બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / Rashifal 4 planets transit in April 2024 five zodiac signs people get benefit

રાશિફળ / એપ્રિલમાં થશે 4 ગ્રહોનું ગોચર, પાંચ રાશિઓના લોકોને મળશે આર્થિક લાભ

Ajit Jadeja

Last Updated: 03:01 PM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એપ્રિલ મહિનામાં સૂર્ય દેવની સાથે બીજા ગ્રહોની સ્થિતિ પણ બદલાવાની છે જેથી પાંચ રાશિઓના લોકોને મોટા આર્થિક લાભ મળશે તેવુ જ્યોતિષો જણાવી રહ્યા છે.

એપ્રિલ મહિનામાં સૂર્યદેવની સાથે મંગળ, બુધ અને શુક્ર ગ્રહોની રાશિ પરિવર્તન થવા જઈ રહી છે. આ ગ્રહોના ગોચરની અસર 5 રાશિઓ માટે શુભ રહેશે. આ રાશિના લોકોને મિલકત અને પૈસા મળવાની પણ સંભાવના છે. જ્યોતિષ અનુસાર 9 એપ્રિલે પહેલા બુધ દેવ રાત્રે 09:22 કલાકે મીન રાશિમાં પ્રવેશશે. ત્યારબાદ 13 એપ્રિલે સૂર્ય દેવ રાત્રે 09:15 કલાકે મેષ રાશિમાં પ્રવેશશે. 23 એપ્રિલે સવારે 8:52 કલાકે મંગળ દેવનું ગોચર મીન રાશિમાં થવાનું છે. 25 એપ્રિલે સવારે 12:07 વાગ્યે શુક્રનું ગોચર મેષ રાશિમાં થશે.

વૃષભ: 4 મોટા ગ્રહોના રાશિ પરિવર્તનને કારણે વૃષભ રાશિના લોકોને અચાનક આર્થિક લાભ થઈ શકે છે. આ દરમિયાન નવી મિલકત પણ મળી શકે છે. ખુશીઓ અને સુવિધાઓમાં વધારો થવાની શક્યતા છે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થઈ શકે છે. તમારી કીર્તિ વધશે. 

મિથુનઃ મિથુન રાશિના લોકોને બિઝનેસમાં નફો થઈ શકશે. નવા આવકના સ્ત્રોત ઉભા થશે અને પૈસાની તંગી દૂર થશે. જે લોકો નોકરી કરે છે તેમના પગારમાં વધારો થવાની સંભાવના. ઈન્વેસ્ટ કરેલા પૈસામાં નફો મળવાની શક્યતા.

મકરઃ આ રાશિના લોકોને જીવનસાથી સાથે સંબંધ વધુ મજબૂત થશે. આ સાથે આર્થિક પાસું પણ મજબૂત થશે. અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. તમારા જીવનમાં સુખ અને સુવિધાઓની વધશે.

ધન: 4 ગ્રહોના ગોચરના કારણે આ રાશિના લોકોનું ભાગ્ય ચમકશે. અધૂરું કામ પૂરું થઈને કામમાં સફળતા મળશે. સરકારી નોકરી કે કોઈ સરકારી કામ મળી શકે છે. આ દરમિયાન નવી કાર, ઘર કે દુકાન ખરીદી શકો છો. મિલકતમાંથી આર્થિક લાભ થશે.

મીન: વેપાર કરનારા લોકોને લાભ મળવાના સંકેત છે. વ્યવસાયમાં મોટું રોકાણ મળી શકે છે, જે તમારા વ્યવસાયને વધારી શકે છે. મીન રાશીના લોકોનો પ્રભાવ વધશે માન અને સન્માન વધશે. સરકારી ક્ષેત્રમાંથી આર્થિક લાભ થવાની શક્યતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ