બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / Petitioner attempted suicide in Gujarat High Court

ચકચાર / ગુજરાત હાઇકોર્ટમાં જ ચાર લોકોએ ફિનાઇલ ગટગટાવ્યું: આરોપીઓને જામીન મળતા કર્યો આપઘાતનો પ્રયાસ, જાણો સમગ્ર મામલો

Kishor

Last Updated: 04:21 PM, 15 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત હાઇકોર્ટમાં ચાર અરજદારોએ આપઘાતનો પ્રયાસ કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. છેતરપિંડીના કેસમાં આરોપીને જમીન મળતા આપઘાતનો પ્રયાસ કર્યાનું સામે આવ્યું છે.

  • ગુજરાત હાઇકોર્ટમાં આરજદારોએ આપઘાતનો પ્રયાસ કર્યો 
  • ચાર અરજદારોએ કોર્ટમાં આપઘાતનો પ્રયાસ કર્યો 
  • છેતરપિંડીના કેસમાં આરોપીને જમીન મળતા આપઘાતનો પ્રયાસ કર્યો 

ગુજરાત હાઇકોર્ટમાં અરજદારોએ આપઘાતનો પ્રયાસ કરતાં અફરાતફરી મચી જવા પામી હતી. આરોપીના જામીન મંજુર થતાં જ ચાર જેટલા અરજદારોએ કોર્ટ પરિષરમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દંપતી સહીતના ચાર લોકોના આપઘાતના પ્રયાસને પગલે કોર્ટ પરીસરમાં નાશભાગ મચી ગઈ હતી.  જો કે તાત્કાલિક ચારેય લોકોને નજીક આવેલી સોલા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો આપઘાતનો પ્રયાસ કરનારા ચાર લોકોમાં એક દંપતી પણ છે. 

આરોપીને જામીન મળતા અરજદારોએ હાઇકોર્ટમાં જ ઝેરી દવા પીધી 

 આ મામલે માહિતી પ્રમાણે બનાવની વિગત એવી છે કે કલર મર્ચન્ટ કો-ઓપરેટિવ બેંકમાંથી એક દંપતી અને બે અન્ય વ્યક્તિઓએ ધંધા માટે મોર્ગેજ લોન માટે અરજી કરી હતી, બેંકમાં લોન પાસ થઇ ગઇ પરંતુ ચારેયના ખાતામાં પૈસા જમા થયા ન હતા. બાદમાં આ ચારેય લોકોએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે તેમની લોનના પૈસા બેંકના લોન કન્સલ્ટન્ટ ચિંતન શાહ, જનરલ મેનેજર કિન્નરભાઈ અને મેનેજર અતુલ શાહ ઓળવી ગયા છે. આ મામલે સુનાવણી ચાલી રહી હતી. જેમાં આરોપી તરફી આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી, જે કોર્ટે ગ્રાહ્ય રાખતાં નારાજ ફરિયાદીએ ફિનાઇલ ગટગટાવી લીધું હતું. જો કે એમ્યુલન્સની મદદથી તમામને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 

ચારેય અરજદારને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા 

કોર્ટ પરિષરમાં આપઘાતના પ્રયાસ બાદ પોલીસ દ્વારા પંચનામા સહિની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં આપઘાતનો પ્રયાસ કરનાર શૈલેષભાઈ ઈશ્વરભાઈ પંચાલ (ઉં.વ.52 રહે. સી/504, કેશવ પ્રિય હોમ્સ નિકોલ, અમદાવાદ), જયશ્રીબેન શૈલેષભાઈ પંચાલ (ઉં.વ.50 રહે. સી/504, કેશવ પ્રીય હોમ્સ નિકોલ, અમદાવાદ), હાર્દિકભાઈ અમરતભાઈ પટેલ (ઉં.વ.24 રહે. 1, ઉમિયાનગર ઘાટલોડિયા, અમદાવાદ), મનોજભાઈ નાથુભાઈ વૈષ્ણવ (ઉં.વ.41 રહે. 443/2634, શુભલક્ષ્મીનગર સોસાયટી, જનતાનગર ચાંદખેડા, અમદાવાદ) છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ