ્યા હતા ગંભીર આરોપ
  • USએ કહ્યું - 'રશિયા દ્વારા ખોટી માહિતી ફેલાવાઇ રહી છે'
  • યુક્રેને પણ રશિયાના આરોપોને નકાર્યા

US સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ કહ્યું કે, 'અમે નાગરિકોનો માનવ ઢાલ તરીકે ઉપયોગમાં લેવાતા હોવાના કોઈ જ અહેવાલ નથી જોયા. આ રશિયાના પ્રચાર યુદ્ધનું પરિણામ છે.'

અમેરિકાએ ફરી વાર રશિયાના હુમલાની નિંદા કરી

નેડ પ્રાઈસ (Ned price)એ કહ્યું કે, રશિયા દ્વારા આવી ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે, અમેરિકા યુક્રેન પર રશિયાના હુમલા અને નાગરિકો વિરુદ્ધ હિંસા અને આ હુમલામાં તેમના મૃત્યુ પર પણ સખત નિંદા કરે છે.

બુધવારે રાત્રિના રશિયાએ આરોપ લગાવ્યો હતો

તમને જણાવી દઈએ કે, યુક્રેનમાં હજુ પણ સેંકડો ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા હોવાના અહેવાલ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રાત્રે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથેની વાતચીતમાં આ વિદ્યાર્થીઓને વહેલી તકે બહાર કાઢવા અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, યુક્રેનની સેના ભારતીય વિદ્યાર્થીઓને બંધક બનાવીને ઢાલ તરીકે ઉપયોગ કરી રહી છે. ભારતીય વિદ્યાર્થીઓને રશિયાની ધરતી પર જતા રોકવામાં આવી રહ્યાં છે. વાતચીત બાદ રશિયાના રાષ્ટ્રપતિ ભવન તરફથી આ આરોપોને લઈને એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું હતું.

ભારતીયોને બહાર કાઢવા માટે સૂચના અપાઇ

વ્લાદિમીર પુતિને પીએમ મોદીને કહ્યું કે, ભારતીય વિદ્યાર્થીઓને યુદ્ધ ક્ષેત્રમાંથી બહાર કાઢીને ભારત મોકલવા માટે તમામ જરૂરી સૂચનાઓ જારી કરી દેવાઇ છે. રશિયન સેના આ દિશામાં તમામ પ્રયાસો કરી રહી છે. રશિયન આર્મી ભારતીય વિદ્યાર્થીઓના તાત્કાલિક બચાવ માટે ખારકિવથી રશિયા સુધી સુરક્ષિત કોરિડોર બનાવવા પર પણ કામ કરી રહી છે.

યુક્રેને રશિયાના આરોપોને નકાર્યા

આ સાથે જ યુક્રેને રશિયાના આ આરોપોને ફગાવી દીધા છે. ટ્વિટર પર યુક્રેનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે, અમે ભારત, પાકિસ્તાન, ચીન અને અન્ય દેશોની સરકારોને અપીલ કરીએ છીએ કે તેઓ મોસ્કો પાસેથી માંગ કરે કે તેમના વિદ્યાર્થીઓને યુક્રેનના અન્ય શહેરોમાં જવા માટે સુરક્ષિત કોરિડોરની મંજૂરી આપવામાં આવે. આ વિદ્યાર્થીઓને ખારકિવ અને સુમીમાં રશિયન આક્રમકતા દ્વારા બંધક બનાવવામાં આવ્યાં છે.

યુએનમાં વોટિંગ ન કરવા પર યુક્રેન નથી નારાજ

રશિયાના આ આરોપો અને તાજેતરમાં જ ભારતીયોની સાથે યુક્રેનની પોલીસનું ગેરવર્તન કર્યાનો વીડિયો સામે આવ્યો હતો. જ્યાર બાદ હવે એવી ચર્ચા થઇ રહી છે કે, શું કદાચ યુક્રેનનું આ વર્તન ભારતે યુએનમાં વોટિંગ ન કરવાના કારણે તો નથી ને. ક્યાંક યુક્રેન નારાજગીમાં તો આવું નથી કરી રહ્યું ને.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ