અલ્લૂ અર્જુને 'વરૂડૂ'ની કો-સ્ટાર ભાનુશ્રી મેહરાને ટ્વીટર પર બ્લોક કરી દીધી છે. જેના બાદ એક્ટ્રેસે સ્ક્રીનશોર્ટ શેર કર્યો અને હંગામો થઈ ગયો છે.
અલ્લૂ અર્જુને કો-સ્ટારને કરી બ્લોક
ભાનુશ્રી મેહરાને ટ્વીટર પર કરી બ્લોક
બ્લોક કર્યા બાદ સ્ક્રીનશોર્ટ કર્યો શેર
સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન આમ તો હંમેશા પોતાના કો-સ્ટાર્સની સાથે મજાક કરતા તેમના વખાણ કરતા જોવા મળે છે. અલ્લુએ શનિવારે પોતાની 'વરૂડૂ'ની એક્ટ્રેસ ભાનુશ્રી મેહરાને બ્લોક કરી દીધી. એક્ટ્રેસે તેનો સ્ક્રીનશોર્ટ ટ્વીટર પર શેર કરી લોકોને ચોંકાવી દીધી હતા. જોકે તેના થોડા કલાકો બાદ અલ્લૂએ એક્ટ્રેસને ટ્વીટર પર અનબ્લોક કરી દીધી.
If you ever feel like you're stuck in a rut, just remember that I acted in Varudu with Allu Arjun and STILL couldn't get any work. But I've learned to find humor in my struggles – especially now that Allu Arjun has blocked me on Twitter🤷♀️ Go subscribe ?https://t.co/mqX2lVNjwxpic.twitter.com/ycSR5yGpfl
એક્ટ્રેસ લખી હતી આ ટ્વીટ
ટ્વીટર પર પોતાના બ્લોક હોવાની જાહેરાત કરતા ભાનુશ્રીએ અલ્લુની પ્રોફાઈલનો એક સ્ક્રીનશોર્ટ શેર કર્યો હતો. જેમાં જોઈ શકાય છે કે અલ્લૂએ તેને બ્લોક કરી દીધી છે. તેની સાથે જ ભાનુશ્રીએ લખ્યું, "જો તમને ક્યારેક એવું લાગે છે કે તમે એક લીકમાં ફસાઈ ગયા છો, તો યાદ રાખો કે મેં અલ્લૂ અર્જુનની સાથે 'વરૂડ'માં અભિનય કર્યો હતો અને હજુ પણ કામ જ કરૂ છું."
કોઈ કામ નથી મળ્યું. પરંતુ મેં પોતાના સંઘર્ષોમાં કોમેડીને શોધ કરવાનું શીખી લીધુ છે. ખાસ રીતે હવે જ્યારે અલ્લુ અર્જુને મને ટ્વીટર પર બ્લોક કરી દીધી છે તો?"
આ ફિલ્મમાં જોવા મળ્યા હતા સાથે
તમને જણાવી દઈએ કે ભાનુશ્રી અને અલ્લુએ તેલુગુ રોમેન્ટિક એક્શન ડ્રામા ફિલ્મ 'વરૂડૂ'માં સાથે કામ કર્યું હતું. જે વર્ષ 2010માં રિલીઝ થઈ હતી.
ગુણશેખર દ્વારા અભિનીત, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર દર્શકોને પ્રભાવિત કરવામાં સફળ ન થઈ શકી. 'વરૂડૂ'ના પહેલા પણ ભાનુશ્રી ઘણી ફિલ્મોમાં જોવા મળી પરંતુ તેનું કરિયર સારૂ નથી ચાલી શક્યું.
Great news, Allu Arjun has unblocked me! To clarify, I NEVER blamed him for my career setbacks. Instead, I've learned to find humor in my struggles and keep moving forward. Stay tuned for more laughs and good vibes! Thanks, Allu Arjun, for being a good sport. @alluarjunpic.twitter.com/oLovQdnWAE
અલ્લુએ કર્યું અનબ્લોક
આ પોસ્ટના અમુક કલાકો બાદ, ભાનુશ્રીએ સ્પષ્ટ કર્યુ કે તેમણે પોતાના કરિયરની અસફળતાઓ માટે ક્યારેય પણ અલ્લૂ અર્જુનને દોષી નથી ગણાવ્યો અને ખુલાસો કર્યો કે હવે અભિનેતાએ તેને અનબ્લોક કરી દીધો છે.
તેમણે બીજો એક સ્ક્રીનશોર્ટ શેર કર્યો અને લક્યું, "શાનદાર ખબર, અલ્લુ અર્જુને મને અનબ્લોક કરી દીધી છે. સ્પષ્ટ કરવા માટે મેં પોતાના કરિયરની અસફળતાઓ માટે તેમને ક્યારેય દોષ નથી આપ્યો. તેની જગ્યા પર મેં પોતાના સંઘર્ષોમાં હાસ્ય શોધ્યુ અને આગળ વધવાનું શીખ્યું છે. વધારે હંસી અને સારા વાઈબ્સ માટે જોડાયેલા રહો. એક સારી રમત માટે ધન્યવાદ, અલ્લુ અર્જુન."