બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Rajkot news father-in-law made a live porn video 10 times

રાજકોટ લાઈવ સેક્સ / સસરા-પતિએ 10 વાર લાઈવ સેક્સ કરાવ્યું, કોલગર્લ પાસે ટ્રેનિંગ લેવડાવી, પરિણિતા સાથે મોટો 'સેક્સકાંડ'

Dinesh

Last Updated: 06:05 PM, 14 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot news : એસીપી વિશાલ રબારીએ કહ્યું કે, આરોપીઓ દ્વારા ભોગ બનનારને chaturbateapp.com નામની વેબસાઈટ તેમજ એપ્લિકેશન ઉપર 10 વખત લાઈવ પોર્નગ્રાફી જેવો કાર્ય કરાવવામાં આવ્યા હતો.

 

  • રાજકોટમાં સમાજને લાંછન લગાડતો કિસ્સો 
  • અંગતપળોનો વીડિયો મૂક્યો વેબસાઈટ પર 
  • પતિ અને સસરાની પોલીસે કરી ઘરપકડ 


રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ ખાતે 21 વર્ષીય પરણીતાએ પોતાની અંગતપળોના લાઈવ વીડિયો માટે મજબૂર કરનારા પતિ, સાસુ તેમજ સસરા વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. ત્યારે સમગ્ર મામલે સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા 27 વર્ષીય પતિ, 46 વર્ષીય સસરા અને સાસુની ધરપકડ કરી છે. ત્યારે પોલીસ દ્વારા આરોપીઓના ઘરેથી તેમના મોબાઈલ ફોન, વેબકેમ, ટ્રાઈપોડ, ડીવીઆર, સેકસ ટોયઝ, પોર્નોગ્રાફી સમયે વાપરવામાં આવતા કપડાં સહિતની વસ્તુઓ કબજે કરી છે. તેમજ આરોપીઓના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. 

પોલીસનું નિવેદન
સમગ્ર મામલે રાજકોટ શહેર સાઇબર ક્રાઇમ એસીપી વિશાલ રબારીએ જણાવ્યું હતું કે, ગુના સંદર્ભે પોલીસ દ્વારા હાલ ટેકનિકલ એવિડન્સ કલેક્ટ કરવામાં આવી રહ્યા છે. આરોપીઓ દ્વારા ભોગ બનનારને chaturbateapp.com નામની વેબસાઈટ તેમજ એપ્લિકેશન ઉપર 10 વખત લાઈવ પોર્નગ્રાફી જેવો કાર્ય કરાવવામાં આવ્યા હતો. જે અંતર્ગત આરોપીઓ દ્વારા વેબસાઈટમાં જે એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. તે એકાઉન્ટના વોલેટમાં 700થી વધુ ટોકન ક્રેડિટ થયા હતા. જે ટોકન ક્રીપ્ટો કરન્સી માંથી જે તે દેશના ચલણમાં કન્વર્ટ થતા હોય છે. 

સાઇબર ક્રાઇમ એસીપી વિશાલ રબારી

સમગ્ર બાબતે તપાસ કરાશે
પોલીસ દ્વારા હાલ રિમાન્ડની માંગણી અર્થે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રિમાન્ડ દરમિયાન આરોપીઓ ટેકનિકલ બાબતોના જાણકાર છે જેથી તેઓ કયા આઈડી તેમજ પાસવર્ડના આધારે વેબસાઈટમાં લોગઈન કરતા હતા તેમજ આરોપી વેબસાઈટ સંચાલકો સાથે સીધા જ રીતે સંપર્કમાં હતા કે કેમ તે સહિતની બાબતો અંગે પૂછપરછ હાથ ધરવામાં આવશે. લોકલ લેવલે આરોપીઓ દ્વારા ભોગ બનનારના વીડિયો બનાવી શેરિંગ તેમજ સેલિંગ કરવામાં આવતું હતું કે કેમ તે બાબતે પણ પૂછપરછ હાથ ધરવામાં આવશે. સમગ્ર મામલે વેબસાઈટ રિમૂવલ માટે પણ સંબંધિત વિભાગને રિપોર્ટ કરવામાં આવશે. 

ઘરમાંથી સીસીટીવી કેમેરા મળ્યા
પરણીતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદ સાઈબર ક્રાઇમ પોલીસ દ્વારા આરોપીઓના રહેણાંક બંગલો ખાતે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત બંગલાની અંદર સીસીટીવી કેમેરા લગાવેલા જાણવા મળ્યા હતા. પોલીસે ભોગ બનનારના બેડરૂમ તેમજ તેના બાથરૂમમાં તપાસ કરતા ત્યાં પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ ભોગ બનનારની દરેક મૂવમેન્ટ પર નજર રાખતા હોય તેવું સામે આવ્યું છે. 


 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ