બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Ramayana made by Japanese people in 1993 which is still popular among children and youth, PM Modi also praises

મનોરંજન / 1993માં જાપાનીઝ લોકોએ બનાવી એવી રામાયણ કે આજે પણ બાળકોથી લઈને યુવાનોમાં છે લોકપ્રિય, PM મોદી પણ કરે છે વખાણ

Megha

Last Updated: 08:58 AM, 2 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

22મી જાન્યુઆરી રામજન્મ ભૂમિ પર ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થશે. એવાં જ્યારે 'રામાયણ'ની વાત આવે ત્યારે તેના પર બનાવેલ સિરિયલ અને ફિલ્મો યાદ આવે, ખાસ કરીને જાપાનીઝ લોકોએ બનાવેલ રામાયણ.

  • 700 એકરમાં બનાવવામાં આવેલ અયોધ્યાના રામ મંદિરની દરેક જગ્યા પર ચર્ચા. 
  • 'રામાયણ'ની વાત આવે ત્યારે તેના પર બનાવેલ સિરિયલ અને ફિલ્મો યાદ આવે. 
  • વર્ષ 2023માં આવેલ ફિલ્મ 'આદિપુરુષ' સૌથી વધુ વિવાદમાં રહી હતી. 

આખો દેશ અયોધ્યાના ભવ્ય અને વિશાળ રામ મંદિરમાં ભગવાન રામના દર્શન કરવા માટે આતુર છે. જો કે હવે પ્રતીક્ષાના કલાકો પૂરા થવાના છે અને દરેક પસાર થતા દિવસ સાથે, રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠા માટે કરવામાં આવી રહેલી અદ્ભુત તૈયારીઓ સંબંધિત નવી માહિતી પ્રકાશમાં આવી રહી છે. દરેક જગ્યાએ રામ મંદિરની જ ચર્ચા થઈ રહી છે.

Topic | VTV Gujarati

700 એકરમાં બનાવવામાં આવેલ અયોધ્યાનું આ મંદિર 500 વર્ષના યુદ્ધની જીત, ધાર્મિક આસ્થા, પૌરાણિક માન્યતા, આસ્થા અને ભગવાન રામની જન્મભૂમિ સાથે જોડાયેલું છે. 22 જાન્યુઆરીએ રામલલા એમના સિંહાસન પર બેસશે. એવામાં આપણે જ્યારે પણ 'રામાયણ' વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે રામાયણ પર બનેલ સિરિયલ અને ફિલ્મો જ યાદ આવે છે. 

વાંચવા જેવુ: અયોધ્યામાં ત્રણમાંથી અરુણ યોગીરાજની રામલલાની મૂર્તિ જ કેમ પસંદ કરાઇ? શું છે હનુમાન દાદા સાથેનું કનેક્શન?

વાલ્મીકિની રામાયણને પર જુદા જુદા નિર્માતાઓએ અલગ અલગ શૈલીમાં રજૂ કરી હતી જેમાંથી કેટલીક હિટ રહી તો કેટલીક વિવાદોમાં ઘેરાયેલી હતી. જેમાંથી વર્ષ 2023માં આવેલ ફિલ્મ 'આદિપુરુષ' સૌથી વધુ વિવાદમાં રહી હતી. આ સમયે પ્રભાસની આ ફિલ્મની સરખામણી જાપનાની બનાવેલ એનીમેશન ફિલ્મ સાથે કરી રહ્યા હતા. 

વર્ષ 1993માં રિલીઝ થયેલી 'રામાયણઃ ધ લિજેન્ડ ઑફ પ્રિન્સ રામ'ની એનિમેશન ક્વૉલિટીને લોકોએ એ સમયે અને આજે પણ વખાણી રહ્યા છે. જો કે રિસર્ચથી લઈને કન્ટેન્ટ સુધી આ ફિલ્મ બનાવવા માટે ઘણો સમય લાગ્યો હતો. આ ફિલ્મના વખાણ તો આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કર્યા હતા. 

PM મોદીને લોકમાન્ય તિલક પુરસ્કારથી કરવામાં આવશે સન્માનિત, NCPમાં તૂટ બાદ  પહેલીવાર પવાર પણ એ જ મંચ પર હશે ઉપસ્થિત / PM Modi to be felicitated with  Lokmanya Tilak ...

29 મે 2022ના દિવસે 89મા 'મન કી બાત'માં પીએમ મોદી એ કહ્યું હતું કે તેઓ જાપાનની કંપની ટેમ પ્રોડક્શનના બે નિર્માતાઓને મળ્યા હતા. આ કંપની 'રામાયણઃ ધ લિજેન્ડ ઓફ પ્રિન્સ રામ' સાથે સંકળાયેલી હતી. બંને એનિમેશન દ્વારા રામાયણ પણ બતાવવા માંગતા હતા જેમાં ભારતીય એનિમેટર્સે તેમને મદદ કરી હતી. આ ફિલ્મ 1993 માં રિલીઝ થયા પછી, 2022 માં ભારતીય થિયેટરોમાં ફરીથી રજૂ કરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ