બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / વિશ્વ / russia news russian president vladimir putin suffers cardiac arrest claim reports

BIG BREAKING / પુતિનને આવ્યો હાર્ટઍટેક! પોતાના નિવાસસ્થાને જમીન પર પડેલા મળ્યા, રિપોર્ટમાં દાવાથી રશિયામાં હડકંપ

Malay

Last Updated: 01:00 PM, 24 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Russia News: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને હાર્ટ એટેક આવ્યો છે. ટેલિગ્રામ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તેઓ બેડરૂમમાં જમીન પર નીચે પડેલા જોવા મળ્યા, તેમની તબિયત હાલ કેવી છે, તેને લઈને પણ માહિતી સામે આવી છે.

  • રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને હાર્ટ એટેક આવ્યોઃ સૂત્રો
  • ટેલિગ્રામ ચેનલની પોસ્ટમાં કરવામાં આવ્યો દાવો 
  • રૂમના જમીન પર નીચે પડેલા જોવા મળ્યા પુતિનઃ સૂત્રો

Russia News: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તેઓ તેમના બેડરૂમમાં જમીન પર નીચે પડેલા મળી આવ્યા. આ દાવો ક્રેમલિનના એક આંતરિક સૂત્ર દ્વારા ચલાવવામાં આવી રહેલી ટેલિગ્રામ ચેનલની પોસ્ટમાં કરવામાં આવ્યો છે. ટેલિગ્રામ ચેનલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સુરક્ષાગાર્ડોએ તેમને તેમના રૂમના ફ્લોર (જમીન) પર પડેલા જોયા. જોકે, તાત્કાલિક તેમની સારવાર કરવામાં આવી હતી, ત્યારબાદ તેમની તબિયતમાં થોડો સુધારો થયો છે. આપને જણાવી દઈએ કે VTV ન્યૂઝ આ સમાચારની પુષ્ટિ કરતું નથી. 

UNSCમાં ભારતને સ્થાયી સદસ્યતા મળવી જોઈએ' રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ખૂલીને  કર્યું સમર્થન, PM મોદીના કર્યા ભારોભાર વખાણ | India should get permanent  membership ...

ટેલિગ્રામ ચેનલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વ્લાદિમીર પુતિનના બેડરૂમની બહાર તૈનાત સુરક્ષા ગાર્ડ્સને અંદરથી જોરથી નીચે પડવાનો અવાજ સંભળાયો. આ પછી તેઓએ અંદર જઈને જોયું તે પુતિન નીચે જમીન પર પડેલા હતા. જે બાદ તાત્કાલિક જ ડોક્ટરોને બોલાવવામાં આવ્યા હતા અને તેમને સ્પેશિયલ ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.

બોડી ડબલ્સનો કરી રહ્યા છે ઉપયોગઃ દાવો
ટેલિગ્રામ ચેનલ જનરલ એસવીઆર નિયમિતપણે રશિયન રાષ્ટ્રપતિના સ્વાસ્થ્ય પર ટિપ્પણી કરે છે અને કહે છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બીમાર છે. ચેનલ પર એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તાનાશાહ વિદેશ પ્રવાસ દરમિયાન બોડી ડબલ્સનો ઉપયોગ કરી રહ્યા છે.

પુતિન હવે 'પતાવી દેવાના' મૂડમાં? પશ્ચિમી દેશોને આપી દીધી છેલ્લી વોર્નિંગ |  vladimir putin warning to western countries on sanctions and no fly zone  amid russia ukraine war

રૂમમાંથી અચાનક આવ્યો અવાજ 
જનરલ એસવીઆરએ જણાવ્યું કે, "મોસ્કો સમય અનુસાર રાત્રે લગભગ 9 વાગ્યે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિવાસસ્થાન પર ફરજ પરના સુરક્ષાકર્મીઓને રાષ્ટ્રપતિના રૂમમાંથી કંઈક નીચે પડવાનો અવાજ સંભળાયો. બે સુરક્ષાકર્મીઓ તાત્કાલિક રાષ્ટ્રપતિના બેડરૂમમાં ગયા અને જોયું તો પુતિન બેડની બાજુમાં જમીન પર નીચે પડેલા હતા. એવું માનવામાં આવે છે કે જ્યારે રાષ્ટ્રપતિ પડી ગયા ત્યારે તેમણે ટેબલ પકડવા પ્રયાસ કર્યો હતો. જેના કારણે અવાજ થયો હતો." 

ડ્રોક્ટરોએ જણાવી મોતની તારીખઃ દાવો
રશિયન રાષ્ટ્રપતિ કેન્સર સહિત અન્ય ઘણી બીમારીઓથી પીડિત છે. ટેલિગ્રામ ચેનલ જનરલ એસબીઆરએ દાવો કર્યો છે કે પુતિનની તબિયતને ધ્યાનમાં રાખીને ડોક્ટરોએ કહ્યું છે કે તેઓ આ શિયાળા પછી જીવિત રહી શકશે નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ