રૂપાણી સરકારે MSME ઉદ્યોગને લઈને એમેઝોન સાથે MOU સાઈન કર્યા છે. જેને કારણે હવે ગુજરાતની જનતા વિશ્વના દેશોમાં ઘરે બેઠા વેપાર કરી શકશે
રૂપાણી સરકારે એમેઝોન સાથે MSME ઉદ્યોગને લઈ MOU કર્યા
ગુજરાતની જનતાને હવે થશે મોટો ફાયદો
ઘરઆંગણેથી લોકો કરી શકશે વેપાર
ગુજરાતના MSME ઉદ્યોગોને લઈને ઈ-કોમર્સ એક્સપોર્ટના નવા દ્વારા ખુલશે. જેમા હવે MSME ઉદ્યોગોને હવે ઘરઆંગણેથી વિશ્વ વેપાર કારોબારની તક મળશે. રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગે એમેઝોન સાથે MOU કર્યા છે. આપને જણાવી દઈએ કે મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં MOU થયા હતા.
આતરાષ્ટ્રીય બજારોમાં જશે ગુજરાતની પ્રોડક્ટ
એમેઝોનના 17 ફોરેન ડીજીટલ માર્કેટપ્લેસના ગ્રાહકોને સીધું કરી શકે. રૂપાણી સરકારે લીધેલા આ મહત્વના પગલાને કારણે મેડ ઈન ગુજરાત પ્રોડક્ટ્સ આતંરરાષ્ટ્રિય બજારોમાં અને ઉપભોક્તા સુધી સરળતાથી પહોચશે. જેને કારણે સ્થાનિક વેપારને પણ વેગ મળશે.
વિશ્વના દેશોમાં ગુજરાતીઓ વેપાર કરી શકશે
આપને જણાવી દઈએ કે એમેઝોન ખાસ કરીને ટેક્ષ્ટાઈલ,જેમ એન્ડ જવેલરી,હસ્તકલા કારીગરી ની ચીજ વસ્તુઓ તેમજ હેલ્થ કેર પ્રોડક્ટ અંતર્ગત હર્બલ પ્રોડક્ટ ઓર્ગેનિક પ્રોડક્ટ માટે ગુજરાત ના એમ.એસ.એમ.ઇ ને વિશ્વના દેશોના ગ્રાહકો સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે.
વિવિધ જિલ્લાઓમાં થશે વર્કશોપનું આયોજન
હવે આ એમ.ઓ.યુ. ની ફલશ્રૃતિએ ઉદ્યોગ વિભાગના સહયોગથી એમેઝોન રાજ્યમાં MSME ક્લસ્ટર્સ ધરાવતા મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, ભરુચ અને રાજકોટ સહિત ના શહેરોમાં B2C ઇ-કોમર્સ એક્સપોર્ટ અંગે ટ્રેનિંગ સેશન અને વેબીનાર તથા વર્કશોપના આયોજન કરી MSME એકમોને પોતાની પ્રોડક્ટ વિશ્વ બજારમાં પહોચડવામાં સહાયરૂપ બનશે.
ઉદ્યોગ વિભાગના મુખ્ય સચિવે આપી હતી હતી હાજરી
મહત્વનું છે કે આ કાર્યક્રમમાં ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ડો. રાજીવ કુમાર ગુપ્તા અને એમેઝોનના પ્રોજેક્ટ હેડ, પબ્લિક પોલિસિ ઓપરેશન હેડ સહિતના અધિકારીઓ પણ આ અવસરે સહભાગી થયા હતા.
17 દેશોમાં પહોચી શકશે ગુજરાતની પ્રોડક્ટ
ઉલ્લેખનીય છે કે આ એમઓયુને કારણે યુ.એસ., કેનેડા, બ્રાઝિલ, ફ્રાંસ, જર્મની, યુ.કે., ઓસ્ટ્રૈલીયા,જાપાન,સિંગાપોર, ટર્કી અને યુ.એ.ઇ. જેવા ૧૭ દેશોમાં કાર્યરત એમેઝોનના ડીજીટલ માર્કેટ પ્લેસ ગુજરાતના MSME એકમો માટે બિઝનેસ ટુ કસ્ટમર્સ (B2C) ઇ-કોમર્સ એક્સપોર્ટની એટલે કે નિકાસ દ્વારા ગ્રાહકો સાથે જ સીધા વેચાણની નવી તકો ઉભી કરશે.