બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ધર્મ / Pitru Paksha 2023 shradh is important know what do vedas and purana say

ધર્મ / Pitru Paksha 2023: શ્રાદ્ધ કેમ જરૂરી? જાણો નહીં કર્યું તો શું થશે? પિતૃપક્ષને લઇ શું કહે છે વેદપુરાણ

Arohi

Last Updated: 11:58 AM, 12 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pitru Paksha 2023: પિતૃપક્ષ ચાલી રહ્યો છે. પિતૃપક્ષમાં શ્રાદ્ધનું ખૂબ જ મહત્વ છે. પિતૃપક્ષને લઈને વેદ-પુરાણ અને માન્યતાઓ શું કહે છે? આ તમામ પ્રશ્નોના જવાબ આ રીતે મેળવો.

  • પિતૃપક્ષમાં શ્રાદ્ધનું છે મહત્વ 
  • વેદ-પુરાણમાં જાણો શું છે માન્યતા? 
  • જાણો શ્રાદ્ધ કેમ જરૂરી?

પિતૃપક્ષ વિશે તમે કેટલું જાણો છો? શું તમે જાણો છો કે પિતૃપક્ષનો અર્થ શું છે. તમને જણાવી દઈએ કે જન્મ અને મૃત્યુ જે રીતે અત્યંત રહસ્યમય છે તેની જ રીતે પિતૃઓ પણ છે. વેદ, દર્શન શાસ્ત્ર, ઉપનિષદ અને પુરાણ વગેરેમાં આપણા ઋષિ-મુનીઓ દ્વારા જીવન અને મૃત્યુના અત્યંત ગાઢ રહસ્યો પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. 

શ્રીમદ્ભગવત ગીતામાં જણાવવામાં આવ્યું છે કે જે જન્મ લે છે તેનું મૃત્યુ અને મૃત્યુને પ્રાપ્ત થયા બાદ જન્મ નિશ્ચિત છે અને આજ પ્રકૃતિનો નિયમ છે. પરંતુ તેમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ બાદ શરીર નષ્ટ થઈ જાય છે પરંતુ આત્મા ક્યારેય નષ્ટ નથી થતી. તે પુનઃ જન્મ લે છે અને વારંવાર જન્મ લે છે. આ પુનઃ જન્મના આધાર પર જ કર્મકાન્ડમાં શ્રાદ્ધાદિ કર્મના નિયમ જણાવવામાં આવ્યા છે. 

કેમ જરૂરી છે શ્રાદ્ધ અને શ્રાદ્ધ ન કર્યું તો શું થશે? 
કહેવાય છે કે મૃત્યુ બાદ અતૃપ્ત પૂર્વજ ત્રણ કારણોથી ધરતીલોક પર આવે છે. તે આવીને જુએ છે કે આપણા સંતાન કે આપણા વંશે કેવા છે. બીજુ કારણ એ છે કે પિતૃ જુએ છે કે શું તેમને અન્ન-જળ પ્રાપ્ત થશે અને ત્રીજુ કારણ એ છે કે પિતૃઓ જુએ છે કે અમારી મુક્તિના કોઈ કર્મ કરવામાં આવી રહ્યા છે કે નહીં. ભૂખ ભલે ભૌતિક શરીરને લાગે છે. પરંતુ તેની અનુભૂતિથી મૃતક અતૃપ્તિ અનુભવે છે. 

ગીતા વિજ્ઞાનમાં તેને લઈને કહેવામાં આવ્યું છે કે અન્નથી શરીર તૃપ્ત થાય છે. અગ્નિને દાન આપવામાં આવેલા અન્નથી સુક્ષ્મ શરીર એટલે કે આત્માનું શરીર અને મન તૃપ્ત થાય છે. આ અગ્નિહોત્રીથી આકાશ મંડળના બધા જ પક્ષી પણ તૃપ્ત થાય છે. તર્પણ, પિંડદાન અને ધૂપથી આત્માની તૃપ્તિ થાય છે અને તૃપ્ત આત્માઓને પ્રેત બનીને ભટકવું નથી પડતું. 

વેદોમાં પિતૃઓની સ્તુતિ માટે શું કહ્યું છે? 
।।ऊँ अर्यमा न त्रिप्य्ताम इदं तिलोदकं तस्मै स्वधा नम:।..ऊँ मृत्योर्मा अमृतं गमय।। આ શ્લોકનો અર્થ છે પિતૃઓમાં શ્રેષ્ઠ અર્યમા પિતૃઓના દેવ છે. અર્યમાને પ્રણામ, હા! પિતા, પિતામહ અને પ્રિપિતામહ. હે! માતા, માતામહ અને પ્રમામામહ તમને વારંવાર પ્રણામ. તમે અમને મૃત્યુથી અમૃતની તરફ લઈ જાઓ. જણાવી દઈએ કે શાસ્ત્રોમાં ત્રણ પેઢીઓ સુધીના શ્રાદ્ધ કર્મની વાત કહેવામાં આવી છે. 

વેદ અનુસાર - ये न: पितु: पितरो ये पितामहा...तेभ्य: पितृभ्यो नमसा विधेम।। એટલે કે પિતૃ, પિતામહ અને પ્રિપિતામહોને અમે શ્રાદ્ધાથી તૃપ્ત કરીએ છીએ અને નમન કરી પૂજા કરીએ છીએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ