બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / pm narendra modi first birthday after mother passes away heeraben modi memories

PM Modi Birthday / જન્મદિવસ હોય એટલે માતાના આશીર્વાદ લેવા અચૂક આવી જતાં PM મોદી, હીરાબા શતાયુ થયા ત્યારે કરી હતી ચરણવંદના

Malay

Last Updated: 09:47 AM, 17 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi Birthday: માતા હીરાબા વગર પહેલો જન્મદિવસ મનાવી રહ્યા છે પીએમ મોદી, આ જન્મદિવસ તેમના માટે અધૂરો છે કારણ કે આ વર્ષે પીએમ મોદીના માતા હીરાબા તેમની સાથે નથી.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 73મો જન્મદિવસ 
  • દેશભરમાં કરાઈ રહી છે હરખભેર ઉજવણી 
  • માતાના નિધન બાદ પહેલો જન્મદિવસ

PM Modi 73rd Birthday: આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 73મો જન્મદિવસ છે. પીએમ મોદીના જન્મદિવસની દેશભરમાં હરખભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતથી લઈને દેશના વિવિધ ભાગોમાં આજે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ જન્મદિવસ પર એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર જન્મદિવસની ખુશી જોવા મળશે, તો બીજી બાજુ તેમના દિલમાં જન્મદાત્રી હીરાબા વગર જન્મદિવસ મનાવવાની વેદના પણ હશે. આપને જણાવી દઈએ કે, પીએમ મોદી તેમના જન્મદિવસ પર તેમના માતા હીરાબાના આશીર્વાદ લેવા ગાંધીનગર આવતા હતા. પરંતુ આ વખતે એવું થશે નહીં. 

pm narendra modi and mother hiraba pics memory

માતાના નિધન બાદ પહેલો જન્મદિવસ
વાસ્તવમાં માતા હીરાબાના નિધન બાદ આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો જન્મદિવસ તેમના વગર જ મનાવશે. જન્મદિવસ હોય ને નરેન્દ્ર મોદી ગુજરાતમાં તેમના માતા હીરાબાને વંદન કરવા ન આવે એવું બન્યું નથી. એકાદવાર કોરોનાકાળમાં તેઓ આવી શક્યા નહોતા. પરંતુ આજે 17 સપ્ટેમ્બરની સવાર નરેન્દ્ર મોદી માટે ખાલીપો લઈને આવી છે. માતા હીરાબાના નિધન બાદ PM નરેન્દ્ર મોદીનો આ પહેલો જન્મદિવસ છે. આ જન્મદિવસ તેમના માટે અધૂરો છે, કારણ કે આ વર્ષે પીએમ મોદીના માતા હીરાબા તેમની સાથે નથી. તેઓ તેમના જન્મદિવસ પર માતાના આશીર્વાદ લેવા અચૂક આવી જતા હતા.

માતા હીરાબા સાથે જોડાયેલી યાદો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમય-સમય પર માતા સાથેની તેમની યાદોનો ઉલ્લેખ કરતા રહે છે. પછી તે બાળપણની યાદો હોય કે રાજકીય વ્યસ્તતાઓ વચ્ચે માતા સાથેની મુલાકાતની. તેઓની દરેક તસવીરમાં માતા અને પુત્ર વચ્ચેના અતૂટ સંબંધની ઝલક જોવા મળે છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા, તેના બે વર્ષે તેમના માતા હીરાબા નરેન્દ્ર મોદીના દિલ્હીના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા હતા. 95 વર્ષીય હીરાબા ત્યારે ચાલી શકે એવી સ્થિતિમાં નહોતાં. જેથી પીએમ મોદીએ તેમની વ્હીલચેરને જાતે જ ચલાવીને સમગ્ર પ્રધાનમંત્રી નિવાસની સફર કરાવી હતી. જેની તસવીરો તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. 

માતાના ચરણ ધોઈ લીધા હતા આશીર્વાદ
હીરાબાના 100મા જન્મદિવસે પણ પીએમ મોદી તેમને મળવા પહોંચ્યા હતા. તેઓ વહેલી સવારે 6.30 વાગ્યે ગાંધીનગર માતાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા, જ્યાં તેઓ અડધો કલાકથી વધારે સમય ત્યાં રોકાયા હતા અને માતાના ચરણ ધોઈને આશીર્વાદ મેળવ્યા હતા. માતા હીરાબાનાં ચરણ ધોઈ પીએમ મોદીએ પાણીને પોતાના માથે ચડાવ્યું હતું.

માતા હિરાબાએ ઘરમાં પ્રગટાવ્યો હતો દીવો
કોરોના વાયરસ સામેની ભારતની લડાઈમાં PM મોદીની અપીલ મુજબ માતા હિરાબાએ પણ પોતાના ઘરમાં દીવો પ્રગટાવ્યો હતો. હિરાબાએ તેમના ગાંધીનગર ખાતેના નિવાસ્થાને કોરોનાની મહામારી સમય PM મોદીએ કરેલી અપીલને ધ્યાનમાં રાખી લાઈટ-બત્તી બંધ કરી અને પોતાના ઘરમાં દિવો પ્રગટાવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ