બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / purchasing of gold biscuit or coin will give more return than gold jwellery

જાણવા જેવું / સોનાના ઘરેણાં લેવાનો રૂઢિગત વિચાર બદલી નાખજો, નુકસાનીનો છે સોદો, બિસ્કિટ કે સિક્કો કરાવશે બમ્પર ફાયદો

Vaidehi

Last Updated: 06:52 PM, 2 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે રોકાણની દ્રષ્ટિએ સોનું ખરીદવાનું વિચારો છો તો ઘરેણાં ખરીદવું ફાયદાકારક નહીં રહે. બિસ્કિટ કે સોનું ખરીદવાથી તમને ભવિષ્યમાં મોટો ફાયદો મળી શકે છે.

  • રોકાણની દ્રષ્ટિએ સોનું ખરીદવામાં આ બાબતનું ધ્યાન રાખવું
  • ઘરેણાં કરતાં બિસ્કિટ-સિક્કામાં મળે છે વધુ ફાયદો
  • આકર્ષક ઘરેણાંની લાલચમાં થઈ શકે છે નુક્સાનનો સોદો

ભારતમાં પ્રત્યેક વર્ગનાં લોકોને સોના-ચાંદીથી એક અલગ જ લગાવ હોય છે. કારણકે સોનાનાં ઘરેણાં ન માત્ર તમારી શોભા વધારે છે પણ આર્થિક કટોકટીનાં સમયે સોનું તમને મદદરૂપ પણ બને છે. સોનાનાં ઘરેણાની મદદથી તમે સરળતાથી લોન લઈ શકો છો અથવા તો તેને વેંચીને તરત જ પૈસા મેળવી શકો છો. પણ જો તમે રોકાણની દ્રષ્ટિએ સોનું ખરીદતા હોય તો ઘરેણાં ખરીદવું યોગ્ય નહીં રહે કારણકે કેલક્યુલેશનની દ્રષ્ટિએ આ નુક્સાનનો સોદો સાબિત થઈ શકે છે.

વાંચવા જેવું: નવા વર્ષમાં ભૂલ્યા વગર કરી લેજો આ કામનું કામ! 5-5 હજારના મળશે 20 લાખ, 2024 શું જિંદગીભર નહીં પડે પૈસાની તંગી

સોનાનાં ઘરેણાં એક આકર્ષણ
કોઈ પણ જ્વેલેરી શોપર અલગ-અલગ ડિઝાઈનનાં હાર, રીંગ, ચેન, બંગળીથી ગ્રાહકોને આકર્ષિત કરે છે. સોનાની ચમક અને જ્વેલેરી ડિઝાઈન જોઈને લોકો ખરીદી પણ લે છે. લોકો વિચારે છે કે થોડાં વર્ષો આ ઘરેણાં પહેરશે અને પછી તેને વેંચીને સારું રિટર્ન મેળવશે, પણ આ તદન ખોટું છે. 

મેકિંગ ચાર્જ
સોનાની જ્વેલેરી ખરીદવા પર તેનું મેકિંગ ચાર્જ ચૂકવવું પડે છે. પણ જ્યારે તમે ઘરેણાં વેંચો છો અથવા એક્સચેંજ કરો છો તો મેકિંગ ચાર્જ એમાઉન્ટ પાછું નથી મળતું. જો તમે બિસ્કિટ ખરીદો છો તો તેમાં આ ચાર્જ નથી હોતો. ગોલ્ડ જ્વેલેરી પર મેકિંગ ચાર્જ પ્રતિ ગ્રામ અને કુલ રકમનાં હિસાબે લાગે છે. ડિઝાઈનનાં હિસાબે મેકર અલગ ચાર્જ લઈ શકે છે. મેકિંગ ચાર્જ પ્રતિ ગ્રામ 250 રૂપિયા અને કુલ રકમ પર 10થી 12% હોઈ શકે છે. જો તમે 6 લાખ રૂપિયાની સોનાની જ્વેલેરી ખરીદો છો તો 10% મેકિંગ ચાર્જનાં હિસાબે 60000 રૂપિયા ચૂકવવા પડે છે.

નુક્સાનનો સોદો
ગોલ્ડ જ્વેલેરી વેંચવા પર તેની સંપૂર્ણ કિંમત પાછી નથી મળતી. કારણકે આભૂષણ બનાવવામાં સોનાની સાથે અન્ય ધાતુ પણ મિક્સ થાય છે. જ્યારે તમે આ ઘરેણાં વેંચવા જાઓ છો ત્યારે તેમાં રહેલ ગોલ્ડની માત્રાનાં હિસાબે તમને પૈસા મળે છે. પણ સિક્કા કે બિસ્કિટમાં પૂરેપૂરી કિંમત તમને પાછી મળે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ