બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Rahul Gandhi leadership unite opposition loksabha election 2024 Nitish kumar Tejashwi yadav sharad Pawar Uddhav Thackeray meeting opposition unity

વિપક્ષી એકતાના પ્રયાસ / 2024 માટે વિપક્ષ એક કરવા રાહુલ ગાંધીની આગેવાની: નીતિશ-તેજસ્વી અને પવાર બાદ હવે આ નેતાને મળશે

Pravin Joshi

Last Updated: 01:22 PM, 14 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુલ ગાંધી લોકસભા ચૂંટણીને લઈને અત્યારથી કામે લાગી ગયા છે. હાલ તે સૌપ્રથમ વિપક્ષી એકતા મજબૂત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. એક પછી એક દિગ્ગજ નેતાઓની સાથે મુલાકાત કરી રહ્યા છે.

  • રાહુલ ગાંધી વિપક્ષી દળોને એક કરવામાં વ્યસ્ત 
  • રાહુલ ગાંધી અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે મહત્વપૂર્ણ બેઠક
  • રાહુલ ગાંધી દિગ્ગજ નેતાઓ સાથે કરશે મુલાકાત

આગામી લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રની ભાજપ સરકારને ઘેરવા માટે છેલ્લા કેટલાક સમયથી વિપક્ષી એકતાની વાતો થઈ રહી છે, પરંતુ આ મામલે રાજકીય સમીકરણો બરાબર બેસી શક્યા નથી. હવે રાહુલ ગાંધી એકતા મજબૂત કરવામાં લાગેલા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે આજે મહત્વપૂર્ણ બેઠક થઈ શકે છે. રાહુલ ગાંધી પોતે માતોશ્રી પહોંચીને ઉદ્ધવ ઠાકરેને મળી શકે છે. લોકસભાની સદસ્યતા રદ્દ થયા બાદ હવે રાહુલ ગાંધી વિપક્ષી દળોને એક કરવામાં વ્યસ્ત છે. બે દિવસ પહેલા નીતિશ કુમાર અને તેજસ્વી યાદવને પણ મળ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી ગમે ત્યારે મુંબઈ પહોંચી શકે છે અને ત્યાં શિવસેનાના નેતા (ઠાકરે જૂથ) ઉદ્ધવ ઠાકરેને મળી શકે છે. સંસદની સદસ્યતા ગુમાવ્યા પછી, રાહુલ ગાંધીનું સમગ્ર ધ્યાન હવે આગામી લોકસભા ચૂંટણીમાં મોદી સરકારને હરાવવા માટે વિરોધ પક્ષોને તૈયાર કરવા પર કેન્દ્રિત થઈ ગયું છે.

શરદ પવાર દિલ્હીમાં રાહુલ ગાંધીને મળ્યા

NCP ચીફ શરદ પવાર ગુરુવારે દિલ્હીમાં રાહુલ ગાંધીને મળ્યા હતા. જે બાદ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ઉદ્ધવ ઠાકરેને મળવા મુંબઈ જશે. સમાચાર એ પણ આવી રહ્યા છે કે ઉદ્ધવ સિવાય રાહુલ ગાંધી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સાથે પણ મુલાકાત કરી શકે છે.

રાહુલ ગાંધી વિપક્ષી એકતા માટે ઉતર્યા મેદાનમાં

ગાંધીની અલગ-અલગ પાર્ટીઓના નેતાઓ સાથેની બેઠક મોદી સરકાર વિરુદ્ધ વિપક્ષી એકતાને મજબૂત કરવા માટે છે. સૂત્રોનું માનીએ તો રાહુલ ગાંધીએ આ જવાબદારી પોતાના ખભા પર લીધી છે. જેની શરૂઆત તેમણે નીતીશ કુમારથી કરી છે.

દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે યોજાઈ હતી બેઠક

દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે આયોજિત આ બેઠકમાં આરજેડી નેતા અને ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે પણ ભાગ લીધો હતો. બીજી બાજુથી જેડીયુ પ્રમુખ લલન સિંહ પણ જોવા મળ્યા હતા. નીતિશ કુમાર સાથેની મુલાકાત બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વિપક્ષી એકતાને મજબૂત કરવા માટે આ એક ઐતિહાસિક પગલું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ