બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Rahul Gandhi has KTM 390 bike but doesnt drive

રાજનીતિ / રાહુલ ગાંધી પાસે છે સુપરફાસ્ટ બાઇક KTM 390, પણ ચલાવી નથી શકતા, જુઓ પોતે જ શું કારણ આપ્યું

Vaidehi

Last Updated: 04:29 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bike Lover કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મેકેનિકો સાથેની વાતચીત દરમિયાન ખુલાસો કર્યો કે તેમની પાસે KTM 390 મોટરસાઈકલ છે પણ તેઓ તેનો ઉપયોગ જ નથી કરતાં.

  • કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી છે બાઈક પ્રેમી
  • તેમની પાસે છે  KTM 390 મોટરસાઈકલ
  • કરોલ બાગમાં મેકેનિકો સાથે મુલાકાત દરમિયાન કર્યો ખુલાસો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ખુલાસો કર્યો છે કે તેમની પાસે KTN 390 બાઈક છે પરંતુ એ બેકાર પડી છે કારણકે તેઓ તેનો ઉપયોગ જ નથી કરતાં. રાહુલે દિલ્હીનાં કરોલ બાગ બજારમાં મેકેનિકો સાથે વાતચીત કરી જેનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં તેઓ મોટરસાઈકલની સર્વિસિંગ કરતાં નજરે પડી રહ્યાં છે.

બાઈક શા માટે નથી ચલાવતા રાહુલ?
વીડિયોમાં તેમણે જણાવ્યું કે રાહુલ ગાંધીનો સુરક્ષા પ્રોટોકોલ તેમને KTM 390 બાઈક ચલાવવાની પરવાનગી નથી આપતો. આ જ કારણોસર હાઈપર્ફોર્મન્સવાળી આ બાઈક બેકાર પડી છે. જો કે  તેમણે KTM 390નો કયો વેરિયન્ટ તેમની પાસે છે એ અંગે કોઈ ઉલ્લેખ કર્યો નહોતો.

રાહુલ ગાંધીએ વીડિયો કર્યો પોસ્ટ
રાહુલ ગાંધીએ દિલ્હીનાં કરોલ બાગ બજારમાં મેકેનિકો સાથેની પોતાની મુલાકાતનો એક વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું કે,'ભારતનાં સુપર મેકેનિક જેમના લીધે દેશનાં વિકાસનું પૈડુ ભાગે છે. તેમણે આગળ લખ્યું કે ભારતનાં ઑટોમોબાઈલ ઉદ્યોગને મજબૂત બનાવવા માટે ભારતનાં મેકેનિકોને સશક્ત કરવાની જરૂર છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ