બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics heats up again in Maharashtra

મોટું નિવેદન / એક એક કરીને બધુ બહાર લાવીશ : ભાજપનાં દિગ્ગજ નેતાએ ફરી ઉછાળ્યો સુશાંત સિંહ કેસ, ઠાકરેને આપી ચેતવણી

Ronak

Last Updated: 05:59 PM, 27 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપ નેતા નારાયણ રાણેની ધરપકડ બાદ તેમણે મહારાષ્ટ્ર સરકાર પર ફરી વળતા પ્રહાર કર્યા છે. જેમા તેમણે CM ઉદ્ધવ ઠાકરેને ચેતવણી આપતા કહ્યું કે શુસાંત સિંહનો કેસ હજુ પત્યો નથી

  • મહારાષ્ટ્રમાં રાજકારણ ફરી ગરમાયું 
  • નારાયાણ રાણે ફરી મહારાષ્ટ્ર સરકાર પર કર્યા પ્રહાર 
  • સુશાંત સિંહ અને દિશા સાલિયાનનો કેસ પત્યો નથી: નારાયણ રાણે 

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સામે વિવાદીત ટિપ્પણી કરનાર નારાયણ રાણેને કારણે મહારાષ્ટ્રની રાજકારણમાં હડકંપ મચી ઉઠ્યો છે. ભાજપ નેતા રાણેની ધરપકડ પણ કરવામાં આવી હતી. પરંતુ કોર્ટ દ્વારા બાદમાં તેને જામીન આપી દેવામાં આવ્યા છે. 

ડાકુની જેમ મારી ધરપકડ કરવામાં આવી : નારાયણ રાણે 

સમગ્ર મામલે રાણેએ એવું કહ્યું કે જે રીતે ડાકુઓની ધરપકડ થાય છે. તે રીતે મારી ધરપકડ કરવામાં આવી હતી. રાણેએ કોઈનું પણ નામ લીધા વગર કહ્યું કે ભાભી પર એસિડ ફેકવાની વાત કોણે કરી સાથેજ તેણે કહ્યું સુશાંત રાજપુત અને દિશા સાલિયાનનો કેસ હજું પત્યો નથી. ઉપરાંત તેણે એવું પણ કહ્યું હતું કે અમારે રચનાત્મક કામ કરવાનું છે ઘરમાં બેસીને કામ નથી કરવાનું. 

વિનાયક રાઉતે આપી તેની પ્રતિક્રીયા 

સમગ્ર મામલે શિવસેના સાંસદ વિનાયક રાઉતે એવું કહ્યું કે નારાયણ રાણેની જનયાત્રા આશીર્વાદ લેવા માટે નહી પરતું શિવસેનાને હેરાન કરવા માટે રાખી છે. સાથેજ તેમણે કહ્યું કે જ્યારે ફડણવીસ મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રાણેની કુંડળી બનાવાની વાત કરી હતી. તે કુંડળી તેમની અમારી પાસે પણ છે. 

સંજય રાઉતે આપ્યું મહત્વનું નિવેદન 

શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે નારાયણ રાણેનો મુદ્દો હવે સમાપ્ત થઈ ગયો છે. તેની સામે જે પણ કાર્યવાહી થઈ તે નિયમોના આધાર પર થઈ છે. ઉપરાંત સંજય રાઉતે ચંપલ વાળું નિવેદન યાદ કરીને કહ્યું કે તે નિવેદન કેમ અને ક્યારે આપવામાં આવ્યું તે પણ જુઓ. 

CM ઉદ્ધવ ઠાકરે સામે ઉઠી કાર્યવાહીની માગ 

ઉલ્લેખનીય છે કે નારાયણ રાણેના થપ્પડ વાળા નિવેદનને લઈને ઉદ્ધવ ઠાકરેનું 2018 વાળું નિવેદન સામે આવ્યું હતું. જેમા તેમણે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચપ્પલથી મારવાની વાત કરી હતી. હવે આ નિવેદનને લોકો નારાયણ રાણેના લાફા વાળા નિવેદન સાથે જોડીને ઉદ્ધવ ઠાકરે સામે પણ કાર્યવાહીની માગ કરી રહ્યા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ