બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Reserve Movement Case: Patidar Leaders Meet CM Patel After the meeting, the government said it would withdraw the case

BIG NEWS / અનામત આંદોલન કેસ: પાટીદાર નેતાઓ CM પટેલને મળ્યા, બેઠક બાદ કહ્યું વહેલામાં વહેલી તકે તમામ કેસો પરત ખેંચશે સરકાર

Vishnu

Last Updated: 06:24 PM, 10 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ પાટીદાર સાંસદો દિલ્હીથી સીધા જ ગાંધીનગર સીએમ ભૂપેન્દ્ર પટેલને અનામત આંદોલનના કેસ તાત્કાલિક પરત ખેચવાની રજૂઆત કરવા પહોંચ્યા હતા

  • ગાંધીનગરમાં CM સાથે પાટીદાર સાંસદોની બેઠક પૂર્ણ
  • અમે તમામ સમાજના MP છેઃ મોહન કુંડારિયા
  • અન્ય સમાજના કેસ પણ પાછા ખેચવાની રજૂઆત કરી છેઃ મોહન કુંડારિયા

વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા સૌ કોઈ પોતાની વૉટબેંક મજબૂત કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ભાજપના તમામ પાટીદાર સાંસદોએ સમાજની મુખ્ય રજૂઆતને સીએમ સુધી પહોંચાડવાનો નિર્ધાર કર્યો છે.સરકાર તાત્કાલિક અનામત અંદોલન સમયના કેસો પાછા ખેંચે તેવી રજૂઆત કરવા ભાજપના તમામ પાટીદાર સાંસદો દિલ્હીથી સીધા જ ગાંધીનગર પહોંચ્યાં હતા. એકસાથે CMને રજૂઆત કરી બાકી રહેલા 140 કેસો પાછા ખેચવા તેમજ અનામત વખતે જીવ ગુમાવેલા પાટીદાર નેતાઓના પરિવારમાંથી કોઈને સરકારી નોકરી આપવા રજૂઆત કરવામાં આવી છે. 

બેઠક બાદ સાસંદોએ શું કહ્યું?
સાંસદ મોહન કુંડારિયાએ કહ્યું હતું કે અનામત આંદોલન વખતે પાટીદાર સમાજની સાથે અન્ય સમાજની લાગણી પણ દુભાણી હોય તો તેમના પણ કેસ પરત ખેંચવાની રજૂઆત કરી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે આમારી રજૂઆતનો હકારાત્મક જવાબ આપ્યો છે. થોડા સમયમાં સરકાર નિર્ણય લેશે તેવુ આશ્વાસન આપ્યું છે.નાના મોટા બધા જ કેસ પરત લેવા એક જુથ થઈ પહેલી વાર સીએમ ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે ત્યારે સરકાર તરફથી પણ સારો જવાબ મળ્યો છે તેવી વાત સાંસદોએ કરી હતી. રમેશ ધડૂકે કહ્યું છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે વહેલામાં વહેલી તકે તમામ કેસો પરત ખેંચશે. 

આ પહેલા નરેશ પટેલ અને પાટીદાર સમાજના અન્ય આગેવાનોએ CMને કરી હતી રજૂઆત
ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, PAAS નેતા અને અન્ય પાટીદારોએ ગાંધીનગર મુખ્યમંત્રી આવાસ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. જેમાં આંદોલનના સમયના બાકી રહેલા પ્રશ્નોની તથા પાટીદાર સમાજના સામે કરાયેલ કેસો ફરી પાછા લેવા મામલે ચર્ચા કરવામાં આવી છે. આ બેઠકમાં નરેશ પટેલ, અલ્પેશ કથીરિયા અને દિનેશ બાંભણિયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ગાંધીનગરમાં CM સાથે પાટીદાર આગેવાનોની મળેલી બેઠક 45 મિનિટ સુધી ચાલી હતી. ત્યારે CM અને પાટીદારો વચ્ચે શું ચર્ચા થઇ? આ અંગે પાસ આગેવાન દિનેશ બાંભણિયાએ માહિતી આપી હતી.

બેઠક બાદ દિનેશ બાંભણિયાએ શું કહ્યું હતું?
આ બેઠક અંગે PAAS આગેવાન દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, નરેશ પટેલની હાજરીમાં બેઠક થઈ છે. કેસ પરત ખેંચવા બાબતે ચર્ચા થઈ છે. કેસ પરત ખેંચવામાં આવશે. મુખ્યમંત્રીએ કેસ પરત ખેંચવા બાંહેધરી આપી છે. યુવાનોને હેરાનગતિ કરવામાં નહીં આવે. CM દુબઇથી પરત આવશે એટલે અધિકારીઓ સાથે બેઠક કરશે. શહિદ પરિવારના એક સભ્યને નોકરી આપવાની ખાત્રી આપી છે. તો રાજદ્રોહના કેસ પરત ખેંચવાની પણ ખાત્રી આપી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ