બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Rohit Sharma will make new history with this ball month first player international cricket

ક્રિકેટ / રોહિત શર્મા આ મહિને બોલને લઈને નવો ઈતિહાસ રચશે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ પ્લેયર હશે

Kashyap

Last Updated: 10:43 AM, 20 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં ભારત-બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ભારતે જીતી લીધી. બે મેચની ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચ ૨૨ નવેમ્બરથી શરૂ થશે, જે ડે-નાઇટ ટેસ્ટ મેચ છે. ભારત અને બાંગ્લાદેશના ક્રિકેટના ઇતિહાસમાં એવું પહેલી વાર બનશે, જ્યારે ટીમ ડે-નાઇટ ટેસ્ટમાં પિન્ક બોલથી રમવા ઊતરશે. કોલકાતા ટેસ્ટમાં રમીને રોહિત શર્મા ક્રિકેટની દુનિયામાં એક નવો ઇતિહાસ રચશે.

ટીમ ઇન્ડિયાના ઓપનર રોહિત શર્મા ક્રિકેટના ઇતિહાસનાં પાનાં પર પોતાનું નામ સોનેરી અક્ષરમાં નોંધાવવાનો છે. નવેમ્બરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-૨૦ શ્રેણી બાદ બે મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થઈ છે. નવેમ્બરમાં રોહિત શર્મા ત્રણ અલગ અલગ રંગના બોલથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવાનો છે. આવું કરીને રોહિત એક નવો ઇતિહાસ રચી દેશે.

ઉલ્લેખનીય છે કે રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની ટી-૨૦ શ્રેણીમાં વ્હાઇટ બોલથી રમ્યો. જ્યારે ઇન્દોરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં તે રેડ બોલથી રમ્યો હતો અને કોલકાતામાં રમાનારી શ્રેણીની બીજી અને અંતિમ ડે-નાઇટ ટેસ્ટમાં તે પિન્ક બોલથી ક્રિકેટ રમશે. આમ રોહિત એક જ મહિનામાં ત્રણ અલગ અલગ રંગના બોલથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમશે.

ભારતીય ટીમના નવા ટેસ્ટ ઓપનર રોહિત શર્મા દુનિયાનો એવો પ્રથમ ખેલાડી બની જશે, જે વ્હાઇટ, રેડ અને પિન્ક બોલથી એક મહિનામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો હોય. રોહિત શર્માનું ધરખમ ફોર્મ જોતાં તેનું બંને ટેસ્ટમાં રમવું નક્કી જ છે. સિવાય કે તે ઈજાગ્રસ્ત થાય.

આવી જ સિદ્ધિ બાંગ્લાદેશી ખેલાડી પણ હાંસલ કરી શકે છે કે જેઓ ટી-૨૦ શ્રેણીમાં રમ્યા હતા. આવા ખેલાડીમાં લિટન દાસ, મહંમદુલ્લાહ, મુશ્ફિકુર રહીમ, મોહંમદ મિથુન, મુસ્તફિઝુર રહમાન, અમીનુલ ઇસ્લામ અને મોસાદ્દેક હુસેનના નામ સામેલ છે, જેઓ રોહિતની જેમ એક જ મહિનામાં ત્રણ અલગ અલગ રંગના બોલથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમશે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં ૧૧ ડે-નાઇટ ટેસ્ટ મેચ રમાઈ ચૂકી છે. ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, વિન્ડીઝ, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, શ્રીલંકા અને ઝિમ્બાબ્વેની ડે-નાઇટ ટેસ્ટમાં પિન્કથી બોલથી રમી ચૂકી છે, પરંતુ આ ટીમમાંનો એક પણ ખેલાડી એક મહિનામાં ત્રણ અલગ અલગ રંગના બોલથી આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો નથી.
 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket Rohit Sharma Sports News Team India international cricket Cricket
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ