બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / pm narendra modi on three farm law govt decided to repeal

નિર્ણય / 3 કૃષિ કાયદા પરત લેવાનું PM મોદીનું એલાન, જાણો રાષ્ટ્રજોગ સંબોધનની 5 મહત્વની વાતો

Kavan

Last Updated: 10:20 AM, 19 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશવાસીઓને સંબોધિત કરતા એક મોટી જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે તેમની સરકાર ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચી લેવામાં આવશે

  • PM મોદીએ કૃષિ કાયદા રદ્દ કરવાની કરી જાહેરાત
  • ખેડૂતોને ઘરે પરત ફરવાની કરી અપીલ 
  • જાણો મહત્વના 5 પોઈન્ટ્સ

PM મોદીએ કહ્યું કે, આગામી સંસદ સત્રમાં જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર આ માટે એક સમિતિની રચના કરશે. તેમણે કહ્યું કે અમારા પ્રયાસો છતાં અમારી સરકાર ખેડૂતોના વિરોધને સમજી શકી નથી.

વિરોધ કરતા ખેડૂતોને ખેતરમાં પરત ફરવાની કરી અપીલ 

હું દેશવાસીઓની માફી માંગુ છું કે અમારા પોતાના પ્રયાસોમાં થોડીક ઉણપ રહી હશે. પીએમએ વિરોધ કરી રહેલા ખેડૂતોને કહ્યું કે ગુરપુરબના અવસર પર તમે તમારા ઘર અને ખેતરમાં પાછા ફરો.

નાના ખેડૂતો માટે કૃષિ કાયદા લાવ્યા હોવાની કરી વાત 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે 'ખેડૂતોની સ્થિતિ સુધારવા માટેના મહાન અભિયાનમાં ત્રણ કૃષિ કાયદા લાવવામાં આવ્યા હતા. તેનો હેતુ એ હતો કે નાના ખેડૂતોને વધુ શક્તિ મળવી જોઈએ અને તેઓને તેમના ઉત્પાદનના યોગ્ય ભાવ મળવા જોઈએ. વર્ષોથી દેશના કૃષિ નિષ્ણાતો, સંગઠનો અને વૈજ્ઞાનિકો આ માંગ કરી રહ્યા હતા. ભૂતકાળમાં પણ ઘણી સરકારોએ મંથન કર્યું હતું. આ વખતે પણ સંસદમાં ચર્ચા થઈ. દેશના ખૂણે ખૂણે, વિવિધ ખેડૂત સંગઠનોએ સ્વાગત કર્યું અને ટેકો આપ્યો. આજે તેમના સમર્થન માટે હું તે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું.

5 મહત્વના મુદ્દા 

1... PM મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું કે, મેં જે કાઈપણ કર્યું તે ખેડૂતો માટે કર્યું છે, જે કાઈ કરી રહ્યો છું તે પણ ખેડૂતો અને દેશવાસીઓ માટે કરવા જઈ રહ્યો છું. દેશવાસીઓના આશિર્વાદથી મેં મારી મહેનતમાં કોઈપણ પ્રકારની કસર છોડી નથી, આજે હું તમને આશ્વાસન આપું છું કે, વધુ મહેનત કરીશ જેથી તમારા અને રાષ્ટ્રના સપના પૂર્ણ કરી શકું.

2...પીએમ મોદીએ કહ્યું કે અમે ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. તેની પ્રક્રિયા આ મહિને સંસદના આગામી સત્રથી શરૂ થશે. હું ખેડૂતોને અપીલ કરું છું કે તેઓ તેમના ઘરે પાછા ફરે અને નવેસરથી શરૂઆત કરે.

3... પીએમે કહ્યું કે અમે ખેડૂતોને સસ્તા ભાવે બીજ આપવાનું કામ કર્યું. સૂક્ષ્મ સિંચાઈ સાથે સિંચાઈ યોજનાઓ શરૂ કરી. 22 કરોડ સોઈલ હેલ્થ કાર્ડ બનાવવામાં આવ્યા હતા... આ બધું કૃષિ ઉત્પાદન વધારવા માટે કરવામાં આવ્યું હતું. તે જ સમયે, અમે પાક વીમા યોજના શરૂ કરી અને તે હેઠળ ખેડૂતોને પણ જોડવામાં આવ્યા.

4... પ્રધાનમંત્રીએ કહ્યું કે અમે ખેડૂતોને તેમની ઉપજની સંપૂર્ણ અને યોગ્ય કિંમત મળે તે સુનિશ્ચિત કરવા માટે ઘણાં પગલાં લીધાં છે. અમે ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કર્યું. અમે માત્ર MSP વધાર્યો જ નહીં પરંતુ સરકારી ખરીદીને પણ રેકોર્ડ ઊંચાઈએ લઈ જઈએ. અમારી સરકાર દ્વારા પાકની ખરીદીએ છેલ્લા દાયકાઓના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

5... પીએમ મોદીએ કહ્યું કે જ્યારે હું 2014માં વડાપ્રધાન બન્યો ત્યારે અમારી સરકારની પ્રાથમિકતા ખેડૂતોનું કલ્યાણ અને વિકાસ હતી. ઘણા લોકો અજાણ છે કે દેશના 100 માંથી 80 ખેડૂતો નાના પાયાના છે અને તેમની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન છે. આ ખેડૂતોની વસ્તી 10 કરોડથી વધુ છે અને તેમની આજીવિકા પણ આ જમીન છે. વડા પ્રધાને પછી દેહ સિવા બરુ મોહિ ઇહાઈ સુભ કર્મન તે કહૂં ના તોરોં સાથે તેમનું ભાષણ સમાપ્ત કર્યું, જે ગુરુગોવિંદ સિંહની રચના દસમ ગ્રંથના ચંડી ચરિતરનો એક શબ્દ છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ