બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Record-breaking cases of corona virus in India: 12 thousand cases in a single day

ચિંતા / ભારતમાં કોરોના વાયરસના રેકૉર્ડબ્રેક કેસ : એક જ દિવસમાં 12 હજાર લોકો આવ્યા ઝપેટમાં, સરકારનું વધ્યું ટેન્શન

Priyakant

Last Updated: 11:15 AM, 20 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Corona Case Update: હાલમાં દેશભરમાં કોવિડના કુલ 65286 સક્રિય કેસ, તો બીજી તરફ દિલ્હીમાં ગુરુવારે દેશભરમાં સૌથી વધુ 1,767 કોવિડ કેસ નોંધાયા

  • ભારતમાં કોરોના કેસો રોકેટ ગતિએ આગળ વધતાં ચિંતાજનક સ્થિતિ 
  • એક જ દિવસમાં  કોવિડના 12 હજારથી વધુ કેસ નોંધાતા દોડધામ 
  • કોવિડની નવી લહેર દેશમાં દસ્તક દેવાની છે કે કેમ તે અંગે સવાલો

ભારતમાં કોરોના કેસો રોકેટ ગતિએ આગળ વધી રહ્યા હોઇ ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. વાત જાણે એમ છે કે, દેશમાં એક જ દિવસમાં  કોવિડના 12 હજારથી વધુ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. તાજેતરના આંકડા અનુસાર ગુરુવારે (20 એપ્રિલ) કોવિડના 12591 કેસ નોંધાયા છે, જે ગઈકાલની સરખામણીમાં 20 ટકાથી વધુનો ઉછાળો છે. 

ભારતમાં કોરોનાની નવી લહેરના ભણકારા 
કોવિડની નવી લહેર દેશમાં દસ્તક દેવાની છે કે કેમ તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. કોવિડના વધતા જતા કેસોને જોતા આવી અટકળો લગાવવામાં આવી રહી છે. હાલમાં દેશભરમાં કોવિડના કુલ 65286 સક્રિય કેસ છે. તો બીજી તરફ દિલ્હીમાં ગુરુવારે દેશભરમાં સૌથી વધુ 1,767 કોવિડ કેસ નોંધાયા છે, જે ગઈકાલની સરખામણીમાં કોવિડ કેસની સંખ્યા કરતા લગભગ બમણા છે. 

દિલ્હીમાં કુલ કેટલા કેસ નોંધાયા?
બુધવારે દિલ્હીમાં કોવિડના 1,767 નવા કેસ નોંધાયા જ્યારે કોરોના વાયરસના ચેપને કારણે છ દર્દીઓના મોત થયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પરથી આ માહિતી મળી છે. વિભાગના આંકડા અનુસાર શહેરમાં ચેપનો દર 28.63 ટકા હતો. રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડથી વધુ છ લોકોના મૃત્યુ પછી અહીં રોગચાળાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 26,578 થઈ ગઈ છે. મંગળવારે દિલ્હીમાં કોવિડના 1,537 નવા કેસ નોંધાયા હતા, જ્યારે ચેપ દર 26.54 ટકા નોંધાયો હતો.

મુંબઈમાં પણ કોરોના કહેર યથવાત 
બુધવારે મહારાષ્ટ્રમાં કોવિડ-19ના 1,100 નવા કેસ નોંધાયા હતા, જ્યારે ચેપને કારણે વધુ ચાર દર્દીઓના મોત થયા હતા. આરોગ્ય વિભાગે બુલેટિન જાહેર કરીને આ માહિતી આપી છે. બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે, નવા કેસ સામે આવ્યા બાદ રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 81,58,393 થઈ ગઈ છે, જ્યારે ચાર લોકોના સંક્રમણને કારણે મૃત્યુ પામનારની કુલ સંખ્યા વધીને 1,48,489 થઈ ગઈ છે. રાજ્યમાં કોવિડ-19ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 6,102 થઈ ગઈ છે.

આ પહેલા મંગળવારે રાજ્યમાં કોરોના વાયરસના ચેપના 949 નવા કેસ નોંધાયા હતા જ્યારે છ દર્દીઓના મોત થયા હતા. બુધવારે રાજધાની મુંબઈમાં 234 નવા કેસ નોંધાયા હતા અને એક દર્દીનું મોત થયું હતું. બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં 1,112 દર્દીઓના સાજા થવા સાથે, ચેપમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 80,03,802 થઈ ગઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ