બ્રેકિંગ ન્યુઝ
Bhushita
Last Updated: 08:57 AM, 10 December 2020
ADVERTISEMENT
1 એકાઉન્ટ ડિફોલ્ટ થવા પર નહીં બદલાય વ્યાજ દર
સ્કીમ અનુસાર દર વર્ષે તેમાં 250 રૂપિયા જમા કરવા જરૂરી છે. જો તે જમા નહીં થાય તો તે ડિફોલ્ટ એકાઉન્ટ ગણાશે. નવા નિયમ અનુસાર ખાતાને ફરી એક્ટિવ નહીં કરી શકાય. સુકન્યા સમૃદ્ધિ યોજના પર 7.6 ટકા વ્યાજ મળે છે. પોસ્ટ ઓફિસમાં વ્યાજનો દરપ બચત ખાતા માટે 4 ટકાનો છે.
ADVERTISEMENT
2. કરી શકાશે સમય પહેલાં ખાતું બંધ
સ્કીમના નવા નિયમ અનુસાર દીકરીના મોતની સ્થિતિમાં સુકન્યા સમૃદ્ધિ યોજનાને સમય પહેલાં બંધ કરવાની પરમિશન આપવામાં આવી છે. જૂના નિયમમાં ખાતાને 2 સ્થિતિમાં બંધ કરી શકાતું. એક તો દીકરીના મૃત્યુ અને બીજું તેના રહેવાનું એડ્રેસ બદલાય તેવી સ્થિતિમાં.
3. 2થી વધારે દીકરી માટે ખાતું ખોલવાનો નિયમ
સ્કીમના આધારે 2 જીકરીથી વધારે માટે ખાતું ખોલાવી શકાય છે. એક બેટીના જન્મ બાદ જુડવા દીકરીઓ જન્મે તો પણ તેના માટે ખાતું ખોલાવી શકાય છે. નવા નિયમ અનુસાર 2થી વધારે દીકરીઓ માટે ખાતું ખોલવા માટે જન્મ પ્રમાણપત્રની સાથે એફિડેવિટ જમા કરાવવાનું રહેશે.
4. ખાતું ઓપરેટ કરવાનો નિયમ
નવા નિયમમાં જ્યાં સુધી દીકરી 18 વર્ષની નહીં થાય ત્યાં સુધી તેને ખાતું ઓપરેટ કરવાની મંજૂરી મળશે નહીં. જૂના નિયમમાં તેને 10 વર્ષમાં આ માટેની મંજૂરી મળી હતી. હવે ખાતાધારક 18 વર્ષ પછી જ તેને ઓપરેટ કરી શકશે. આ સમયે 18 વર્ષે બેંક કે પોસ્ટઓફિસમાં ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે.
5. આ છે અન્ય ફેરફાર
નવા નિયમમાં ખાતામાં ખોટું ઈન્ટરેસ્ટ નાંખવા પર તેને બદલવાની સુવિધા હટાવી દેવાઈ છે. તેને સિવાય નવા નિયમોના આધારે ખાતામાં વ્યાજ નાણાંકીય વર્ષના અંતમાં ક્રેડિટ કરાશે.
નવું ખાતું ખોલવવા માટે આ ડોક્યુમેન્ટ્સની રહેશે જરૂર
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં એકાઉન્ટ ખોલવાનું ફોર્મ
બાળકનું જન્મનું પ્રમાણપત્ર
જમાકર્તાના ઓળખપત્ર જેમકે પાનકાર્ડ, રાશન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, લાઈટબિલ, ફોન બિલ વગેરે
નેટ બેંકિંગનો રૂપિયા જમા કરાવવા કરી શકાશે ઉપયોગ
ખાતું ખોલાવતી સમયે અપાશે પાસબુક
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.