બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / pm kisan maandhan yojana check eligibility steps to register for monthly pension

કામની ખબર / મોદી સરકારની આ યોજના ખેડૂતો માટે છે 'વરદાન', અન્નદાતા સ્કીમનો લાભ અચૂક ઉઠાવે, 60 વર્ષ પછીનું ટેન્શન નહીં રહે

Bijal Vyas

Last Updated: 09:39 PM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના ખેડૂતો માટે વરદાન છે. આ યોજના હેઠળ 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લાભાર્થી ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા ન્યૂનતમ પેન્શન આપવામાં આવે છે.

  • લાભાર્થી ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા ન્યૂનતમ પેન્શન
  • લાભ મેળવવા ઇચ્છુક ખેડૂતનું નામ 1 ઓગસ્ટ 2019 સુધી રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશના ભૂમિ રેકોર્ડમાં નોંધાવુ
  • સરકાર દ્વારા ગરીબ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે

PM Kisan Mandhan Scheme: સરકાર ખેડૂતો સુધી લાભ પહોંચાડવા માટે સરકાર અનેક પ્રકારની યોજના ચલાવે છે. આ યોજનાઓમાં પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના(PM Kisan Mandhan Scheme) ખેડૂતો માટે વરદાન છે. આ યોજના વૃદ્ધ ખેડૂતોની અને નાના તથા સીમાંત ખેડૂતોને સામાજિક સુરક્ષા પૂરી પાડવા બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લાભાર્થી ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા ન્યૂનતમ પેન્શન આપવામાં આવે છે. 

જો લાભાર્થીની મૃત્યુ થઇ જાય છે તો લાભાર્થીના જીવનસાથીને પારિવારિક પેન્શનના ભાગરૂપે પેન્શનની 50 ટકા રકમ આપવામાં આવે છે. પારિવારિક પેન્શન માત્ર પતિ અથવા પત્ની માટે હોય છે. ખેડૂતો આ યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકે? તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

PM Kisan Yojanaના લાભાર્થીઓ માટે ખુશખબર, આ મહિનામાં ખાતામાં ટ્રાન્સફર થઈ  શકે છે 14મો હપ્તો | PM Kisan samman nidhi Yojana 14 installment release date

શું છે પાત્રતા 
પીએમ કિસાન માનધન યોજનાનો વૃદ્ધ, સીમાંત તથા નાના ખેડૂતોને લાભ મળે છે. ખેતીલાયક 2 હેક્ટર ભૂમિ હોય અને 18થી 40 વર્ષ સુધીની ઉંમર હોય તેઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે. લાભ મેળવવા ઇચ્છુક ખેડૂતનું નામ 1 ઓગસ્ટ 2019 સુધી રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશના ભૂમિ રેકોર્ડમાં નોંધાયેલ હોવું જોઈએ. આ યોજનાની માટે અરજી કરતા ખેડૂતની માસિક આવક 15,000 રૂપિયા અથવા તેનાથી ઓછી હોવી જોઈએ.

આ યોજનાનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ, બચત ખાતુ અથવા IFSC સાથે જન ધન ખાતુ હોવું જોઈએ. 60 વર્ષ સુધી પોલિસીધારકે 55 રૂપિયાથી લઈને 200 રૂપિયાનું માસિક યોગદાન આપવાનું રહેશે. 60 વર્ષ પછી પોલિસીધારક પેન્શન માટે દાવો રજૂ કરી શકે છે.

PM Kisan Yojanaના લાભાર્થીઓ માટે ખુશખબર, આ મહિનામાં ખાતામાં ટ્રાન્સફર થઈ  શકે છે 14મો હપ્તો | PM Kisan samman nidhi Yojana 14 installment release date

આ છે ફાયદો
આ યોજના હેઠળ સરકાર દ્વારા ગરીબ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ રકમ વાર્ષિક 3 હપ્તામાં 2,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. પેન્શન સ્કીમ પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના માટે ખેડૂતોની નોંધણી સરળતાથી થઈ શકે છે. જો તમે આ વિકલ્પનો લાભ મેળવો તો પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાનો હપ્તો પણ આ 3 હપ્તાની રકમમાંથી કપાઈ જશે. 60 વર્ષ પછી ખેડૂતોને માસિક રૂ.3,000નો લાભ મળશે. ઉપરાંત વાર્ષિક 6,000ની રકમનો પણ લાભ મળશે. ટૂંકમાં 60 વર્ષ પછી વાર્ષિક 42,000 રૂપિયાનો લાભ મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ