બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Russia military plane carrying 65 Ukrainian prisoners of war crashes

રશિયા / VIDEO : ભડભડ બળતું આખું વિમાન ઉપરથી નીચે પડ્યું, 65 લોકો જીવતા સળગી ગયા, ખૌફનાક વીડિયો

Hiralal

Last Updated: 04:08 PM, 24 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયાનું એક વિમાન યુક્રેનની સરહદ નજીક ક્રેશ થયું હતું જેમાં 65 યુદ્ધકેદીઓ જીવતા બળી ગયા હતા.

  • રશિયાનું વિમાન યુક્રેનની સરહદ નજીક ક્રેશ 
  • 65થી વધુ લોકોના મોત
  • મૃતકો હતા યુદ્ધકેદી, અપહરણ કરીને લઈ જવાતા હતા 

રશિયાનું એક વિમાન યુક્રેનની સરહદ નજીક ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 65 લોકોના મોત થયા છે. રશિયાનું ઇલ્યુશિન-76 વિમાન યુક્રેનની સરહદે આવેલા વિસ્તાર બેલગોરોડમાં ક્રેશ થયું છે. વિમાનમાં યુક્રેનની સેનાના જવાનો હતા, જેમનું યુદ્ધકેદી તરીકે અપહરણ કરવામાં આવ્યું હતું. 65 લોકોમાં 6 ક્રૂ મેમ્બર અને ત્રણ એસ્કોર્ટ પણ હતા સામેલ હતા. 

મૃતકો હતા યુદ્ધકેદીઓ
પ્લેન ક્રેશમા મોતનો ભોગ બનનાર લોકો યુદ્ધકેદી હતા અને તેમને અપહરણ કરીને લઈ જવાતા હતા પરંતુ વચ્ચે જ તેઓ મોતને ભેટ્યા. પ્લેન ક્રેશનું કોઈ કારણ અપાયું નથી. 

પ્લેન ક્રેશનો વીડિયો વાયરલ 
આ પ્લેન ક્રેશનો વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, યાબ્લોનોવો ગામની પાસે વિમાન ઝડપથી નીચે આવી રહ્યું છે અને પછી એક પ્રચંડ વિસ્ફોટ બાદ આગ લાગી ગઈ છે. આગની તેજસ્વી જ્વાળાઓને વધતી જોઈને વિમાન સંપૂર્ણપણે બળીને ખાખ થતું જોવા મળ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ