બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / PM Modi's main role behind BJP's massive victory in Gujarat
ADVERTISEMENT
મોદી મેજિકના કારણે ગુજરાતમાં ભાજપે એ કરીને બતાવ્યું છે, જે 62 વર્ષના ઈતિહાસમાં આજ સુધી નથી થયું. આ ઈતિહાસ છે ગુજરાતની સૌથી મોટી જીતનો. આ પહેલા આ રેકોર્ડ કોંગ્રેસના નામે હતો. જ્યારે 1985માં કોંગ્રેસ 149 સીટો પર કબ્જો કર્યો હતો. પરંતુ હવે ભાજપે તેને પાછળ છોડીને 156 બેઠકો સાથે અત્યાર સુધીની સૌથી મોટી જીત મેળવી છે. આનો શ્રેય 'બ્રાન્ડ નમો' એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મજબૂત ચૂંટણી બ્રાન્ડિંગને જાય છે. PM મોદીના 7 બ્રહ્માસ્ત્રોએ ગુજરાતમાં કમાલ કરી દીધી છે. જેના કારણે ભાજપને 156 બેઠકો મળી છે.
નરેન્દ્ર મોદીની તનતોડ મહેનતનું પરિણામ
ગુજરાતની રેકોર્ડબ્રેડ જીત એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તનતોડ મહેનતનું પરિણામ છે, જે તેમણે 27 દિવસ સુધી કરી હતી. PM મોદીએ ગુજરાતમાં 6 નવેમ્બરે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. તેમણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કુલ 39 રેલીઓ અને 2 મોટા રોડ શો કર્યા હતા. 39 રેલી દરમિયાન PM મોદીએ ગુજરાતની 134 વિધાનસભા સીટોને કવર કરી હતી, જ્યારે રોડ શો દ્વારા 17 વિધાનસભાને કવર કરી હતી. જેનું પરિણામ તમારી સામે છે.
ADVERTISEMENT
આ છે PM મોદીના 7 'બ્રહ્માસ્ત્ર'
ADVERTISEMENT
ભાજપનો વોટ શેર વધ્યો
ભવિષ્યમાં શું થશે તે કોઈ જાણતું નથી, પરંતુ પરિણામોના આધારે એમ કહી શકાય કે ગુજરાતની ચૂંટણી દરમિયાન વિપક્ષ સંપૂર્ણપણે નિષ્ક્રિય રહ્યો, જ્યારે ભારતીય જનતા પાર્ટી એક્ટિવ થઈને ચૂંટણી લડતી રહી. આ કારણે જ ભાજપને ગત વખત કરતા 59 બેઠકો અને 3 ટકા વધુ મત મળ્યા છે. 2017માં ભાજપને 99 સીટો મળી હતી. આ વખતે 156 સીટો મળી છે. 2017માં બીજેપીને 49.1% વોટ મળ્યા હતા, આ વખતે તેને 52.5% વોટ મળ્યા છે.
આ વખતની જીત સૌથી મોટી
જો કોઈ ચૂંટણીમાં ત્રિકોણીય મુકાબલો થાય છે તો 35% મત મેળવનાર પાર્ટી આરામથી ચૂંટણી જીતી જાય છે, પરંતુ અહીં ભાજપને 52.5% મત મળ્યા છે. આ જ કારણ છે કે બીજેપી ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટી જીત મેળવવામાં સફળ રહી. આ જીત એટલા માટે પણ મહત્વની છે કારણ કે ગુજરાતમાં ભાજપ જ્યારથી સત્તા પર આવી છે ત્યારથી સતત જીતી રહી છે અને આ વખતેની જીત સૌથી મોટી છે.
ADVERTISEMENT
વર્ષ પ્રમાણે ભાજપને મળેલા મતની ટકાવારી
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.