બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / PM Modi only second leader after Mahatma Gandhi to know pulse of people: Rajnath Singh

નિવેદન / 'મહાત્મા ગાંધી બાદ દેશના બીજા મોટા નેતા', પુસ્તક વિમોચનમાં રાજનાથે PM મોદીના કર્યાં વખાણ

Hiralal

Last Updated: 04:58 PM, 18 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'મોદી @20: ડ્રીમ્સ મીટ ડીલીવરી' પુસ્તકનું વિમોચન કરતા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પીએમ મોદીના ભારોભાર વખાણ કર્યાં હતા.

  • રાજનાથે કર્યું મોદી @20: ડ્રીમ્સ મીટ ડીલીવરી પુસ્તકનું વિમોચન
  • રાજનાથે પીએમ મોદીના કર્યાં ભારોભાર વખાણ 
  • કહ્યું મહાત્મા ગાંધી બાદ દેશની નાડ પારખનાર PM મોદી બીજા નેતા 

મોદી @20: ડ્રીમ્સ મીટ ડીલીવરી' પુસ્તકનું વિમોચન કરતા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પીએમ મોદીના જોરદાર વખાણ કર્યાં હતા. રાજનાથે કહ્યું કે પ્રધાનમંત્રી મોદી ફક્ત વર્તમાનને બદલવા માટે જ મહેનત નથી કરી રહ્યાં પરંતુ દેશના ભવિષ્યને બદલવા માટે પણ ધ્યાન આપી રહ્યાં છે. રાજનાથસિંહે આ વાત ગાંધીનગરમાં ' મોદી @20: ડ્રીમ્સ મીટ ડીલીવરી' પુસ્તકના વિમોચનમાં કરી હતી. રાજનાથસિંહે કહ્યું કે " પ્રધાનમંત્રી મોદીના શાશનમાં જે પણ સાહસિક નિર્ણયો લેવાયા છે તેના કારણે આજે દેશને વિશ્વ લેવલે ઉચ્ચ અને મજબૂત સ્થાન મળ્યું છે. રાજનાથસિંહે વધુ કહ્યું કે "મોદી આ દેશને સમજે છે કારણ કે તેઓ દેશના લોકો સાથે સિદ્ધો સંવાદ કરે છે." 

પીએમ મોદીની 20 વર્ષની કરિયરના લેખાજોખા 
રાજનાથે કહ્યું કે આ પુસ્તક પ્રધાનમંત્રી મોદીના 20 વર્ષના કરિયરમાં સુશાશનના સાચા લેખાજોખા દર્શાવે છે. જેમાં મુખ્યમંત્રી તરીકે 12 વર્ષ અને પ્રધાનમંત્રી તરીકે 8 વર્ષનો ઉલ્લેખ છે." ભાજપના એક વરિષ્ટ નેતા રાજનાથસિંહે કહ્યું કે "ડ્રીમ્સ મીટ ડીલીવરી પુસ્તક     પ્રધાનમંત્રીના દ્રષ્ટિકોણની પણ વ્યાખ્યા કરે છે અને દેશના લોકોની ભલાઈ માટે જોવાયેલા મોટા સપનાઓને સમજવામાં મદદ કરે છે. મોદીએ આતંકવાદ વિરદ્ધ ભારતની ભૂમિકાને પણ એક નવું સ્વરૂપ આપ્યું છે."         

cm ભુપેન્દ્ર પટેલે પણ pm મોદીને સાચા નેતા કહ્યા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોદીને સાચા નેતા કહેતા કહ્યું કે " મોદી દ્વારા લેવાયેલા નિર્ણયો અને વિવિધ વિકાસ કર્યોથી આજે ગુજરાતે કેટલાય નવા લક્ષ્યોને વિકસાવ્યા છે." કેન્દ્રીય મંત્રી મુરગનએ કહ્યું કે "પુસ્તકનું ગુજરાતીમાં સંસ્કરણ કરવાથી હવે ગુજરાતીઓને પણ પ્રધાનમંત્રીના દ્રષ્ટિકોણ સમજવામાં સરળતા રહેશે. મુર્ગને કેટલીક જન સમર્થક અને તેમના નિર્ણયોને પણ રેખાંકિત કર્યા જેનાથી દેશના લોકો ને પણ ખુબ લાભ થયો." 'બ્લુક્રાફ્ટ ડીજીટલ ફાઉન્ડેશન દ્વારા અંગ્રેજીમાં પ્રકાશિત, પુસ્તાસ્કનું આ ગુજરાતી સંસ્કરણ નવભારત પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું'. 

પુસ્તકમાં pm મોદીની કારકિર્દીના 20 વર્ષ 
' મોદી @20: ડ્રીમ્સ મીટ ડીલીવરી' પુસ્તકનું વિમોચન 11 મે ના કરવામાં આવ્યું હતું.     આ પુસ્તક ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને સુધા મૂર્તિ સહીત અનેક ગણમાન્ય વ્યક્તિઓ દ્વારા લખવામાં આવેલો 21 અધ્યાયનો ગ્રંથ છે.     પુસ્તક વિમોચન સમારંભમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય સુચના અને પ્રસારણ રાજ્યમંત્રી એલ. મુરગન સહીત ગુજરાત સરકારના મંત્રી, વરિષ્ઠ અધિકારી, લેખક, કવિ, સંપાદક અને ગુજરાત રાજ્યના કળા અને સંકૃતિ ક્ષેત્રના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ