બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / video reshma patel breaks down on vtv after hardik patel joined bjp

પ્રતિક્રિયા / VIDEO : આવું બોલતા પહેલા હાર્દિકે થોડી તો શરમ કરવી જોઈતી હતી, રેશમા પટેલ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા

Published By: Mayur

Last Updated: 02:04 PM, 2 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્દિક પટેલ આજે ભાજપમાં જોડાયા હતા જેને લઈને રેશમા પટેલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. ટીવી પર આંદોલનમાં શહીદ થયેલ યુવાનોની વાત કરતાં તેઓ ભાવુક થઈને રડી પડ્યા હતા.

  • હાર્દિક પટેલના ભાજપમાં જોડાવા પર રેશમા પટેલની પ્રતિક્રિયા 
  • કહ્યું હાર્દિક પટેલ ભાજપમાં જતાં પહેલા શહીદોના દીકરાઓનો પણ વિચાર ન કર્યો 
  • અમે પરિવારજનો સાથે વાત નથી કરી શકતા 

આજે હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા હતા જેને લઈને રેશમા પટેલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. ટીવી પર આ અંગે વાત કરતાં તેઓ ભાવુક થઈને રડી પડ્યા હતા. 

હાર્દિકે અંદરખાને પોલિટીક્સ કર્યું 

રેશમા પટેલે કહ્યું હતું કે હાર્દિકભાઈ પોતે વ્યક્તિગત સ્વાર્થ માટે સમાજ સાથે અન્યાય કર્યો છે. તે ખરાબ પોલિટીક્સ કરી રહ્યા છે. તેણે સાચા આંદોલનને ખોટા રસ્તે લઈ જઈને સમાજ સાથે ખોટું કર્યું છે. અમે ઘણી વખત તેને ખુલ્લો પાડવાની ટ્રાય કરી પણ અમે નાના પડતાં હતા. તેને કોંગ્રેસમાં સ્વાર્થ લાગ્યો તો ત્યાં જોડાયા પણ ત્યાં પણ સ્વાર્થ ન પૂરો થયો તો જે થાળીમાં ખાધું તેમાં જ થૂંકી દીધું. આ પ્રકારની પ્રતિક્રિયા રેશ્મા પટેલે આપી હતી. 

હાર્દિક સિંહ નહીં ખિસકોલી છે. 

તેમણે કહ્યું હતું કે હાર્દિક પોતે સિંહ હોવાની વાતો કરતાં હતા પણ આજે તેમણે સાબિત કરી દીધું છે કે તેઓ સિંહ નહીં પણ ખિસકોલી છે. 

ભાજપે વાયદા પૂરા કર્યા જ નથી 

તેમણે કહ્યું હતું કે ભાજપે પોતાના વાયદા ક્યારેય પૂરા કર્યા નથી. તેમણે 2017 ના વાયદા પૂરા કર્યા નથી. શહીદોના ઘરના લોકોને પરિવારજનોને નોકરી મળતી નથી અને હાર્દિક પટેલના જોડાયા પછી ભાજપ તેને પણ દગો આપશે તેવો મને વિશ્વાસ છે. 

બોલતા પહેલા હાર્દિકે થોડી શરમ તો કરવી હતી : રેશમા પટેલ

હાર્દિકે થોડી તો શરમ કરવી જોઈતી હતી કે શહીદોના પરિવાર વિશે આવું બોલતા. તેમણે કહ્યું કે હાર્દિકે કહ્યું હું થોડી સળગાવવા ગયો હતો આવું સાંભળતા મને ખૂબ દુઃખ થઈ રહ્યું છે. આજ દિન સુધી પાટીદારોના યુવાનોને ન્યાય નથી મળ્યો તો હવે શું હાર્દિક કરી લેવાનો. હવે સૂફિયાણી વાતો કરે છે કે 2 મહિનામાં અમે ન્યાય અપાવી દઈશું.

 

આંદોલન દરમિયાન જે દીકરાઓ ગયા છે તેના માટે આજે મને થાય છે કે હું પણ પાપની ભાગીદાર બની છું. ભાજપે એકપણ વચન પાળ્યા નથી. તેમણે કહ્યું હતું કે અમે બધા લડ્યા હતા તેના ફોટા પોસ્ટરમાં મોટાં હતા. અમે અમારો અન્યાય ભૂલી ગયા પણ જેણે પોતાના દીકરા ગુમાવ્યા 

હું મારી મર્યાદામાં બોલું છું. 
તેમણે કહ્યું હતું કે આજે ક્યાં ગઈ સમાજની વાત? આજે તેઓ માત્ર હિન્દુ હિન્દુની વાત કરે છે. હું પણ હિન્દુ છું પણ જેણે દીકરાઓ ગમાવ્યા છે તેમની લાગણીનો તો વિચાર તો કરો. 

અમે કયા મોઢે પરિવાર સાથે વાત કરીએ?

તેમણે કહ્યું હતું કે મૃતકોના પરિવારજનોને અમે ફોન પણ નથી કરી શકતા. તેઓને પૈસા આપવાથી કશું નહીં થાય. અમે ફોન પર વાત નથી કરી શકતા કારણ કે તેઓ સમજે છે કે અમારા કારણે તેમના દીકરાઓ શહીદ થયા. 
તેમણે કહ્યું હતું કે હું સ્વીકારું છું, પાટીદાર આંદોલનના અમે બધા જ ફેલ છીએ, શહીદના પરિવારને ફોન કરીને પણ શું કરીએ? અમે આગેવાની લઈને નીકળ્યા હતા પણ હવે સમાજ સાથે અન્યાય થયો છે અને એ ભાજપે કર્યો છે. ભાજપે આગેવાનોની હાજરીમાં આપેલ વચનો પૂરા કર્યા નથી. 

ગુજરાતના રાજકારણમાં છેલ્લાં કેટલાંય સમયથી ચાલતી અટકળોનો આજે અંત આવી ગયો છે. હાર્દિક પટેલ આજે ગાંધીનગરના કમલમ ખાતે વિધિવત રીતે C.R પાટીલની હાજરીમાં કેસરિયો ખેસ પહેરીને ભાજપમાં એન્ટ્રી મારી હતી. આ પહેલાં હાર્દિકે પોતાના ઘરે દુર્ગાપૂજા કરી હતી અને બાદમાં SGVP ગુરૂકુળ ખાતે ગૌ પૂજા કરી હતી. હાર્દિક પટેલ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે તે  પહેલા  ગાંધીનગરના કમલમ ખાતે સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ હતી.અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પણ હાર્દિકના ભાજપ પ્રવેશ પહેલાં પોસ્ટરો લગાવી દેવાયા હતાં. 

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હવે અંતે હાર્દિક આજે ભાજપમાં કેસરિયા કરશે. ત્યારે એ પહેલાં હાર્દિકે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, 'આજથી નવા અધ્યાયનો પ્રારંભ કરવા જઇ રહ્યો છું. ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના નેતૃત્વમાં ચાલી રહેલા રાષ્ટ્રસેવાના ભગીરથ કાર્યમાં એક નાનો સિપાહી બનીને કામ કરીશ.'

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Politics Vtv Exclusive reshma patel crying video reshma patel on hardik patel રેશમા પટેલ હાર્દિક પટેલ Reshma Patel

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ