બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / pm modi has given task to mp to find oust reason of loosing

હોમવર્ક / ગુજરાત આવેલા PM મોદી સાંસદોને લેસન આપતા ગયા: જીત પાક્કી કરવા માટે માઈક્રોપ્લાનિંગ પર ભાર, જાણો શું

Khyati

Last Updated: 12:10 PM, 24 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નબળી બેઠક પર જીત મેળવવા કમર કસવાનો આદેશ

PM મોદીએ ગુજરાત મુલાકાત દરમિયાન આપ્યુ હોમવર્ક
નબળી બેઠકમાં કામ કરવા આપ્યુ હોમવર્ક
100-100 બુથ તારવી માઇક્રોપ્લાનિંગનું સૂચન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર નથી થઇ પરંતુ ભાજપ દ્વારા જાણે કે ચૂંટણી કાલે જ હોવી તે રીતે તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભાજપ દ્વારા બેઠકોનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર ઝોનમાંથી બેઠકની શરુઆત કરવામાં આવી છે.જેમાં  ધારાસભ્યોને એવી જ સૂચના આપવામાં આવી છે કે ચૂંટણી આવતી કાલે જ હોય તે પ્રકારે મહેનત કરવામાં આવે.  તો બીજી તરફ જે બેઠક પર ભાજપની પક્કડ નબળી છે તેવી બેઠકો પર પણ જીત મેળવવા કમર કસવાનો આદેશ અપાયો છે.

 નબળી બેઠકમાં કામ કરવા આપ્યું લેસન

પીએમ મોદી હમણા બે દિવસ ગુજરાતના પ્રવાસે હતા. તેઓએ પંચાયત સંમેલનમાં ગામના સરપંચ અને સભ્યોને મહત્વના ત્રણ કાર્યો શરુ કરવા સૂચન કર્યુ હતું તો સાથે સાથે સાંસદોને પણ તેઓ હોમવર્ક આપતા ગયા. ગુજરાત વિધાનસભાની નબળી અને ઓછા માર્જિનથી જીતેલી બેઠકના કારણો શોધવા સૂચન કરવામાં આવ્યું છે...ઓછા માર્જિનવાળી બેઠકો પર કામ કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે...ઓછા માર્જિનથી હારતા બેઠકો પર 100-100 બુથ તારવી માઇક્રોપ્લાનિંગનું સૂચન કરાયું છે...

કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠકો પર જીતનું સૂચન

ગુજરાત વિધાનસભામાં 30 બેઠકો કોંગ્રેસનો ગઢ ગણાય છે.કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠકો પરના તારણો શોધવા સૂચન કરાયું છે .તો 30થી વધુ બેઠકો પર ભાજપ પાતળી સરસાઇ જીતે તેના પર મંથનનું સૂચન કર્યું છે અને કોંગ્રેસની બેઠકો પર ભાજપ શા માટે હાર્યું તેના તારણો શોધવા પણ સૂચન કરવામાં આવ્યું છે. હારેલી બેઠકો પર તારણને શોધી તેના પર કામ કરવા માટે સૂચના આપવામાં આવી છે. સરકારી યોજના લાભ છતાં કેમ ઓછું મતદાન તેના તારણો પર કામ કરવા સૂચન કર્યું છે. કેન્દ્ર સરકારની યોજનાના પ્રચાર-પ્રસારને વેગવાન બનાવવા સાંસદોને તાકીદ કરવામાં આવી છે.

PM મોદીએ ગુજરાતના સાંસદોને બેઠક માટે બોલાવ્યા 

ઉત્તર પ્રદેશમાં જોરદાર જીત બાદ ભારતીય જનતા પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે અત્યારથી પ્રયાસો શરૂ કરી રહી છે ત્યારે પ્રધાનમંત્રી મોદી પણ ગુજરાતને લઈને સતત એક્ટિવ દેખાઈ રહ્યા છે. હાલમાં જ ગુજરાતનાં બે દિવસના પ્રવાસ બાદ હવે ગુરુવારે ગુજરાતનાં તમામ સાંસદોને બેઠક કરવા માટે દિલ્હી બોલાવ્યા છે. એક તરફ જ્યાં દિલ્હીમાં હાલમાં સત્ર ચાલી રહ્યું છે ત્યાં બીજી તરફ પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતનાં સાંસદોને મીટિંગ માટે બોલાવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી મોદી આ મીટિંગમાં સાંસદોનો રિપોર્ટ કાર્ડ પણ માંગી શકે છે આગામી ચૂંટણી પહેલા સાંસદોને સરકારની યોજનાઓને લોકો સુધી પહોંચાડવા માટેની પણ કોઈ ટાસ્ક આપી શકે છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ