બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / PM Modi Rajya Sabha Speech This time Congress will not be able to cross even 40

સંબોધન / 'કોંગ્રેસ હવે ઉત્તર દક્ષિણના નામ પર દેશને તોડવાનો પ્રયાસ કરે છે' રાજ્યસભામાં બોલ્યા PM મોદી

Megha

Last Updated: 03:03 PM, 7 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યસભામાં સંબોધન દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાનો સાધતાં કહ્યું કે, 'આ વખતે કોંગ્રેસ 40નો આંકડો પાર કરી શકશે નહીં.'

  • સંબોધન દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાનો સાધ્યો. 
  • વડાપ્રધાને કહ્યું કે આ વખતે કોંગ્રેસ 40નો આંકડો પાર કરી શકશે નહીં. 

પીએમ મોદીએ એમના સંબોધન દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે અને કોંગ્રેસ પર નિશાનો સાધ્યો હતો. કોંગ્રેસ પર પ્રહાર કરતા વડાપ્રધાને કહ્યું કે આ વખતે કોંગ્રેસ 40નો આંકડો પાર કરી શકશે નહીં. 

પીએમ મોદીએ આગળ કહ્યું કે, 'કોંગ્રેસ પાર્ટીની વિચારધારા ઘણી જૂની થઇ ગઈ છે જ્યારે વિચારો જૂના થાય ત્યારે કાર્ય પણ આઉટસોર્સ થઇ જાય છે. આટલો મોટો પક્ષ, આટલો લાંબો સમય શાસન કરનાર પક્ષ, થોડા સમયમાં આટલો પતન થઇ ગયો. અમને તમારા પ્રત્યે સહાનુભૂતિ છે.' 

આગળ પીએમ મોદીએ કહ્યું કે હું મલ્લિકાર્જુન ખડગેનો વિશેષ આભાર વ્યક્ત કરું છું. હું તેમને ખૂબ જ ધ્યાન અને આનંદથી સાંભળતો હતો. લોકસભામાં મનોરંજનની જે કમી હતી તે તેમણે અહીં પૂરી કરી. પશ્ચિમ બંગાળ તરફથી પડકાર આવ્યો છે કે કોંગ્રેસ 40નો આંકડો પાર કરી શકશે નહીં. હું પ્રાર્થના કરું છું કે તમે 40 સીટો બચાવી શકો.

વડાપ્રધાને કહ્યું કે જે કોંગ્રેસે સત્તાના લોભમાં ખુલ્લેઆમ લોકશાહીનું ગળું દબાવ્યું હતું, જે કોંગ્રેસે લોકશાહી ઢબે બનેલી સરકારોને રાતોરાત ડઝનેક વખત બરતરફ કરી હતી, જે કોંગ્રેસે અખબારોને તાળા મારવાનો પણ પ્રયાસ કર્યો હતો, હવે તે કોંગ્રેસે દેશને તોડવાની તૈયારી કરી રહી છે. કોંગ્રેસ હવે ઉત્તર દક્ષિણના નામ પર દેશને તોડવાનો પ્રયાસ કરી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ