બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'Plastic is burnt and put on the body, put the money soon', cried the hostage Pankaj Patel.

અપહરણ અપડેટ / AUDIO: 'પ્લાસ્ટિક સળગાવીને શરીર પર નાખે છે, જલ્દીથી રૂપિયા નાખ', રડતા અવાજે બંધક પંકજ પટેલે કરી હતી આજીજી

Priyakant

Last Updated: 07:24 PM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pankaj Patel Audio News: ઓડિયો ક્લિપમાં ઈરાનથી મુક્ત થયેલા પંકજ પટેલ પોતાના ભાઈને રડતા અવાજે આંગડિયાથી રૂપિયા ટ્રાન્સફર કરવા કરી રહ્યા છે અપીલ

  • પંકજ પટેલનો ઓડિયો આવ્યો સામે, છુટકારા પહેલાની પંકજ પટેલની વ્યથા
  • રૂપિયા આંગડિયા કરાવવા કરી આજીજી, રૂપિયા આપો નહીં તો અમને મારી નાખશે-પંકજ પટેલ
  • એજન્ટોએ પટેલ દંપતીને બનાવ્યું હતું બંધક, હાલ પટેલ દંપતીને લાવવામાં આવ્યું છે ગુજરાત

ઈરાનથી મુક્ત થયેલા પંકજ પટેલનો એક ઓડિયો સામે આવ્યો છે. આ ઓડિયોમાં પંકજ પટેલ પોતાના ભાઈને રૂપિયા ટ્રાન્સફર કરવા આજીજી કરી રહ્યા હોવાનું સંભળાઇ રહ્યું છે. આ ઓડિયોમાં રડતા અવાજે પંકજ પટેલ આંગડિયાથી રૂપિયા ટ્રાન્સફર કરવા અપીલ કરી રહ્યા છે. પંકજ પટેલે કહ્યું હતું કે, રૂપિયા ટ્રાન્સફર કરો નહીં તો અમને મારી નાખશે.

અમદાવાદના દંપતી સાથે રુંવાડા ઉભા કરી દે તેવો બનાવ બન્યો છે. અમેરિકા જવાના મોહમાં અમદાવાદના દંપતીનું ઈરાનમાં કિડનેપ થયા બાદ ગુજરાતી દંપતીને RAW, IB અને ઈન્ટરપોલની મદદ મુક્ત કરાવવામાં ગુજરાત સરકારને અભૂતપૂર્વ સફળતા મળી છે.  અમદાવાદના પંકજ પટેલ અને તેમના પત્ની નિશા પટેલને અમેરિકા જવાની ઘેલછા ભારે પડી છે. પરંતુ હાલ દંપતિ અને પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. 

પંકજ પટેલનો ઓડિયો વાયરલ 
આ તરફ હવે અપહરણ કરાયેલ પંકજ પટેલનો એક ઓડિયો સામે આવ્યો છે. જેમાં પંકજ પટેલ પોતાના ભાઈને રડતા અવાજે આંગડિયાથી રૂપિયા ટ્રાન્સફર કરવા અપીલ કરી રહ્યા છે. પંકજ પટેલે કહ્યું હતું કે, રૂપિયા ટ્રાન્સફર કરો નહીં તો અમને મારી નાખશે. આ સાથે રૂપિયા ટ્રાન્સફર કરી દેશો તો અમને છોડી દેશે તેવો પણ ઓડિયોમાં ઉલ્લેખ કરાયો છે. આ સાથે આ વિડીયોમાં પંકજ પટેલ રડતાં આવજે કહી રહ્યા છે કે, જલ્દી પૈસા આપો આ લોકો પ્લાસ્ટિક સળગાવીને શરીર ઉપર નાખે છે. 

શું હતો સમગ્ર મામલો ? 
અમદાવાદના દંપતી સાથે રુંવાડા ઉભા કરી દે તેવો બનાવ બન્યો હતો. અમેરિકા જવાના મોહમાં અમદાવાદના દંપતીનું ઈરાનમાં કિડનેપ થયું હતું. એજન્ટે દંપતીને USA મોકલવાને બદલે ઈરાન મોકલી દીધું હતું. જે બાદ ત્યાંથી યુવકનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેની પીઠ પર કિડનેપર્સે બ્લેડના અસંખ્ય ઘા ઝીંકીને રૂપિયા માંગ્યા હતા. વીડિયોમાં યુવક લોહીથી લથપથ હાલતમાં જોવા મળી રહ્યો હતો.આ મામલે અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી હતી. 

આ તરફ ઈરાનમાં અપહરણ કરાયેલા ગુજરાતી દંપતીને RAW, IB અને ઈન્ટરપોલની મદદ મુક્ત કરાવવામાં ગુજરાત સરકારને અભૂતપૂર્વ સફળતા મળી હતી. દંપતીના અપહરણના સમાચાર મળ્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઈરાન ખાતેના ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યો હતો. સાથે જ તેમણે RAW, IB અને ઈન્ટરપોલ પાસે પણ મદદ માંગી હતી. જે બાદ અપહરણકર્તાની ચુંગાલમાંથી દંપતીને મુક્ત કરાવ્યું હતું. જે બાદ પીડિતના પરિવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓનો આભાર માન્યો છે. મહત્વનું છે કે, પાકિસ્તાની એજન્ટે તહેરાનની હોટલમાં અમદાવાદના દંપતીને બંધક બનાવ્યું હતું. બંધક બનાવી એજન્ટે દંપતી પર અત્યાચાર કર્યો હતો. અત્યાચારનો વીડિયો સામે આવ્યા બાદ દંપતીને મુક્ત કરાવાયું છે.

વિદેશ મોકલનારા એજન્ટની ધરપકડ 
આ તમામ ગતિવિધિઓની વચ્ચે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પંકજ પટેલ અને નીશા પટેલને વિદેશ મોકલનારા એજન્ટની ધરપકડ કરી છે. એજન્ટની ધરપકડ બાદ તેની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂછપરછમાં સામે આવ્યું છે કે, નવા નરોડા ખાતે રહેતા સંકેત પટેલના ભાઈ-ભાભીએ ગાંધીનગર સરગાસણ ખાતેના એક એજન્ટ દ્વારા 1.15 કરોડમાં અમેરિકા જવાનું નક્કી કર્યું હતું. ગાંધીનગરના એજન્ટે હૈદરાબાદના એજન્ટને દંપતીને અમેરિકા મોકલવાનું કામ સોંપ્યું હતું. તેમને પહેલા હૈદરાબાદ લઈ જવામાં આવ્યાં હતાં. ત્યાંથી બીજો એજન્ટ તેમને વાયા દુબઈ, ઈરાન થઈને અમેરિકા મોકલશે એવી ડીલ થઈ હતી. જોકે, અમેરિકા જવાના બદલે ઈરાનમાં તેમનું અપહરણ થયું હતું. પાકિસ્તાની એજન્ટે તહેરાનની હોટલમાં દંપતીને બંધક બનાવ્યું હતું. બંધક બનાવી એજન્ટે દંપતી પર અત્યાચાર કર્યો હતો. જે બાદ ત્યાંથી યુવકનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેની પીઠ પર કિડનેપર્સે બ્લેડના અસંખ્ય ઘા ઝીંકીને રૂપિયા માંગ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ