બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / rajkot complaint against in laws forced daughter in law to cyber crime

ચોંકાવનારો કિસ્સો / પૈસાની લાલચમાં રાજકોટમાં સાસુ-સસરા બન્યા હેવાન, પુત્ર-પુત્રવધૂની અંગત પળોના વીડિયો કર્યા વાયરલ

Malay

Last Updated: 06:21 PM, 14 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: રાજકોટમાં પુત્ર-પુત્રવધૂના અંગત પળોના વીડિયો ઉતારી સાસુ-સસરાએ વેબસાઈટ પર મુક્યા, પરિણીતાની ફરિયાદના આધારે સાયબર ક્રાઈમે સાસુ-સસરા અને પતિની કરી ધરપકડ.

  • રાજકોટમાં સભ્ય સમાજને લાંછન લગાડતો કિસ્સો 
  • પુત્ર-પુત્રવધૂના અંગતપળના વીડિયો મુક્યા વેબસાઈટ પર 
  • સાસુ-સસરાએ વીડિયો ઉતારી વેબસાઈટ પર મુક્યા

રાજકોટ ન્યૂઝઃ રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં જે ઘટના બની છે તેના વિશે જાણીને તમે પણ હચમચી જશો. રૂપિયા કમાવવાની લાલચમાં માવતર જ કમાવતર બન્યા હોવાના અનોખા કિસ્સાએ સમગ્ર શહેરમાં ચર્ચા જગાવી છે. રૂપિયા કમાવવાની લાલચે સાસુ-સસરાએ પુત્ર અને પુત્રવધૂના અંગત રીતે વીડિયો ઉતારી વેબસાઈટ પર મુકતા ખળભળાટ મચી ગયો છે. પરિણીતાએ સાયબર ક્રાઇમમાં સાસુ-સસરા અને પતિ સામે ફરિયાદ નોંધાવી છે. પુત્રવધૂએ વહેલી પ્રસૂતિ માટે સસરાએ દોરાધાગા પહેરાવ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. હાલ સાયબર ક્રાઈમે સાસુ-સસરા  અને પતિની ધરપકડ કરી છે. 

શર્મનાક કૃત્ય ! બે અશ્લિલ વીડિયો વાયરલ થતા હડકંપ, એક મહિલા નેતાનો, બીજો  વકીલ-સગીરાનો, પોલીસ ચોંકી / video of a woman BJP leader in Meerut has gone  viral on social media police
ફાઈલ ફોટો

આ ઘટના એટલે નારી જાતિનું અપમાનઃ જયંત પંડ્યા
આ મામલે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, વિજ્ઞાન જાથા આ પરિવારની મુલાકાત લેશે અને ભવિષ્યમાં આ પ્રકારે બનાવ ન બને તે માટે સમજાવટ કરવામાં આવશે. આ ઘટના નારી જાતિનું અપમાન છે. આ સમગ્ર ઘટના અંગે અમે માહિતી મેળવી રહ્યા છીએ. સસરા દ્વારા જે રીતે સમગ્ર ષડયંત્ર રચાયું તે ખરેખર નિંદનીય છે. દોરા-ધાગા, અંધવિશ્વાસની માન્યતાની નિંદા કરીએ એટલી ઓછી છે. ભવિષ્યમાં કોઈપણ સમાજમાં આ પ્રકારના બનાવ ન બને તે માટે સરકારે કડક પગલા લેવા જરૂરી છે. 

બારડોલીમાં એક વિદ્યાર્થિની માંદી પડી તો, 140 વિદ્યાર્થિનીઓને ભૂવાએ બાંધ્યા  લાલ દોરા, જાણ થતાં અધિકારીઓ થયા દોડતા | Girls Vidyalaya of Mardhi village  in Bardoli ...
જયંત પંડ્યા (પ્રમુખ,વિજ્ઞાન જાથા) 

21 વર્ષીય પુત્રવધૂએ નોંધાવી છે ફરિયાદ
રાજકોટના ધનાઢ્ય પરિવારની 21 વર્ષીય પુત્રવધૂએ આરોપીઓ દ્વારા તેની સાથે સેક્સ્યુઅલ એક્સપ્લોઈટેશન, સેક્સ્યુઅલ એબેટમેન્ટ કરવામાં આવતું હોવાની ફરિયાદ નોંધાવી છે. તેણે જણાવ્યું છે કે, લગ્નના બે વર્ષમાં જ લાલચુ સાસરિયાએ તેનું જીવન બરબાદ કરી નાખ્યું છે. સાસુ-સાસરિયાએ જ પુત્ર અને પુત્રવધૂના અંગત પળોના વીડિયો ઉતાર્યા હતા. એટલું નહીં આ વીડિયોને વેબસાઇટ પર પણ મૂક્યા હતા. તો વેબ કેમેરાથી 10 વખત તેમની અંગત પળોને લાઈવ કરી હતી. 

પુત્રવધૂ ઉપર દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ
અંધશ્રદ્ધાળુ સસરાએ અનેક વખત દોરા-ધાગા પહેરાવી તેની વિધિ કરાવી હતી. તો સાસુ-સસરા દ્વારા વહેલી ડિલિવરી કરવા માટે પુત્રવધૂ પર દબાણ કરવામાં આવતું હતું. તેમજ વહેલી ડિલિવરી નહીં કરે તો પતિનું મૃત્યુ થશે તેવું કહીને તેને ડરાવતા હતા. 

ફાઈલ ફોટો

સાયબર ક્રાઈમે કરી ધરપકડ
હાલ પરિણીતાની ફરિયાદના આધારે સાયબર ક્રાઈમે શહેરની નામાંકિત હોટલ સાથે સંકળાયેલા ધનાઢ્ય પરિવાર સામે આકરી કાર્યવાહી કરવામાં આવી છે. સાયબર ક્રાઈમે સાસુ-સસરા અને પતિની ધરપકડ કરી તપાસ શરૂ કરાઈ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ