બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / બિઝનેસ / rbi guidelines way to identify fake note alert know how to identify fake 500 rs currency note

તમારા કામનું / ક્યાંક તમારા ખિસ્સામાં પડેલી 500ની નોટ નકલી તો નથીને? RBIએ જાહેર કર્યું એલર્ટ, આ રીતે કરો ચેક

Arohi

Last Updated: 03:14 PM, 31 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમને પણ ક્યાંયથી 500 રૂપિયાની નકલી નોટ મળી છે? રિઝર્વ બેંકની ગાઈડ લાઈન અનુસાર આ રીતે તમે નકલી અને અસલી નોટો વચ્ચેનો તફાવત ઓળખી શકો છો.

  • 500 રૂપિયાની નકલી નોટ મળી છે? 
  • RBIએ જાહેર કરી ગાઈડ લાઈન 
  • આ રીતે ચેક કરો અસલી નકલી નોટો 

RBIએ નાણાકીય વર્ષ 2021-22 માટે પોતાનો વાર્ષિક રીપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટ અનુસાર દેશમાં 500 અને 2000 રૂપિયાની નકલી નોટોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. જો 500 રૂપિયાની નકલી નોટોની વાત કરીએ તો ગયા વર્ષની સરખામણીમાં 102 ટકા સુધીનો વધારો નોંધાયો છે. 

RBIએ જાહેર કરી 17 પોઈન્ટ્સની યાદી 
જો કે જો તમે થોડી સાવધાની રાખશો તો તમે નકલી નોટોની જાળમાં ફસાવાથી બચી શકો છો. RBIએ નકલી નોટોને ઓળખવા માટે કુલ 17 પોઈન્ટ્સની યાદી પણ શેર કરી છે, જેની મદદથી તમે નકલી નોટોથી બચી શકો છો.

વધી રહી છે નકલી નોટોની સંખ્યા 
જો દેશમાં નકલી નોટોની વાત કરીએ તો RBIના તાજેતરના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ગયા વર્ષની સરખામણીમાં 500 રૂપિયાની નકલી નોટોમાં 101.9 ટકાનો વધારો થયો છે.  ત્યાં જ 2000 રૂપિયાની નકલી નોટોમાં 54.16 ટકાનો વધારો થયો છે. માર્ચ 2022 સુધીમાં દેશમાં કુલ નકલી નોટોમાં 500 અને 2000 રૂપિયાની નોટોનો ભાગ 87.1 ટકા છે. ગયા વર્ષે તે 85.7 ટકા હતો.

આ રીતે કરો 500 રૂપિયાની નોટોની ઓળખ 
500 રૂપિયાની નોટ લેતા પહેલા એ ઓળખવું ખૂબ જરૂરી છે કે તે અસલી છે કે નહીં. RBIએ નોટને ઓળખવા માટે 17 ચિન્હો આપ્યા છે. 

આ ચિન્હોને જોઈને તમે 500 કે 2000 રૂપિયાની અસલી અને નકલી નોટો પણ ઓળખી શકો છો. તેમની વચ્ચેનો તફાવત ખૂબ જ નજીવો છે. પરંતુ જો તમે ધ્યાન આપો તો તેને ઓળખવામાં સરળતા રહેશે.

 

  • જો નોટ લાઇટની સામે મુકવામાં આવે તો તે જગ્યાએ 500  લખેલું દેખાશે.
  • જો નોટને 45 ડિગ્રીના ખૂણાથી આંખ સામે રાખવામાં આવે તો તે જગ્યાએ 500 લખેલું દેખાશે.
  • આ જગ્યાએ દેવનાગરીમાં 500 લખેલું જોવા મળશે
  • મહાત્મા ગાંધીનું ચિત્ર બરાબર મધ્યમાં જોવા મળશે.
  • ભારત અને Indiaના લેટર્સ લખેલા જોવા મળશે
  • જો તમે નોટને થોડું ટ્વિસ્ટ કરો છો, તો સિક્યોરિટી થ્રીડના રંગનો રંગ લીલાથી વાદળી બદલાતો જોવા મળશે.
  • જૂની નોટની સરખામણીમાં ગવર્નરની સહી, ગેરંટી ક્લોઝ, પ્રોમિસ ક્લોઝ અને RBIનો લોગો જમણી બાજુએ શિફ્ટ કરવામાં આવ્યો છે.
  • અહીં મહાત્મા ગાંધીની તસવીર છે અને ઈલેક્ટ્રોટાઈપ વોટરમાર્ક પણ અહીં જોવા મળશે.
  • ઉપરની ડાબી બાજુ અને નીચે જમણી બાજુએ રાઈટ સાઈડ નંબર્સ ડાબેથી જમણે મોટા થતા જોવા મળશે.
  • અહીં લખેલા 500 નંબરનો રંગ બદલાય છે. તેનો રંગ લીલાથી વાદળીમાં બદલાય છે.
  • જમણી બાજુએ અશોક સ્તંભ છે.
  • જમણી બાજુએ ગોળ બોક્સ જેમાં 500 લખેલું છે, જમણી અને ડાબી બાજુએ 5 બ્લીડ લાઇન અને અશોક સ્તંભનું પ્રતીક, મહાત્મા ગાંધીનું ચિત્ર, જે રફલી પ્રિન્ટ થયેલ છે.
  • નોટ છાપવાનું વર્ષ જણાવવામાં આવ્યું હશે.
  • સ્લોગન સાથે સ્વચ્છ ભારતનો લોગો પણ પ્રિન્ટ કરવામાં આવ્યો છે.
  • વચ્ચે લેન્ગ્વેજ પેનલ છે.
  • ભારતીય ધ્વજ સાથે લાલ કિલ્લાની તસવીર છે.
  • દેવનાગરીમાં 500 પ્રિન્ટ છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ