બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rainy system will be active in Bengal-Arabian Sea, predicts Ambalal Patel

આગાહી / બંગાળ-અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે, નોરતામાં વરસાદની રમઝટ બોલાવશે: અંબાલાલની મોટી આગાહી

Vishal Khamar

Last Updated: 07:16 PM, 1 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રિમાં દરમિયાન વરસાદ વરસવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. 17 મી ઓક્ટોમ્બર બાદ બંગાળ- અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે.

  • નવરાત્રિને લઈ ચિંતાના સમાચાર
  • નવરાત્રિમાં વરસાદ વરસવાની આગાહી
  • પહેલા નોરતે અને દશેરાના દિવસે વરસાદની આગાહી

 નવરાત્રિમાં ખેલૈયા અને આયોજકો માટે ચિંતાના સમાચાર છે. આ વર્ષે નવરાત્રિ દરમિયાન વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. પ્રથમ નોરતાનાં દિવસે રાજ્યમાં અનેક સ્થળે વરસાદની સંભાવનાં છે. 17 ઓક્ટોમ્બર બાદ બંગાળ- અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. પ્રથમ નોરતામાં અને દશેરાનાં દિવસે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્ર, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. 

17 મી ઓક્ટોમ્બરે દરિયા કિનારે પવન ફૂંકાવાની શક્યતા રહેશેઃ અંબાલાલ પટેલ (હવામાન નિષ્ણાંત)
આ બાબતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે,  17 મી ઓક્ટોમ્બરે દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. અને બંગાળ ઉપસાગરમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે. અને આ પ્રક્રિયાનાં કારણે નવરાત્રીની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અને પછી છુટા છવાયા ઝાપટા પડી શકે છે.  નવરાત્રીમાં દશેરા પૂર્વે દુર્ગાષ્ટમી આસપાસ અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ