બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PSI of Jamnagar Panchkoshi B Division suspended

આકરા પગલાં / જામનગર રેન્જ IGની કડક કાર્યવાહી: પંચકોષી વિસ્તારમાં 5400 બોટલ દારૂ ઝડપાતા PSI એમ.એ. મોરી સસ્પેન્ડ

Kishor

Last Updated: 06:59 PM, 10 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગરના દરેડ દારુ કાંડ મામલે સ્થાનીક પોલીસ મથકના પીએસઆઈનો ભોગ લેવાયો છે. જેને સસ્પેન્ડ કરી દેવા મામેલ ઉચ્ચકક્ષાએથી આદેશ છુટ્યા છે.

  • જામનગરમાંથી મોટા પ્રમાણમાં દારૂ પકડવાનો મામલો
  • જ્યાંથી 5400 બોટલ દારૂ પકડાયો તે વિસ્તારના PSI એમ. એ. મોરી સસ્પેન્ડ
  • રેન્જ આઈ જી અશોક કુમારે કરી કડક કાર્યવાહી

જામનગર ખાતે આવેલ દરેડ ગામના વિસ્તારમાંથી સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દારૂનો જંગી જથ્થો ઝડપી લીધો હતો. રાજસ્થાની ગેંગ દ્વારા ગોડાઉન ભાડે રાખી દારૂનું વેચાણ કરાતું હતું. પોલીસે રૂપિયા ૨૨.૬૯ લાખની કિંમતનો પેટી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. જેને લઈને સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા. રેન્જ આઈ જી અશોક કુમાર ચોંકી ઉઠ્યા હતા અને તમણે કડક કાર્યવાહી કરી જ્યાંથી 5400 બોટલ દારૂ પકડાયો તે વિસ્તારના PSI એમ. એ. મોરીને સસ્પેન્ડ કરી દીધા છે. જેને લઈને પોલીસ આલમમાં ચર્ચા જાગી છે.

દરેડ દારૂકાંડ મામલો, પોલીસની સંડોવણી ખુલશે તો આકરા પગલાં લેવાશે!: એસપી
શુ હતું સમગ્ર પ્રકરણ

કેસની વિગત એવી હતી કે સ્ટેટ મોનિટરિંગ સેલ- ગાંધીનગરની ટીમ થોડા દિવસો અગાઉ રાજકોટમાંથી ૧૨૦ પેટી દારુનો જથ્થા સાથે એક રાજસ્થાનીને ઝડપી લીધો હતો. જેની તપાસમાં જામનગર પંથકમાં વધુ દારૂ સંતાડયો હોવાનું સામે આવ્યું હતું. વધુમાં રામનારાયણ અર્જુનસિંહ કે જે મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાનો છે, અને હાલ સત્યમ પાર્ક એચ.આર. રોડ દરેડ- જામનગર કે જે દરેડ વિસ્તારમાં ગોડાઉન ભાડેથી રાખી અને તેમાં દારૂનો મસમોટો જથ્થો સંતાડી રાખ્યો છે.તેવી વિગતો બહાર આવતા જ ગત શનિવારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ પહોંચી હતી. 

દરેડ દારૂકાંડ મામલો, પોલીસની સંડોવણી ખુલશે તો આકરા પગલાં લેવાશે!: એસપી

પંચકોષી બી ડિવિઝનના PSI મોરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા

જ્યા તપાસમાં જામનગરના દરેડ વિસ્તારમાં ભવાની ફાર્મ નજીકના ૧૬૦ નંબરના પ્લોટ માં આવેલા એક્ ગોદામમાંથી જુદી જુદી બ્રાન્ડની રૂપિયા ૨૨,૬૯,૮૦૦ ની કિંમતનો ૫,૪૦૦ બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. તપાસમાં રાજસ્થાનથી આવેલ દારૂ રાજસ્થાનના વતની અનિલ સાહૂ બિશ્નોઇ (ચિતલગાઢ દારૂનો ધંધો ચલાવનાર અને કટીંગ કરનાર મુખ્ય આરોપી), ગોગી જબરામ બિશ્નોઇ (રહે. રાજસ્થાનના સાચોર જિલ્લાના ચિત્તલ,  દારૂની પ્રવૃત્તિ ચલાવનાર અને કટીંગ કરનાર મુખ્ય આરોપી) વધુમાં તેની સાથે મુકેશકુમાર સુખરામ હરલાલ ગોદારા કે જે મૂળ રાજસ્થાનના સાચોર જિલ્લાના સરવાના ગામનો વતની છે, અને તે દરેડમાં ભાડાના ગોડાઉનમાં દારૂનો જથ્થો સંગ્રહ કરી અને ડીલેવરીની કામગીરી કરે છે. તેવું સામે આવતા ચારેય આરોપીઓ સામે સ્થાનિક પોલીસમાં ગુન્હો દાખલ કરી તેને ફરારી જાહેર કર્યા હતા. બાદમાં તપાસ એલસીબીને સોંપાઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ