બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ration card not linked to aadhaar government of india has extended its deadline

કામની વાત / રેશન કાર્ડમાં આ કામ કરાવવાનું બાકી હોય તો કરાવી લેજો, સરકારે સમય સીમા વધારી દીધી

Bijal Vyas

Last Updated: 10:38 PM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સરકારે રેશન કાર્ડને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર, 2023 સુધી લંબાવી છે. અગાઉ આ સમયમર્યાદા માત્ર 30 જૂન સુધી નક્કી કરવામાં આવી હતી.

  • આ રીતે કરો રેશન કાર્ડને આધાર સાથે લિંક 
  • ભારત સરકારે રેશન કાર્ડને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર, 2023 સુધી લંબાવી
  • કેન્દ્ર સરકાર જ્યારથી વન નેશન, વન રેશન કાર્ડ પોલિસી લઈને આવી છે

Ration card not linked to Aadhaar:જો તમે હજુ સુધી તમારા રેશન કાર્ડ સાથે આધાર લિંક નથી કરાવ્યું તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. ભારત સરકારે રેશન કાર્ડને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર, 2023 સુધી લંબાવી છે. અગાઉ આ સમયમર્યાદા માત્ર 30 જૂન સુધી નક્કી કરવામાં આવી હતી. અંત્યોદય અન્ના યોજના અને પ્રાથમિકતા ઘરેલું યોજના હેઠળ લાભાર્થીઓ માટે રેશન કાર્ડને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે. વ્હાઇટ કાર્ડ ધારકોએ પહેલા તેમના રેશન કાર્ડને ડિજિટાઇઝ કરવું પડશે અને તે પછી જ તેને આધાર કાર્ડ સાથે લિંક કરી શકાશે.

Topic | VTV Gujarati

કેન્દ્ર સરકાર જ્યારથી વન નેશન, વન રેશન કાર્ડ પોલિસી લઈને આવી છે ત્યારથી તે રેશનકાર્ડને આધાર સાથે લિંક કરવાનો આગ્રહ કરી રહી છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય રેશનકાર્ડને લઈને થતી ગડબડને રોકવાનો છે. આ કાર્ડનો દુરુપયોગ કરનારા ઘણા લોકો છે. તેમને અલગ-અલગ જગ્યાએ બે-ત્રણ રેશનકાર્ડ મળે છે.

રેશનકાર્ડને આધાર સાથે લિંક કરવું પણ સરળ છે. તમે food.wb.gov.in વેબસાઈટ પર જઈને બંને (રેશન કાર્ડ અને આધાર કાર્ડ) લિંક કરી શકો છો. સરકાર જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ચાલતી રેશનની દુકાનોમાંથી રેશનકાર્ડ દ્વારા બીપીએલ પરિવારોને સસ્તામાં અનાજ અને કેરોસીન તેલ પ્રદાન કરે છે. તેઓને તેમની આર્થિક સ્થિતિ મજબૂત કરવામાં તેનો લાભ મળે છે.

Topic | VTV Gujarati

આ રીતે કરો રેશન કાર્ડને આધાર સાથે લિંક 
રેશન કોડને આધાર સાથે લિંક કરવા માટે સૌ પ્રથમ તમારે food.wb.gov.in વેબસાઇટ પર જવું પડશે. આ પછી આધાર નંબર અને રેશનકાર્ડ નંબર અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નાખવાનો રહેશે. પછી ચાલુ રાખવાના બટન પર ક્લિક કરો. અહીં તમને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP મળશે. તે OTP દાખલ કર્યા પછી, રેશન અને આધાર કાર્ડ લિંક પર ક્લિક કરો. આ પ્રક્રિયા પછી તમારું રેશન કાર્ડ આધાર સાથે લિંક થઈ જશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ