બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / Rakhi Sawant Says Confess Your Sins to Prevent Coronavirus Fans Find Her Funny

બોલિવૂડ / દુનિયાનો કોઈ દેશ નથી શોધી શક્યું ત્યાં રાખી સાવંતે કોરોનાના ઈલાજ માટે સલાહ આપી, લોકોએ ઉડાવી મજાક

Noor

Last Updated: 02:42 PM, 14 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસના કહેરથી આખી દુનિયાની ચિંતા વધી ગઈ છે. હજી સુધી કોઈ સચોટ ઈલાજ મળ્યો નથી. બધાં જ કોરોના વાયરસથી બચવાની સલાહો આપી રહ્યાં છે. ઘણાં સેલેબ્સ અલગ-અલગ રીતે આ વાયરસ સામે લડવા જાગરૂકતા ફેલાવાની કોશિશિ કરી રહ્યાં છે. ત્યારે હાલમાં જ ડ્રામા ક્વિન રાખી સાવંતે પણ કોરોના વાયરસ પર ચિંતા વ્યક્ત કરતાં સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં રાખીએ જણાવ્યું કે, COVID 19 કેમ ફેલાઈ રહ્યું છે અને રાખીએ તેનો વીડિયો ધ્યાનથી સાંભળવાની અપીલ પણ કરી છે.

  • કોરોનાએ દુનિયામાં મચાવ્યો હાહાકાર
  • ડ્રામા ક્વિન રાખી સાવંતે કોરોના વાયરસ પર વ્યક્ત કરી ચિંતા 
  • રાખીએ જણાવ્યો કોરોનાથી બચવાનો રસ્તો
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Please please Suni lo meri baat

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on

રાખી સાવંતે વીડિયો શેર કરતાં કેપ્શનમાં લખ્યું, પ્લીઝ પ્લીઝ મારી વાત સાંભળી લો. તે આ વીડિયોમાં કહી રહી છે, હું રિકવેસ્ટ કરું છું, મારી વાત સાંભળી લો. મિત્રો કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે. બધાં કહી રહ્યાં છે હાથ ધુઓ, પગ ધુઓ, મોં ધુઓ, નાક ધુઓ અને ખબર નહીં શું-શું ધુઓ. બધું જ ધુઓ પરંતુ આત્મા કઈ રીતે ધોશો.  

આપણે પાપ કર્યા છે. પૂરી દુનિયાએ પાપ કર્યા છે. તમને શું લાગે છે કે આ કોરોના ક્યાંથી આવ્યું? આ લોકોને એક પાઠ શીખવવા માટે છે કે, હજી પણ ભગવાનના ચરણોમાં આવી જાઓ. કોરોના વાયરસ અમીર, ગરીબ, હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી બધાંને થઈ રહ્યો છે. તમારા પાપોની માફી માંગો. પ્લીઝ સરેન્ડર કરી દો. પરમેશ્વરના ચરણોમાં. હું તમને પ્રોમીસ આપું છું કોરોના તમને ક્યારેય ટચ નહીં કરે. ત્યાં લોકો તેના આ વીડિયો પર કમેન્ટ કરીને તેને રાધે માં કહી રહ્યાં છે. એક યુઝર કહે છે તે પાપ કર્યાં છે તેનાથી ડર. જ્યારે કેટલાક યુઝર તેને ડ્રામેબાઝ કહી રહ્યાં છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on

આ સાથે જ રાખીએ કોરોના વાયરસ માટે એક પ્રેયર પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ પહેલાં રાખીએ ફ્લાઈટમાં બેસીને એક વીડિયો શેર કર્યો હતો. જેના કેપ્શનમાં તેણે લખ્યું હતું કે, હું કોરોના વાયરસને ખતમ કરવા માટે ચીન જઈ રહી છે. રાખીના આ વીડિયો પર પણ લોકોએ જબરદસ્ત પ્રક્રિયા આપી હતી. પરંતુ કોરોનાને હરાવવાનો તેનો લેટેસ્ટ વીડિયો જોઈ બધાં આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે. રાખી સાવંત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની વાત કરીએ તો દેશમાં વધી રહેલાં કોરોનાના કહેરે બધાંને પ્રભાવિત કર્યા છે. અનેક મોટી ઈવેન્ટ્સ કેન્સલ થઈ રહી છે અને ફિલ્મોની રિલીઝ ડેટ પણ પાછળ ઠેલાઈ રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ