બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

logo

લોકસભા ચૂંટણી 2024: કંગના રનૌત આજે મંડીથી નામાંકન કરશે

logo

મુંબઈના ઘાટકોપરમાં હોર્ડિંગ્સ પડતા મૃત્યુ પામેલાઓની સંખ્યા વધી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / poor hydration linked to faster ageing and chronic disease new study reveals

ચોંકાવનારી સ્ટડી / શું તમે પણ રોજ આટલા લિટર પાણી પીઓ છો? તો ચેતી જજો, નહીં તો જલ્દી આવી જશે વૃદ્ધાવસ્થા

Manisha Jogi

Last Updated: 04:52 PM, 5 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાણીનું ઓછી માત્રામાં સેવન કરવાથી શરીરનું ફંક્શન બગડી શકે છે અને ડિહાઈડ્રેશન થવાનું જોખમ રહે છે. ઉપરાંત બ્લડ પ્રેશર, કોલસ્ટ્રોલ સહિત અનેક પ્રકારની ક્રોનિક બિમારીઓ થવાનું જોખમ રહે છે.

  • દરરોજ પર્યાપ્ત માત્રામાં પાણીનું સેવન કરવું જોઈએ
  • પાણીનું ઓછી માત્રામાં સેવન કરવાથી ડિહાઈડ્રેશન થવાનું જોખમ રહે છે
  • અનેક પ્રકારની ક્રોનિક બિમારીઓ થઈ શકે છે

વ્યક્તિએ સ્વસ્થ રહેવા માટે દરરોજ પર્યાપ્ત માત્રામાં પાણીનું સેવન કરવું જોઈએ. પાણીનું ઓછી માત્રામાં સેવન કરવાથી શરીરનું ફંક્શન બગડી શકે છે અને ડિહાઈડ્રેશન થવાનું જોખમ રહે છે. તાજેતરની સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, પાણીનું સીમિત માત્રામાં સેવન કરવાથી નાની ઉંમરે ઘડપણ આવી શકે છે. ઉપરાંત બ્લડ પ્રેશર, કોલસ્ટ્રોલ સહિત અનેક પ્રકારની ક્રોનિક બિમારીઓ થવાનું જોખમ રહે છે. 

રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, હાઈડ્રેટેડ લોકોની સરખામણીએ જે લોકોને ડિહાઈડ્રેશનની સમસ્યા હોય તેમનું નાની ઉંમરે મૃત્યુ થવાનું જોખમ રહે છે. આ સ્ટડીમાં 45થી 66 વર્ષના લોકોને શામેલ કરવામાં આવ્યા હતા. 25 વર્ષ સુધી 11,000 લોકો પર સ્ટડી પર કર્યા પછી આ સ્ટડીનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે લોકો આ સ્ટડીમાં શામેલ કરવામાં આવ્યા તેમના બ્લડમાં સોડિયમ લેવલની તપાસ કરવામાં આવી હતી. જે લોકોના બ્લડમાં સોડિયમ કંસંટ્રેશનની માત્રા વધુ હતી તે લોકોના શરીરમાં પાણીની ઊણપ હોવાનું સામે આવ્યું હતું. 

જે લોકોના બ્લડમાં સોડિયમનું સ્તર વધુ હતું, તે લોકો અન્ય લોકોની સરખામણીએ વધુ વૃદ્ધ થઈ રહ્યા હતા. ઉપરાંત હાઈ બ્લડ પ્રેશર, કોલસ્ટ્રોલ અને ડાયાબિટીસનું વધુ જોખમ હતું. બ્લડમાં સોડિયમની માત્રા વધુ હોવી તે આરોગ્ય માટે હાનિકારક છે. આ પ્રકારની સમસ્યાથી બચવા માટે લિક્વિડનું પર્યાપ્ત માત્રામાં સેવન કરવું જોઈએ. 

આરોગ્ય નિષ્ણાંતો અનુસાર તમામ ઋતુમાં દરરોજ 2થી 3 લીટર પાણીનું સેવન કરવું જોઈએ. પથરીની સમસ્યા હોય તો વધુ માત્રામાં પાણીનું સેવન કરવું જોઈએ. શરીરમાં પાણીની ઊણપ થવાને કારણે અનેક પ્રકારની પરેશાની થઈ શકે છે, ઉપરાંત કિડની પર પણ અસર થઈ શકે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ