બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rain forecast with heavy wind in Gujarat in next 24 hours

હવામાન / આગામી 24 કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી: બિપોરજોયની અસરના કારણે 70 કિમી/કલાકની સ્પીડે ફૂંકાશે પવન

Malay

Last Updated: 03:15 PM, 9 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Meteorological department forecast: બિપોરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી 24 કલાકમાં રાજ્યમાં ભારે પવન વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે.

  • બિપોરજોય વાવાઝોડાને લઈને આગાહી
  • આગામી 24 કલાકમાં વરસાદની આગાહી
  • વાવાઝોડું પોરબંદરથી 830 કિમી દૂર

અરબી સમુદ્રમાં સક્રિય બનેલ ચક્રવાત બિપોરજોય હવે પૂરઝડપે આગળ વધી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચક્રવાતના કારણે ભારે પવન ફૂંકાઈ શકે છે અને 12 જૂન સુધી ગોવા, કર્ણાટક, કેરળના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન તોફાની થવાની શક્યતા છે, સાથે જ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બિપોરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ગુજરાતમાં ભારે પવન વરસાદની આગાહી કરી છે.

24 કલાક રાજ્યમાં વરસાદની આગાહી
અમદાવાદના હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી 830 કિમી દૂર છે. આગામી 24 કલાક રાજ્યમાં વરસાદની આગાહી છે. આવતીકાલથી દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદ પડશે. આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આગામી 2 દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 35થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાશે. 2 દિવસ બાદ પવનની ગતિમાં વધારો થતાં 50-60 કિમીની ઝડપે પવન ફૂંકાશે. પાંચમાં દિવસે 70 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી છે.

36 કલાકમાં ખતરનાક બની શકે છે વાવાઝોડું
અરબ સાગરમાં સર્જાયેલા આ ચક્રવાત પર હવામાન વિભાગના અપડેટ અનુસાર તે અરબી સાગરમાં પૂર્વ-મધ્ય વિસ્તાર ઉપર છે. તે ગોવાના પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ દરિયાકાંઠા નજીક લગભગ 840 કિલોમીટર અને મુંબઈ પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ દરિયાકાંઠાથી લગભગ 870 કિલોમીટર દૂર છે. હવામાન વિભાગે આગામી 36 કલાકમાં આ ચક્રવાત વધુ વિકરાળ બને એવું અનુમાન વ્યક્ત કર્યું છે. ચક્રવાત બિપરજોય આગામી દિદવસોમાં ઉત્તર-ઉત્તર પશ્ચિમની નજીક આવશે. 

NDRF અને સરકારી એજન્સીઓ એલર્ટ
ચક્રવાતનું રૌદ્ર સ્વરૂપ જોતાં NDRF અને સરકારી એજન્સીઓ એલર્ટ બની છે. IMDના જણાવ્યા મુજબ પૂર્વ-મધ્ય અરબ સાગર ઉપર ખૂબ જ ગંભીર ચક્રવાત બિપોરજોય હાલ પોરબંદરથી 830 કિમી દૂર છે. 

સૌરાષ્ટ્રના તમામ બંદરો પર લગાવાયું 2 નંબરનું સિગ્નલ
સૌરાષ્ટ્રમાં સંભવિત વાવાઝોડાનો ખતરાને લઈ દરિયાકાંઠે હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તમામ બંદરો પર ભયસૂચક 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બિપોરજોય વાવાઝોડું ક્યાં ત્રાટકશે તે હજુ નક્કી નથી. જાનહાનીની ભીતિને ધ્યાનમાં રાખીને શહેરોમાંથી મોટા હોર્ડિંગ ઉતારી લેવાની સૂચના આપવામાં આવી છે. જામનગર જિલ્લાના 22 ગામોના 76 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવા તૈયારી કરવામાં આવી છે. દ્વારકા, વેરાવળ, અમરેલીના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ