ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / piyush jain news producer kumar mangat pathak to make raid 2 on kanpur

બોલીવૂડ / એલાન થયું! ગુજરાત કનેક્શન ધરાવતા પીયૂષ જૈન પર બનશે ફિલ્મ, જાણો શું અપાયું નામ

Published By: Kavan

Last Updated: 09:55 PM, 29 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશના પરફ્યુમ બિઝનેસમેન પીયૂષ જૈનના કુબેર કાંડની ઝલક તમે ટૂંક સમયમાં મોટા પડદા પર જોઈ શકશો, કારણ કે તેના પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.

ADVERTISEMENT

  •  પીયૂષ જૈનના કુબેર કાંડની ઝલક પડદા પર જોઈ શકાશે
  • નવી ફિલ્મનું થયું એલાન
  • નામ અપાયું રેઈડ 2 અપાયું

ફિલ્મ નિર્માતા કુમાર મંગત પાઠક ઉત્તર પ્રદેશના કાનપુર અને કન્નૌજમાં આવકવેરા વિભાગના દરોડા પર 'રેઈડ 2' નામની ફિલ્મ બનાવશે. તેમણે આ જાહેરાત ઉત્તર પ્રદેશમાં પ્રથમ વખત આયોજિત 'કાશી ફિલ્મ ફેસ્ટિવલ'માં પેનલ ચર્ચા દરમિયાન કરી હતી. તમને જણાવી દઈએ કે તેણે ફિલ્મ 'રેડ' બનાવી હતી.

નવી ફિલ્મનું થયું એલાન

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ફિલ્મ નિર્માતા કુમાર મંગત પાઠકે કહ્યું કે તેમની ફિલ્મ 'રેઈડ'માં એ જ બતાવ્યું કે પૈસા દિવાલોમાંથી બહાર આવી શકે છે. જ્યારે તાજેતરમાં કાનપુર અને કન્નૌજમાં ઈન્કમટેક્સના દરોડામાં દિવાલોમાંથી પૈસા નીકળવાની ઘટના સામે આવી હતી.જેને જોતા તેણે ફિલ્મ 'રેઈડ-2' બનાવવાનું મન બનાવી લીધું હતું. પાઠકે જણાવ્યું કે આ ફિલ્મમાં દિવાલોમાંથી પૈસા નીકળવાના દ્રશ્યો બતાવવામાં આવશે.

અજય દેવગણ હીરો હશે કે નહીં તે નક્કી નથી 

નોંધનીય છે કે 2018માં આવેલી કુમાર મંગતની ફિલ્મ રેઇડમાં અભિનેતા અજય દેવગન આવકવેરા અધિકારીના રૂપમાં હતો અને તે એક રાજનેતાના ઘરે દરોડા પાડે છે. આ ફિલ્મમાં અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ અને અભિનેતા સૌરભ શુક્લા પણ હતા. જો કે રેઇડ ટુમાં અજય દેવગન હીરો હશે કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી.

પીયૂષ જૈન હાલ કસ્ટડીમાં

જણાવી દઈએ કે ભૂતકાળમાં ઈન્કમ ટેક્સ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં કાનપુરના પરફ્યુમ વેપારી પીયૂષ જૈનના ઘરેથી લગભગ 197 કરોડ રૂપિયા રોકડ, 25 કિલો સોનું અને 250 કિલો ચાંદી મળી આવી હતી. હાલમાં પીયૂષ જૈન 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને અહીં DRIએ કસ્ટમ્સ એક્ટ હેઠળ કેસ પણ દાખલ કર્યો છે.

અહીં, પેનલ ચર્ચા દરમિયાન, અભિનેતા અનુપમ ખેરે ઉત્તર પ્રદેશમાં ફિલ્મ સિટીના વિકાસ માટે રાજ્ય સરકારની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશ સરકારની પહેલથી રાજ્યના વિવિધ શહેરોમાં રહેતા કલાકારોને એક પ્લેટફોર્મ મળશે.ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા હજારો લોકોને રોજગારીની તકો મળશે. પેનલ ચર્ચા દરમિયાન, તેમણે લખનૌ સાથેના તેમના જોડાણ અને તેમની કારકિર્દીના શરૂઆતના દિવસોની યાદો અને સંઘર્ષો શેર કર્યા.

સંકળાયેલા મુદ્દાઓ

piyush jain પીયૂષ જૈન પીયૂષ જૈનની ધરપકડ Piyush Jain Arrested

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ