બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બારડોલીના નાદીદા પાસેથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપાયો

logo

અફ્ઘાનિસ્તાનમાં ફરી અનુભવાયા ભૂકંપના આંચકા

logo

ઉત્તરાખંડમાં ભારે વરસાદ, ચારધામની યાત્રામાં સેંકડો શ્રદ્ધાળુઓ ફસાયા

logo

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત પર એક મેચનો પ્રતિબંધ

logo

લોકસભા ચૂંટણી 2024: અરવિંદ કેજરીવાલે બીજેપી પર કર્યા આકરા પ્રહાર, કહ્યુ- અમારી પાર્ટીને ખતમ કરવાનો પ્રયાસ

logo

સૌરાષ્ટ્ર-કચ્છમાં ફૂંકાશે ભારે પવન, ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી

logo

ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતના આરોપો પર જયેશ રાદડિયાનો જવાબ, હું ભાજપના બે હોદ્દા પર નથી

logo

ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતના જયેશ રાદડિયા પર ગંભીર આરોપ, પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ કામ કર્યું તેને હોદ્દા પરથી દૂર કરો

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર ફરી મતદાન શરૂ, બુથ કેપ્ચરીંગની ઘટનાં બાદ ચૂંટણી પંચે આપ્યો હતો આદેશ

logo

ઉમેદવારો મોટા સમાચાર, લોકરક્ષક અને PSI ભરતી મામલે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફરી કરી શકાશે અરજી

VTV / ભારત / ram mandir ayodhya uttar pradesh trust general secretary champat rai ramananda

અયોધ્યા / ''પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ મંદિરમાં દર રામનવમીએ જોવા મળશે આ અલૌલિક ઘટના, ટ્રસ્ટીએ કર્યો ખુલાસો

Hiralal

Last Updated: 08:44 PM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે પ્રાણ પ્રતિષ્ઠા બાદ નવા રામ મંદિરમાં દર નવરાત્રીએ થનારી એક અદ્દભૂત ઘટના કહી સંભળાવી છે.

  • 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં નવા રામ મંદિરમાં બીરાજશે ભગવાન રામ 
  • 51 ઈંચ મોટી અને 1.5 ટન વજનની મૂર્તિ મંદિરમાં સ્થાપિત કરાશે 
  • દર રામનવમીએ બપોરના બાર વાગ્યે સૂર્યના કિરણો સીધા મૂર્તિના માથાનો સ્પર્શ કરશે 

22મી જાન્યુઆરીએ અયોધ્યામાં નવા રામ મંદિરમાં ભગવાન રામની પ્રતિમાના સ્થાપના બાદ દર રામનવમીએ મંદિરમાં એક અલૌલિક ઘટના બનવાની છે. રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે આ ઘટનાનો ખુલાસો કર્યો છે. ચંપત રાયે મૂર્તિ વિશે માહિતી આપતાં કહ્યું કે ભગવાન શ્રી રામની જે પ્રતિમા મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે તે પોતાનામાં જ ખૂબ જ ખાસ હશે. આ મૂર્તિ 51 ઇંચ મોટી હશે, જેનું વજન 1.5 ટન હશે અને તે બાળક જેવી દેખાશે. તેમણે કહ્યું કે મૂર્તિની સ્થાપના એવી રીતે કરવામાં આવશે કે દર રામનવમીએ બપોરે 12 વાગ્યે સૂર્યના કિરણો પ્રતિમાના કપાળને સ્પર્શશે.

કોનું છે મંદિર 
ચંપત રાયે કહ્યું કે ઘણા લોકો સવાલ પૂછી રહ્યા હતા કે રામ મંદિર કયા સંપ્રદાયનું છે? આ અંગે ચંપત રાયે કહ્યું કે રામ મંદિર રામાનંદ પરંપરાનું છે તે સંન્યાસીઓનું નથી કે શૈવ શક્તાનું પણ નથી, પરંતુ તે રામાનંદ સંપ્રદાયનું છે. રામ મંદિરની તૈયારીઓ અંગે ચંપત રાયે કહ્યું કે પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા પદ્ધતિ એક સપ્તાહ સુધી ચાલશે. તેમણે કહ્યું કે બ્રાહ્મણોનું જૂથ જે પૂજા કરશે તે તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જ્યાં પૂજા-અર્ચના કરવામાં આવશે તે જગ્યા પણ તૈયાર કરી દેવામાં આવી છે. ચંપત રાયે કહ્યું કે, બ્રાહ્મણોના રહેવાના સ્થળથી લઈને ભોજન કોણ તૈયાર કરશે, તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

વૈજ્ઞાનિક ધોરણે મૂર્તિની સ્થાપના 
ચંપતરાયે કહ્યું કે 18 જાન્યુઆરીએ મંદિરના ગર્ભગૃહમાં મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. ભગવાન રામની મૂર્તિ પર પાણી, દૂધ કે અચમનની પણ કોઈ અસર નહીં થાય. રામ મંદિરમાં જે જગ્યાએ મૂર્તિની સ્થાપના કરવામાં આવશે તે જગ્યા વૈજ્ઞાનિકોના મત મુજબ તૈયાર કરવામાં આવી છે. તે એવી રીતે બનાવવામાં આવ્યું છે કે દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષમાં રામ નવમીના અવસરે સૂર્યના કિરણો બપોરે 12 વાગ્યે શ્રી રામની પ્રતિમાના માથાનો સ્પર્શ કરશે. ચંપત રાયે કહ્યું કે ત્રણ મૂર્તિઓમાંથી એક મૂર્તિની પસંદગી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે જે મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે તે ઘાટા રંગના પથ્થરથી બનેલી છે અને તેમાં ભગવાન વિષ્ણુની દિવ્યતા અને એક શાહી પુત્રની ઝલક પણ છે. તેમાં 5 વર્ષના બાળકની માસૂમિયત પણ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ