બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Rajkot District Panchayat Leader of Opposition Arjun Khatriya resigned from Congress

રાજનીતિ / રાજકોટમાં રાજકારણ ગરમાયું, જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા અર્જુન ખાટરિયાનું લેવાયું રાજીનામું, હવે ભાજપમાં જોડાશે

Dinesh

Last Updated: 10:24 PM, 13 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot news: અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાશે તેવી ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. જોકે, અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાઇ એ પહેલા જ કોંગ્રેસ પાર્ટીએ તેની હકાલપટ્ટી કરી દીધી છે

  • રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતાનું રાજીનામું લેવાયું
  • અર્જુન ખાટરિયા પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ જશે
  • 'પાર્ટીને નુકસાન પહોંચાડવાના મારા દ્વારા કોઈ પ્રયત્ન કરવામાં આવ્યા નથી'


રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા અર્જુન ખાટરિયાનું રાજીનામું લઈ લેવાતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. જોકે અર્જુન ખાટરિયાએ હવે ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે. લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ગાબડા પાડવા તથા રાજકીય ઓપરેશન હાથ ધરવા ભાજપ દ્વારા આગેવાનોની ખાસ કમિટી નિયુક્ત કરવામાં આવી હતી અને જાણે રાજકોટ જિલ્લામાં પ્રથમ રાજકીય ઘા કર્યો હોય તેમ જિલ્લા કોંગ્રેસના સૌથી સિનિયર નેતાઓમાંથી એક એવા જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા અર્જુન ખાટરિયાની જ વિકેટ પાડી દેવામાં આવી છે. 

અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાશે
મહત્વનું છે કે, અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાશે તેવી ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. જોકે, અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાઇ એ પહેલા જ કોંગ્રેસ પાર્ટીએ તેની હકાલપટ્ટી કરી દીધી છે. સાથો સાથ અર્જુન ખાટરિયાએ આગામી સમયમાં ભાજપમાં જોડાઇ કેસરિયો ધારણ કરે તેવી જાહેરાત પણ કરી છે. ત્યારે અર્જુન ખાટરિયા હવે કમુરતા ઉતરતા જ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ જશે.

અર્જુન ખાટરીયાએ શું કહ્યું ?
અર્જુન ખાટરીયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ દ્વારા મારુ રાજીનામું માંગવામાં નથી આવ્યું. કોંગ્રેસ પક્ષ દ્વારા લેટરના માધ્યમથી જણાવવામાં આવ્યું છે કે જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના નેતા તરીકે તમને દૂર કરવામાં આવે છે. પાર્ટીને નુકસાન પહોંચાડવાના મારા દ્વારા કોઈ પ્રયત્ન કરવામાં નથી આવ્યા. ત્યારે આગામી સમયમાં મારી સાથે મારા જિલ્લા તેમજ તાલુકા લેવલના સમર્થકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તો સાથે જ સહકારી જગતના આગેવાનો પણ મારી સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે.

‘વન મેન આર્મી’ 
એવું કહેવામાં આવે છે કે, કેટલાંક વખતથી જિલ્લા કોંગ્રેસમાં અર્જુન ખાટરિયા જ ‘વન મેન આર્મી’ હતા. એટલે મોટાભાગના આગેવાનો તેમના સંપર્કમાં હતા. આ સ્થિતિમાં તેમનું રાજીનામું માગી લેવાતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. હવે ભાજપ દ્વારા વિધિવત કાર્યક્રમ યોજવામાં આવશે અને તેમાં વિધિવત કેસરીયો ખેસ ધારણ કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ