બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rainfall in 114 taluks in last 24 hours in Gujarat, Meteorological department predicted heavy rain in Gujarat today

સાવન કો આને દો / હજુ આગામી 4 દિવસ ગુજરાતમાં અતિ'ભારે' આગાહી: આજે ફરી જૂનાગઢ, અમદાવાદ સહિત આ જિલ્લાઓને મેઘરાજા ધમરોળશે

Malay

Last Updated: 08:01 AM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Meteorological department's rain forecast: વરસાદના ત્રીજા રાઉન્ડમાં મેઘરાજાએ ભલે ખમૈયા કર્યા હોય, તેમ છતાં દક્ષિણ-પશ્ચિમ ગુજરાતમાં તેની તોફાની બેટિંગ ચાલું જ છે અને આજે પણ મેહુલિયો સૌરાષ્ટ્ર અને દક્ષિણ-પશ્ચિમ ગુજરાત મન મૂકીને વરસે તેવી આગાહી કરવામાં આવી છે.

  • છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 114 તાલુકામાં વરસાદ
  • પાવી જેતપુરમાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ 
  • આજે પણ હવામાન વિભાગે કરી છે વરસાદની આગાહી

ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડમાં મેઘરાજા સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ-પશ્ચિમ ગુજરાતમાં ધડબડાટી બોલાવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 114 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં નોંધાયો છે. અહીં 24 કલાકમાં સવા 8 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. 

બોડેલીમાં પણ ખાબક્યો 8 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં અન્ય તાલુકાઓમાં ખાબકેલા વરસાદ વિશે વાત કરીએ તો બોડેલીમાં પણ 8 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જાંબુઘોડામાં 6 ઇંચ, છોટાઉદેપુરમાં સવા 4 ઈંચ, સંખેડામાં પોણા 4 ઈંચ, સિનોરમાં 3.5 ઈંચ, તિલકવાડામાં પોણા 4 ઈંચ, ડભોઈમાં સવા 2 ઈંચ, બોરસદમાં પોણા 2 ઈંચ, કપરાડામાં 2 ઈંચ, નસવાડીમાં પોણા 2 ઈંચ, આણંદમાં 1.5 ઈંચ વરસાદ હાલોલમાં 1.5 ઈંચ, કવાંટમાં 1.5 ઈંચ, ગરૂડેશ્વરમાં પોણા 2 ઈંચ, વાઘોડિયામાં સવા ઈંચ વરસાદ, શંખેશ્વરમાં 1 ઈંચ, આંકલાવમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. 

આજે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
સ્થાનિક હવામાન વિભાગની આગાહીને જોતા આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. આજે પોરબંદર, દ્વારકા, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

ગુજરાતમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, રાજ્યના આ જિલ્લાઓમાં મેઘરાજા થશે  મહેરબાન | today rain forecast in these districts of gujarat monsoon 2022

આ વિસ્તારમાં પણ ખાબકી શકે છે વરસાદ
સાથે ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, નર્મદા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મોરબી, જામનગરમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 

30-31 જુલાઈએ આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
આ ઉપરાંત આવતીકાલે એટલે કે 30 જુલાઈએ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, સારબકાંઠા, પાટણ, મોરબી, જામનગરમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 31 જુલાઈએ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, સારબકાંઠામાં વરસાદ ખાબકી શકે છે. 

1 અને 2 ઓગસ્ટે પણ વરસાદની કરાઈ છે આગાહી 
1 ઓગસ્ટે પાટણ, સારબકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, સુરત, નવસારી, નર્મદા, 
વલસાડ, તાપી, ડાંગ, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત 2 ઓગસ્ટે આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, મહેસાણા, ગાંધીનગર, બનાસકાંઠા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, નવસારી, નર્મદા, તાપી, ડાંગ, દાહોદ, પંચમહાલ, ખેડા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, પાટણમાં વરસાદ વરસી શકે છે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ