બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / RBI imposed a fine of Rs.26 lakh on Ahmedabad's Nutan Nagrik Sahakari Bank

એક્શન / અમદાવાદની નુતન નાગરિક સહકારી બેંક પર RBIએ ફટકાર્યો રૂ.26 લાખનો દંડ, જાણો શું છે મામલો

Malay

Last Updated: 02:03 PM, 24 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની નૂતન નાગરિક સહકારી બેંકને ભારતીય રિઝર્વ બેંકે રૂ. 26 લાખનો નાણાકીય દંડ ફટકાર્યો છે. જાણો શા માટે ફટકારવામાં આવ્યો દંડ.

 

  • નૂતન નાગરિક સહકારી બેંકને 26 લાખનો દંડ
  • કેન્દ્રીય બેંકના નિર્દેશોનું પાલન ન કરવા બદલ કાર્યવાહી
  • અગાઉ આપવામાં આવી હતી નોટિસ

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ કેન્દ્રીય બેંકના નિર્દેશોનું પાલન ન કરવા બદલ નૂતન નાગરિક સહકારી બેંક, અમદાવાદ પર રૂ. 26 લાખનો નાણાકીય દંડ ફટકાર્યો છે. આ દંડ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 હેઠળ આરબીઆઈને આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને લાદવામાં આવ્યો છે.

આ કારણે ફટકારાયો દંડ
RBIએ 'કોઓપરેટિવ બેંક- ડિપોઝિટ પર વ્યાજ દર' અને 'UCBs દ્વારા ATM-કમ-ડેબિટ કાર્ડ ઇશ્યૂ કરવા માટેની માર્ગદર્શિકા' પર આરબીઆઈના નિર્દેશોનું પાલન ન કરવા બદલ દંડ લાદવામાં આવ્યો છે. આ દંડ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 46 (4) (i) અને કલમ 56 સાથે વાંચવામાં આવેલી કલમ 47 A (1) (c) હેઠળ ભારતીય રિઝર્વ બેંકને આપવામાં આવેલી સત્તાના ઉપયોગથી લાદવામાં આવ્યો છે.

અગાઉ બેંકને આપવામાં આવી હતી એક નોટિસ 
31 માર્ચ, 2020ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલ વૈધાનિક નિરીક્ષણ (statutory inspection) અને જોખમ મૂલ્યાંકન રિપોર્ટ અને તેને લગતા તમામ પત્રવ્યવહારની તપાસથી અન્ય વાતોની સાથે-સાથે તે પણ જાણવા મળ્યું કે બેંક (1) ફિક્સ્ડ ડિપોઝિટ ખાતાઓની બચત જમા રકમ પર તેમની ચૂકવણીના સમયે લાગુ પડતા દરે વ્યાજ ચૂકવવામાં નિષ્ફળ રહી અને (2) ચોક્કસ એકાઉન્ટ ધારકોને એટીએમ-કમ-ડેબિટ કાર્ડ આપવામાં આવ્યા હતા. ઉપરોક્ત આધારે બેંકને એક નોટિસ આપવામાં આવી હતી. જેમાં તેને દંડ શા માટે ફટકારવવામાં ન આવે તે અંગે કારણ દર્શાવવા કહેવામાં આવ્યું હતું.

નિર્દેશોનું પાલન ન કરવા બદલ દંડ 
નોટિસ પર બેંકનો જવાબ, તેના દ્વારા કરવામાં આવેલી વધારાની રજૂઆતો અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા પછી ભારતીય રિઝર્વ બેંક એવા નિષ્કર્ષ પર આવે છે કે ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલ ઉપરોક્ત નિર્દેશોનું પાલન ન કરવાનો આરોપ પ્રમાણિત થયો છે અને આવા નિર્દેશોનું પાલન ન કરવા બદલ દંડ લાદવો જરૂરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ