ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / Pilots training started for 191 crore aircraft purchased for CM Vijay rupani

અમદાવાદ / CM માટે ખરીદેલું 191 કરોડનું વિમાન ચલાવવાં ચાર પાઈલોટની ટ્રેનિંગ શરૂ

Published By: Kashyap

Last Updated: 10:12 PM, 3 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને અન્ય મહાનુભાવોના ઉપયોગ માટે રૂા. ૧૯૧ કરોડના ખર્ચે નવા વિમાનની ખરીદી કરી હતી.

ADVERTISEMENT

વિમાન  ગત સપ્તાહે અમદાવાદ એરપોર્ટ પર આવી ચૂક્યું છે, પરંતુ આ આધુનિક વિમાન હજુ એક મહિનો ઉડાન ભરી શકશે નહીં. કારણકે તેની ટેક્નિકલ ખૂબીઓ સમજવા અને અને તેને ઉડાવવા માટે હાલમાં ગુજરાતના ચાર પાઇલટને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ ટ્રેનિંગ પૂરી થયા બાદ ટ્રાયલ બેઝ પર વિમાનને એક સપ્તાહ અમુક સમય માટે ઉડાવવામાં આવશે અને ત્યાર બાદ અંદાજે એક મહિના પછી આ વિમાન સત્તાવાર ઉડાન ભરશે. 

 અત્યંત આધારભૂત સૂત્રોનાં જણાવ્યા મુજબ હાલમાં પાઇલટની ટ્રેનિંગ ચાલી રહી છે. જેને પૂરી થતાં એક મહિના જેટલો સમય લાગશે. અત્રે ઉલ્લેખનીય છે કે બૉમ્બાર્ડિયર ચેલેન્જર ૬૫૦ ગુજરાત સરકાર દ્વારા ખરીદ કરવામાં આવ્યું છે. હાલમાં રાજ્ય સરકાર પાસે   બીચક્રાફ્ટ સુપરકિંગ પ્લેન છે. રાજ્ય સરકારનું હેલિકૉપ્ટર જોખમી હોવાનો રિપોર્ટ સિવિલ એવિયેશન વિભાગે સરકારને  આપ્યો હતો. રાજ્ય સરકારે ૨૦ વર્ષ બાદ નવું ઍરક્રાફ્ટ ખરીદ્યું છે.

આ નવા પ્લેનથી મુખ્ય પ્રધાન હવે લાંબા અંતરની મુસાફરી કરી શકશે. નવું વિમાન ૧૨ મુસાફરોને લઇ જવામાં સક્ષમ છે અને તેની ફ્લાઇંગ રેન્જ ૭૦૦૦ કિલોમીટર જેટલી છે. તે લગભગ ૮૭૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઊડી શકે છે. સરકારે ખરીદેલા બૉમ્બાર્ડિયર ચેલેન્જર ૬૫૦માં ઇવસ્ટાર હૉટલના મિટિંગરૂમ જેવી વર્લ્ડ ક્લાસ લેવલની આલીશાન કૅબિનની સુવિધા છે.

સંકળાયેલા મુદ્દાઓ

CM aircraft Gujarati News Video gujarat aircraft vijay rupani વિજય રૂપાણી વિમાન ahmedabad

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ